________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૪૩૪
શ્રી જૈન સત્ય પ્રકાશ
ફાગણ
तवा विशेषाः " અત્યન્ત વ્યાવૃત્તિ મુદ્ધિ યાને પરસ્પર પૃથકપણાની બુદ્ધિના હેતુ સ્વરૂપે જે હાય તે વિશેષ કહેવાય છે. અહીં વિચારવું જોઈ એ કે, વિશેષોમાં વિશેષ બુદ્ધિ સ્વયં થાય છે કે અપર વિશેષેારા, જો અપર વિશેષ દ્વારા માનીએ તે અનવસ્થા આવે છે, અને સ્વયં માનીએ તે દ્રવ્યમાં પણ સ્વયં વિશેષ બુદ્ધિ કેમ ન થઈ શકે ? આવી રીતે વિશેષ પણ ઉડી જાય છે. હા, સામાન્ય-વિશેષાત્મક ઉભય સ્વરૂપ વસ્તુ માનવામાં કોઇ પ્રકારના વાંધા નથી, એટલે દ્રશ્ય એક જ પદાર્થના સ્વરૂપમાં સામાન્ય વિશેષ તેના પર્યાય છે, ભિન્ન નથી. હવે સમવાય નામના છઠ્ઠા પદ્માતા વિચાર કરતાં તે પણ સાબિત થઈ શકતા નથી. તેનું સ્વરૂપ વૈશેષિકા નીચે પ્રમાણે કરે છેઃ—
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(4
" अयुतसिद्धानामाधाराधेयभूतानां य इह प्रत्यय हेतुः स समवायः ।
,,
અ:— હમેશા ભેગા રહેનાર આધાર, આધેય ભૂત પદામાં જે ‘અહી” એવા જ્ઞાનનેા હેતુ તે સમવાય કહેવાય છે. તે એક અને નિત્ય છે. વિચાર કરીએ તે આ વાત પણ હવાઇ તરંગમાં મળી જાય છે, કેમકે સમવાય સમ્બન્ધ એક અને નિત્ય હાય તે પછી તેના સમ્બન્ધીએ પણ એક અને નિત્ય થઈ જવા જોઈએ અને સમ્બન્ધી અનિત્ય હાય । સમવાય પણ અનિત્ય સિદ્ધ થાય, કેમકે સમ્બન્ધ અને સમ્બન્ધી એવી રીતે જોડાએલા છે કે એકની નિત્યતામાં ખીજાની નિત્યતા અને એકની અનિત્યતામાં ખીજાતી અનિત્યતા માનવી ΟΥ પડે. વળી સમવાય એ એક પ્રકારના સમ્બન્ધ છે, અને દ્વિનિષ્ઠ હાવાથી બન્નેની, દંડ અને દંડની જેમ, ભિન્નતામાં સિદ્ધ થઇ શકે તેા પછી અયુતસિદ્ધ અભિન્નમાં સમ્બન્ધ કેવી રીતે માની શકાય ? મતલબ કે સમવાય પણ એક કલ્પિત વસ્તુ છે. એવી રીતે છ પદાર્થ ઉડી જાય છે. અને માત્ર એક દ્રવ્ય કાયમ રહે છે. દ્રવ્ય પણ જે નવ માનેલ છે, તે પણ ઉડી જાય છે, અને માત્ર ચાર જ કાયમ રહે છે. આમ સર્વજ્ઞ ભગવત મહાવીર મહારાજના તત્ત્વજ્ઞાન સિવાયનું અન્ય તત્ત્વજ્ઞાન અંધ બેસતું તત્ત્વજ્ઞાન નથી. આ જ કારણથી ચૌદ વિદ્યાના જાણુ શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ ક્રમાવે છે કે,
पक्षपातो न मे वीरे, न द्वेषः कपिलादिषु । યુત્તિમાત્રનું ચક્ષ્ય, તત્ત્વ હ્રાય: પરિશ્ર્વદઃ ॥ ? ॥
અ:— પ્રભુ મહાવીર ઉપર મારે પક્ષપાત નથી તેમ કપિલ આદિ ઋષિએ પર મને દ્વેષ નથી, જેમનું યુક્તિવાળું વચન હાય તેનું ગ્રહણ વ્યાજખી છે. મતલબ કે જન્મથી બ્રાહ્મણ હેાવા છતાં પરમાત્મા મહાવીરદેવનાં યુક્તિયુક્ત વચનાએ મને તેમને ઉપાસક બનાવ્યો છે. પ્રભુ શ્રી મહાવીરદેવના વચનાની યુક્તિયુક્તતા એટલી પ્રબળ છે કે તેથી ગૌતમસ્વામી આદિ જેવા પેાતાની જાતને સર્વજ્ઞ માનનારા એકાદશ પ્રખર વિદ્વાના પણ મુગ્ધ થયા હતા અને તુરત જ સેવકભાવ સ્વીકારી પ્રભુના હાથે જ તેમણે દીક્ષા લીધી હતી.
(અપૂર્ણ )
For Private And Personal Use Only