________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૯૩
ગુજરાતની જીવાશ્રિત કળા
નૃત્ય ચિત્રો વગેરે, કિનારીની ઉપર તથા આજુબાજુના હાંસીઆમાં શોભા આપનારા પદાર્થો તરીકે યોજવામાં આવતા. તેમજ જૈનધર્મની પવિત્ર આઠ નિશાનીઓ -અષ્ટ મંગળ તથા ચૌદ સમાદિનો પણ તેવી જ જાતનો ઉપયોગ કરવામાં આવતું.
આ કળાનાં આ નાનાં છબિચિત્રોનું અસ્તિત્વ ન હોત તો આપણને તે જૂના કાળનો પરિચય નહિવત્ અથવા બહુ જ અલ્પ હોત. આ ચિત્રે તે સમયના જીવનનું અને સંસ્કારનું જે જ્ઞાન આપણને પૂરું પાડે છે તે બહુ જ કિંમતી છે. ખરેખર આપણે તે ઉપરથી જન્મથી માંડી મરણ પર્વતના-સમસ્ત જીવનના દરેક ભાગનું વિશ્વને ય અને બહુવિધ દશ્ય પ્રાપ્ત કરી શકીએ છીએ.
આ કળાની ખાસ વિશિષ્ટતાઓ – આ કળાનાં ચિત્રોની ખાસ વિશિષ્ટતાઓ તે તેનાં સ્ત્રી અને પુરુષ બંનેના ચહેરાની રીતો બહુ જ જુદા પ્રકારની છે તે છે, અને વળી તે સાથે તેની આંખો બહુ જ અજાયબી ભરી હોય છે. પ્રાચીન તાડપત્રના સમય દરમ્યાન ચહેરાઓ હમેશાં બેમાંથી એક તરફ, બે તૃતીયાંશ અગર કાંઈક વધારે પડતા ચીતરેલા હોય છે. પછીના-કાગળન-સમય દરમ્યાન આગળની આંખ હમેશાં સંપૂર્ણ દેરવામાં આવતી કે જે પોટ્રેટની ખાલી જગ્યા રોકતી. કેટલાક વિદ્વાને સમજાવે છે કે આ ફેરફાર ચિત્રકારની ઈચ્છા મુજબ થતું, કારણ કે તે એમ બતાવવા માગતો કે પોતે આ કાંઈ સાદું ચિત્ર ચીતરતો નથી, પરંતુ તેનો ઈરાદો એક સાંપ્રદાયિક ચિત્ર તૈયાર કરવાનો છે. આ દલીલ ગમે તેમ હોય તેના કરતાં મેં મારા જૈન ચિત્રકલ્પદ્રુમ' નામના ગ્રન્થમાં રજુ કરેલી દલીલ વધારે યોગ્ય હોય તેમ મને લાગે છે.'
વળી આ ચિત્ર મધ્યેની પુરુષ તથા સ્ત્રીની આકૃતિઓના કપાળમાં ગેળ ટપકા જેવા આકારનું, પુરુષોના કપાળમાં ઉભા ચીપીઆના આકારનું અને કેટલાક દાખલાઓમાં ત્રણ આડી લીટીઓ સહિતનું તિલક જોવામાં આવે છે. સ્ત્રીના કપાળમાં ગોળ ટપકા જેવા આકારનું જે તિલક જોવામાં આવે છે તે પ્રથા ગુજરાતી પ્રજામાં આજે પણ જેમની તેમ ચાલુ છે; પરંતુ પુરુષોના કપાળમાં ઉભા ચીપી બને આકારનું જે તિલક જૂના ચિત્રોમાં જોવામાં આવે છે તે પ્રથા તે સમયના રીતિરિવાજોનું સમર્થન ભલે કરતી હોય, પરંતુ આજે તે જૈન સમાજમાંથી નાબૂદ થએલી હોવા છતાં પણ તેનું અનુકરણ વૈષ્ણવ સંપ્રદાયમાં જેમનું તેમ કાયમ રહ્યું છે. પ્રાચીન જૈન વિષય સંબંધીનાં ચિત્રોમાં તેમજ અમદાવાદમાં નાગજી ભુદરની પિોળના દેરાસરના ભૂમિગૃહમાં આવેલી વિ. સં. ૧૧૦૨ (ઈ. સ. ૧૦૪૫) ની ધાતુની જિનમૂર્તિને તથા પંદરમા સૈકાના ધાતુના બે પંચતીર્થના પટમાં જિનમૂર્તિના કપાળમાં પણ ઉભા ચીપીઆના આકારનું તિલક મળી આવતું હોવાથી આપણે સહેજે અનુમાન કરી શકીએ છીએ કે પંદરમી સોળમી સદી સુધી તે ગુજરાતનાં પુરુષપાત્રો, પછી તે જૈન છે કે વૈષ્ણવ, પિતાના કપાળમાં ઉભા ચીપીઆના આકારનું તિલક કરતા હોવા જોઈએ. તે પ્રથા ક્યારે નાબુદ થઈ તેનું ખરેખરૂં મૂળ શોધી કાઢવું મુશ્કેલ છે, પરંતુ એટલું તો ચોકકસ છે કે મિ. નાનાલાલ મહેતા કહે છે તેમ પ્રાચીન ચિત્રોમાં મળી આવતાં ઉભા ચીપીઆના આકારનાં તિલકે કોઈ પણ સંપ્રદાયનાં ઘાતક નહેતાં ૨
(અનુસંધાન પૃષ્ઠ ૫૬૬ પર).
૧ એ
શ્રી જન ચિત્રકલ્પદ્રમ”, પૃ. ૩૬. ૨ જુઓ, 'Studies in Indian Painting' pp. 20
For Private And Personal Use Only