SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૯૯૩ આહડમેરુ હતા, એમ “પ્રબંધ ચિંતામણિ” વગેરે ગ્રંથેથી જાણી શકાય છે. કાઈ બાહેડ”ના નામથી આ ગામ વસ્યું હશે. Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૯૭ આ અથવા ખા બાડમેરુ કયારે વસ્યું તે સબંધી માહિતી પણ મતે મળી નથી. છતાં તપાસ કરતાં જણાય છે કે બારમી સદીમાં તે। આ નામનું નગર હૈયાત હતું જ. આ વાત નિમ્ન કેટલાંક પ્રમાણાથી સાબિત થઈ શકે એમ છેઃ— (૧) વિધિપક્ષ (અંચલગચ્છ) ની મેડી પટ્ટાવલી જે ગુજરાતીમાં છપાએલ છે તેમાં લખ્યું છે કે-“શ્રીજયપ્રભસૂરિજીએ વિ. સ. ૧૦૦૭ માં ભિન્નમાલમાં પરમાર વંશના રાઉત સામકરણજીને, તેના વંશજો સહિત, પ્રતિાધી જૈન બનાવ્ય, વિ, સ, ૧૧૧૧ માં મુગલોએ આ ભિન્નમાલના નાશ કર્યાં ત્યારે તેના (સેમકરણના) વંશના ૨.ય‘ગાંગા” ભિન્નમાલથી નાસીને બાડમેર ગયા. ત્યાં પરમાર વંશને દેવડ રાજા હતેા. ’–(પૃ. ૨૦૪) (૨) ઉદ્ધરણ નામનેા એક મત્રી વિક્રમની તેરમી સદીમાં થઈ ગયા. તે જૈનધમ પાળનારા હતા. તેના પુત્ર કુળધરે” બાડમેરુમાં ૩તુંìરળ નામનું. જૈનમ ંદિર બનાવ્યાનો ઉલ્લેખ શ્રીક્ષમાકલ્યાણકૃત ખરતરગચ્છતી પટ્ટાવલીમાં મળે છે, ૧ આ ઉલ્લેખે એટલું તે। નિશ્ચિત કરે છે કે બાડમેરુ વિ. સ. ૧૯૧૧ પહેલાં વસ્યું હતું. પ્રાચીન માહડમેરની હાલત: અત્યારનું બાડમેર કે જ્યાં જોધપુર સ્ટેટના હાકીમ રડે છે, તેનાથી ખાર-ચૌદ માઈલ દૂર નૈઋત્ય ખુણામાં એ પ્રાચીન ગામ વસેલું હતું. સિંધ હૈદરાબ!દ રેલ્વેના જસાઈ (Jasai) સ્ટેશનથી લગભગ ચાર માઈલતી દૂરી પર આ ગામ વસેલું હતું. સાલકીએ ની આબાદીના કાળમાં આ નગર ઉન્નત દશામાં હતું, અને વીરતા, ધનિકતા અને દયા માટે દૂરદૂર સુધી પ્રખ્યાત થયું હતું. ત્યાં અનેક જૈત અને વૈદિક મદિરા હતાં, પાઠશાળાઓ અને બીજી પરેાપકારી સસ્થાએ ખાડમેરની કીર્તિમાં વધારા કરતી હતી. અનેક જૈનાચાર્યો અને શ્રીમન્ત શ્રાવકેથી એકતિહાસ ઉજજવળ બનેલે છે, પણ કાળાંતરે એની પડતી થઈ અને અત્યારે તેને લેકા જાહા” નામથી ઓળખે છે. નકશામાં પણ એના જૂના” તરીકે ઉલ્લેખ છે. પ્રાચીન કાળની પાતાની અનેક ભવ્યતાએાને પોતાના પેટાળમાં સમાવી દઇને ખ્રસ્ત દશામાં પડેલા આ નગરને જોવાની અમારી અભિલાષા થઈ. એટલે ઈતિહાસના વિષયમાં રસ લેતા વિદ્ર' પૂજ્ય જયવિજયજી મહારાજ તથા શ્રીમાન વિશાળવિજયજી મહારાજની સાથે હું તા. ૬-૩-૩૭ના દિવસે “જસાઇ”થી “ જૂના ” ગયા. કુદરત માતાએ ઘડેલી પહાડની ઊંચી ઊંચી દીવાલેા આ નગરના કિલ્લાનું કામ કરે છે, પ્રવેશ કરતાં પ્રાર`ભમાં જ્યાં ઉંચાઈ આવે છે ત્યાં પત્થરતા કાટ ખનેલેા છે. કહેવાય છે કે આ કાટને ચારે બાજીને ધેરાવેા દશ માઇલતે છે. ગમે તેવા બળવાન શત્રુ પણ સહેલાઇથી પ્રવેશ ન કરી શકે એવી સુરિક્ષિત જગ્યાએ આ નગર વસેલુ' હતું. For Private And Personal Use Only १. उद्धरणमंत्री सकुटुम्बः खरतरगच्छीय श्रावकश्च बभूव । तस्य व कुलधरनामा पुत्रो जातः, येन बाडमेरुनगरे उत्तुंगतोरणप्रासाद: कारित: । ખતર ગચ્છની અપ્રકાશિત પાવલી, પૃ. ૧૨.
SR No.521520
Book TitleJain Satyaprakash 1937 04 SrNo 21
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1937
Total Pages44
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy