________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈન સત્ય પ્રકાશ પ્રાચીન પુરાવાઓ, લોકોક્તિ અને શિલાલેખ ઉપરથી જણાય છે કે છેક મધ્યકાળ (સત્તરમી સદી) સુધી આ નગર સમૃદ્ધ દશામાં હતું. કહેવાય છે કે આ નગરમાં ૧૪૦ કુવા હતા, અને અનેક જાગીરદારોનાં મકાનો એની શોભામાં વધારે કરતાં હતાં. અત્યારે પણ આ મકાનનાં ખંડેરો માર્ગમાં જોવામાં આવે છે. આ ગામનો નાશ થવાથી એ બધા જાગીરદારો અત્યારે ચાવટન, દુધવા વગેરે ગામોમાં ચાલ્યા ગયા છે; એવી બાતમી એક “માલા” નામના ભીલથી અમે જાણી શક્યા.
ભૂતકાળનાં અનેક જન અને વૈદિક મંદિરોમાંના માત્ર બે જ મંદિર – તે પણ ભગ્ન અવસ્થા માં-બચવા પામ્યાં છે. આમાંનું એક જમીનથી ઘણું ઊચું અને મનોહર છે. બીજું નાનું મંદિર છે. તેની નિર્માણકળા અને મજબુતાઈ જેવા યોગ્ય છે. શ્રી ક્ષમાકલ્યાણની પટ્ટાવલીમાં લખ્યું છે કે – “ ઉદ્ધારણ મંત્રીના પુત્ર કુળધરમંત્રીએ બાડમેરમાં તુરતજજ્ઞાસા (જિન મંદિર) બનાવ્યો હતે.” સંભવ છે તે ઊંચા ટેકરા ઉપર આવેલું આ મેટું મંદિર હોય. તેનો સમય લગભગ વિ. સં. ૧૨૨૩ને છે. વિ. સં. ૧૩પરને તે તેમાં શિલાલેખ પણ છે. આ મંદિરમાં કુલ પાંચ શિલાલેખ છે, જે ઇતિહાસપ્રેમી પૂજય મુનિરાજ શ્રી જયંતવિજયજી મહારાજે ઉતારી લીધા છે. આ બન્ને મંદિરની વિસ્તૃત હકીકતવાળો એક લેખ તેઓ લખવા ધારે છે.
આ મંદિરો ઉપરાંત કેટલાંક જૂનાં કુવા, વાવડી, તળાવ, ખાળ, દરવાજા, કાટ, ભાંગેલાં મકાનો વગેરે પણ આ નગરની પ્રાચીનતા બતાવે છે. કહેવાય છે કે “કિરાડ (જેને સંસ્કૃતમાં પહેલાં “કિરાતકૂપ ” કહેતા હતા તે) અને બાડમેર (“જૂના” ). લગોલગ વસેલાં હતાં. આસપાસમોનાં તૂટેલાં મકાનો ઉપરથી ક૯પી શકાય છે કે લગભગ સે એક વર્ષ પહેલાં પણ આ સ્થળ લેકેથી આબાદ હતું. ધીરે ધીરે આ વસ્તી પણ પહાડની બહાર “પતરાસર ” વગેરે ગામોમાં જઈ વસી. જૂનાની” પાસે એક “નવાજુના” નામનું ગામડું છે. “જૂતા ”માંથી નીકળેલા લેકે આ સ્થળે વસ્યા એટલે તેનું “નવા જૂતા ” નામ પડયું. “ જૂના” અત્યારે સાવ વેરાન હાલતમાં છે.
(અપૂર્ણ)
સુધારો
આ માસિકના ગયા આઠમા-અંકમાં “શ્રી ચંપાપુરી મહિમા”ના લેખમાં “આગમ સાર સંગ્રહ” ગ્રંથના આધારે શ્રી વાસુપૂજ્ય ભગવાનનાં યવન, જન્મ અને દીક્ષા કલ્યાણકોની તિથિઓ આ પ્રમાણે આપેલ છે. (૧) વન-જેઠ સુદ ૬, (ર) જન્મ-કાર્તિક વદ ૧૪ અને (૩) દીક્ષા ફાગણ સુદ ૧૫. ૫રંતુ “સતિશતક સ્થાનક પ્રકરણ” વગેરે પુસ્તકમાં તે તિથિએ નીચે પ્રમાણે આપેલી હોવાથી એ પ્રમાણે સુધારે કરી લે. (૧) યાત-જેઠ સુદ ૯, (૨) જન્મ-મહા વદ ૧ અને () દીક્ષા મહા વદ ૦))
(આ સુધારેલી તિથિઓ ગુજરાતી મહિના પ્રમાણે સમજવી)
For Private And Personal Use Only