________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૨
શ્રી જૈન સત્ય પ્રકાશ ચિત્રની જગ્યા છોડીને ધારાબદ્ધ ચાલ્યા આવતા દેખાય છે. કેટલાક દાખલાઓમાં ચિત્રકારની સમજ ખાતર હાંસીઆમાં પ્રસંગને લગતું લખાણ પણું લખેલું મળી આવે છે, કે જેને ચિત્રકાર મુખ્યત્વે અનુસરતે. બહુધા લખનાર પોતાનું કામ પૂરું કરડે ત્યારે તે પ્રત ચિત્રકારને સુપ્રત કરતો હોય એમ સ્પષ્ટ જણાઈ આવે છે. નાનાં ચિત્રોના આલેખનમાં પત્ર ઉપર ખાસ રાખેલી જગ્યામાં તાડપત્ર ઉપર લાલ રંગ અને કાગળ ઉપર પ્રવાહી સુવર્ણની સાહી અથવા સુવર્ણનાં ઝીણામાં ઝીણું પાનાં, જેટલી જગ્યામાં ચિત્ર દેરવાનું હોય તેટલી જગ્યામાં, પ્રથમ લગાડવામાં આવતાં. તેની પાછળની–પૃષ્ઠ–ભૂમિ મોટે ભાગે ઘેરા રાતા રંગમાં કરવામાં આવતી અને સોના ઉપર રંગની ભૂકી એવી રીતે લગાડવામાં આવતી કે ચિત્ર પોતે સુવર્ણમય જ લાગે. બાહ્ય રેખાઓ અને આંખ, આંખના પોપચાં, કાન, આંગળીઓ વગેરે પછીથી કાળા રંગમાં રંગવામાં આવતાં હતાં. જૈન છબિચિત્રો આ રીતે દોરવાનું પરિણામ એ આવ્યું કે સ્ત્રી અને પુરુષની મુખાકૃતિઓ, તેમનાં વસ્ત્ર અને પુષ્પાદિથી રચેલા બીજા અલંકારો જાણે સોનાથી સપાટ ચીતરેલાં હોય એમ જણાય છે. ચિત્રને જ્યારે આપણે બાજુ ઉપરથી તપાસતા હોઈએ ત્યારે જણાય છે કે આવી છંબના ચહેરામાં નાકને કેટલીક વખત લાલ રંગથી રંગવામાં આવતું હતું.
આ રીતે ચિત્ર તો સંપૂર્ણ દોરાતું; પણ હવે તેમાં રંગ પૂરવાને પછી ઉપર આસમાની રંગ લેવાતો અને વસ્ત્ર તથા બીજા ભાગ ઉપર તે જરૂર પૂરતો મૂકવામાં આવત; તેમજ મનુષ્ય અને પ્રાણીઓના શરીરના ગાળ ભરાવદાર ભાગો જેવી કેટલીક જગ્યાઓએ જાડી પીછીથી રંગ પૂરીને તે પ્રમાણમાં ઘટ્ટ-સ્કૂલ દેખાય તેમ કરાતું. વેત ખાલી જગ્યાઓ કોઈક વાર ઈરાદાપૂર્વક રાખવામાં આવતી, પણ કયારેક સુવર્ણનાં પાનાં ચોટાડતા અકસ્માતથી પણ રહી જતી. તેમજ સાધુઓનાં સફેદ કપડાં બતાવવા માટે મેતીના રંગ જે ધોળો રંગ ક્યારેક સાધુઓનાં કપડાં ચીતરવામાં વપરાતે.
બહુ જ ઓછા પ્રસંગે એક પાયમ રંગ વપરાશમાં લેવાતો. એ રંગ તે બહુ જ સુંદર મોરથુથા જેવો લીલો રંગ. પ્રાચીન હસ્તપ્રત ચીતરનારાઓના રંગસંભારમાં આ સિવાય બીજા કોઈ પણ રંગો મળી આવતા નથી. પણ પછીના વખતની કાગળના સમયની હસ્તપ્રતોમાં કેટલીકવાર સુવર્ણરંગની જગ્યા પીળા રંગે અને રાતા રંગની પૂછભૂમિની જગ્યા આસમાની રંગે લીધેલી લાગે છે.
જૈનાશ્રિત કળાનાં નાનાં છબિચિત્રો દોરવામાં શરીરના પ્રત્યેક અંગ પ્રત્યંગ દોરવાની રચના વાસ્તવિક તુલના ઉપર બાંધવામાં આવતી હતી. શિલ્પકળાનાં ફગાર આમાં મુખ્ય ભાગ ભજવે છે.
ચિત્ર અને લિપિ બંને પવિત્ર આનંદજનક નેત્રવિહાર બની રહે તે માટે પ્રયત્નો કરવામાં આ ગ્રંથ શોભા-સમૃદ્ધિની ટોચ રજૂ કરે છે. ઘૂંટેલી કાળી, ભૂરી કે લાલ ભોંય ઉપર અક્ષર અને ચિત્રોની તકતીઓ યોગ્ય રીતે સાચવીને હાંસીઆમાં જે વેલપટ્ટીઓ અને આકૃતિઓની વાડીઓ ભરી દીધી છે તેની તોલે આવે એવી પ્રાચીન પ્રતે જાણવામાં નથી. કોતરકામવાળી ઉપસેલી વેલ અને છોડવાઓ કાંતો એક જ શૈલીના બનાવાતા અગર કુદરત ઉપરથી પણ બનાવવામાં આવતા. પશુઓ અને પક્ષીઓનાં ચિત્રો, ખાસ ખુરંગથી રંગેલા રાજહંસ, સફેદ રંગના હાથીઓ, ઘોડાએ, હરણે, વિવિધ જાતનાં
For Private And Personal Use Only