________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૩
પ્રભુ શ્રી મહાવીરનું તત્વજ્ઞાન વિજ્ઞાન, અને કાર્ય એમ ત્રણેને ભેદ હોવાથી નરસિંહ, એક જુદી જ જાતી મનાય. તેમ સામાન્ય વિશેષાત્મક વસ્તુ છે ત્યાં પૃથ્વીત્વના વેગથી પૃથ્વી થાય છે, એમ કહેવું સર્વથા અનુચિત છે. રૂપ, રસ, ગધ, સ્પર્શ રૂપી દ્રવ્યમાં રહેનાર હોવાથી, વિશેષ ગુણ છે, અને સંખ્યા, પરિમાણ, પૃથકત્વ, સંગ, વિભાગ, પરવાપરત્વ એ સર્વ દ્રવ્યવૃત્તિ હોવાથી સામાન્ય ગુણ છે. વળી બુદ્ધિ, સુખ, દુઃખ, ઈચ્છી, દ્વેષ, પ્રયત્ન, ધર્માધમ અને સંસ્કાર; એ આત્માના ગુણ છે. ગુરુત્વ પૃથ્વી પાણીનો ગુણ છે. પૃથ્વી, પાણી અને તેજ એ ત્રણમાં દ્રવત્વ રહે છે. સ્નેહ પાણીમાં રહે છે. વેગ મૂર્ત દ્રવ્યમાં રહે છે, અને શબ્દ આકાશને ગુણ છે. ત્યાં સંખ્યાદિ સામાન્ય ગુણો રૂપાદિની જેમ દ્રવ્યના સ્વભાવરૂપ નથી, કિન્તુ ઉપાધિ સ્વરૂપ છે. માટે તેઓ ગુણ નથી થઈ શકતા. અને કદાચ ગુણ માની લે તો પણ તે પૃથફ તત્વ ન થઈ શકે, કારણ કે દ્રવ્યથી ભિન્ન એવા જુદા તસ્વરૂપે ગુણો સિદ્ધ થઈ શકતા નથી, એટલે ગુણ નામને બીજે પદાર્થ ઉડી જાય છે. અને શબ્દ પુકલ હોવાથી અમૂર્ત આકાશનો ગુણ જ નથી થઈ શકત. વળી ક્રિયા પણુ ગુણની જેમ દ્રવ્યગત ધર્મ હોવાથી દ્રવ્યથી ભિન્ન સિદ્ધ નથી થઈ શકતી, તેથી કર્મ નામનો ત્રીજો પદાર્થ પણ સાબિત થતું નથી. ચોથો પદાર્થ વૈશેષિકાએ સામાન્ય માને છે. જેનું બીજું નામ સત્તા છે. તેનું લક્ષણ નીચે મુજબ છેઃ
“ચત દ્રવ્ય કાર્યકુ તિતિ પ્રતીતિઃ સા સત્તા'' અર્થ– જેથી દ્રવ્ય, ગુણ અને કર્મમાં સત એવી પ્રતીતિ થાય, તે સત્તા નામનો પદાર્થ છે, અને એ ત્રણમાં રહેનારી સત્તાને પરસત્તા કહેવાય છે. દ્રવ્યમાં, ગુણમાં અને કર્મમાં ભિન્ન ભિન્ન રહેલું દ્રવ્યત્વ, ગુણત્વ અને કર્મત્વને અપરસત્તા કહે છે. અહીં વિચારવાનું એ જ છે કે, સત્તામાં સત એવો ભાસ બીજી સત્તા દ્વારા થાય છે કે સ્વયં થઈ જાય છે. જે બીજી સત્તા દ્વારા થાય છે એમ વૈશેષિકે માને તે પછી બીજી સત્તામાં સત્ એવો ભાસ ત્રીજી સત્તાથી અને ત્રીજી સત્તામાં ચોથી સત્તાથી, એમ માનતાં અનવસ્થા નામનું દૂપણ આવશે, અને સ્વયં સત એવો ભાસ સત્તામાં માને તો તે પછી દ્રવ્ય, ગુણ, કર્મમાં પણ સ્વયં માની શકાશે, એટલે સત્તા માનવાની જરૂર નહિ પડે. વળી દ્રવ્યાદિ પદાર્થ સ્વરૂપે છે, તેમાં સત્તા સત એવો ભાસ કરે છે, કે અસત્ સ્વરૂપે છે તેમાં ? જે સત સ્વરૂપે છે, તેમાં ભાસ કરે છે એમ કહેશે તો પછી સત્તા બિચારી રાંકડીએ શું કર્યું ? કેમકે તે પદાર્થ તે સ્વયં સસ્વરૂપે જ હતા, અને જે અસત્ સ્વરૂપમાં સત્તા સત એવું ભાન કરાવે તો પછી શશશૃંગ, ગર્લંભશૃંગ આદિનો કેમ ભાસ નથી કરાવતી ? એટલા માટે જ પૂર્વ પુરૂષોએ કહ્યું છે કે –
स्वतोऽर्थाः सन्तु सत्तावत् , सत्तया किं सदात्मनाम् ।।
असदात्मसु नैषा स्यात् , सर्वथाऽतिप्रसङ्गतः ॥ અર્થ – અર્થો સ્વયં વિદ્યમાન છે, તે પછી સત્તા શું કરે છે, અને અર્થે સ્વયં વિદ્યમાન નથી તો પછી અતિપ્રસંગના કારણે સત્તા નકામી છે. આથી સિદ્ધ થયું કે, સામાન્ય – સત્તા-નામને પદાર્થ પણ મનઃકલ્પિત છે. હવે વિશેષ નામના પાંચમાં પદાર્થને વિચાર કરીએ તો તે પણ ટકી શકતા નથી. “અત્યન્તશાકૃત્તિવૃદ્ધિ
For Private And Personal Use Only