________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બાડમેર
મારવાડનું એક પ્રાચીન નગર સંસારની દરેક વસ્તુ
ઉપર સમયનો પ્રભાવ પડે જ છે આજે કલકલ નાદથી ગાજતું શહેર કાલેઉજજડ વેરાન બનીને
રમશાન જેવું થઈ જાય છે. લેખક
જ્યાં માનવીનો અવાજ સરખો મુનિરાજ શ્રી હિમાંશવિજયજી,
પણ સાંભળવો મુશ્કેલ હોય ન્યાય-કાવ્યતીર્થ
તેવું નિર્જન એકાંત વન, શહેર
બની જાય છે. પૂર્વ દેશની રાજધાની સમી રાજગૃહી, ચંપાપુરી, તક્ષશિલા વગેરે નગરીઓ આ વાતના બેલતા પુરાવા રૂપ છે. અહીં આપણે આવી જ – જેનો ભૂતકાળ અનેક ભવ્યતાથી ભરેલો છે – એક નગરીનો પરિચય કરીશું.
કરાંચીને શ્રી જૈન સંઘની વિનંતીથી, પૂજ્યપાદ શ્રી વિદ્યાવિજયજી મહારાજ આદિની સાથે કરાચી તરફ વિહાર કરતાં અમે તા. ૨૮-૨-૩ ના દિવસે બાડમેર (Barmer) પહોંચ્યા. આ બાડમેર જોધપુર રાજ્યનું એક મોટું ગામ છે. તે જોધપુરથી સિંધ હૈદરાબાદ જતી (જે. આર.) રેવેનું સ્ટેશન છે. અહીં આવ્યા પછી અમારા જાણવામાં આવ્યું કે ઘણાં વર્ષો પહેલાં, આ બાડમેરથી લગભગ ૧૪ માઈલની દૂરીપર, બાડમેર” નામનું એક મોટું અને અતિ સમૃદ્ધ શહેર હતું. તે શહેરનો નાશ થયા પછી એ જ (બાડમેર) નામનું નવું ગામ વસાવવામાં આવ્યું હતું. એતિહાસિક સાધનોના આધારે આ “બાહડમેર” શહેરની વિશેષતા મને જણાઈ અને સાથે સાથે આ ગામની સાથે સૌરાષ્ટ્ર તેમજ ગુજરાતને પણ સારો સંબંધ હતો એમ જણાયું, એટલે મારું મન તે પ્રાચીન શહેર તથા વર્તમાન બાડમેર સંબંધી લખવા પ્રેરાયું. પ્રાચીનતાના પુરાવા
નામ – બાડમેરનું નામ પ્રાચીન શિલાલેખો, પટ્ટાવલીઓ અને બીજા પુસ્તકમાં “બાડમેર” કે “બાડમેર નગર” તરીકે જોવામાં આવે છે. આનું નામ “બાહડમેર” શા ઉપરથી પડ્યું તે સંબંધી ઐતિહાસિક પ્રમાણ મને મળ્યું નથી. પણ “બાહડ” એ પ્રાકૃત શબ્દ છે અને તેને સંસ્કૃત ભાષામાં “વાગભટ” અર્થ થાય છે, અને “મેરુ ” શબ્દ તે નગર અથવા ગામની સાથે લગાડવામાં આવે છે કે જે નગર અથવા ગામ પર્વતે થી ઘેરાયેલું-પર્વતની વચમાં હોય, પર્વતની ટેકરી ઉપર હોય અથવા તે પર્વતની તળેટીમાં બેસેલું હોય. એટલે આને કોઈને કોઈ પ્રકારનો સંબંધ વાગભટની સાથે હેવો જોઈએ એમ લાગે છે. જે વાગભટના નામ ઉપરથી આ ગામ વસ્યાનું આપણને જણાય છે તે વાગભટ સંબંધી કશી માહિતી આપણને મળતી નથી. ગુજરાતના સોલંકી રાજાના એક મંત્રીનું નામ વાટ હતું જે ઉદયન મંત્રીનો પુત્ર થતો હતો. અજમેર અને મારવાડના બીજા રાજાઓને જીતવામાં તેણે ઘણો સારો ફાળો આપ્યો
૧. જુઓ વાગભટ્ટાલંકાર, હેમચંદ્રનું પ્રાકૃત વ્યાકરણ વગરે.
For Private And Personal Use Only