SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈન સત્ય પ્રકાશ ફાગણ ખીલજીએ શૌરિપુર ભાંગ્યું ત્યારે જૈન તથા આહિરોની વસ્તી અહીં સારી સંખ્યામાં હતી (આર્કિયોલેજિકલ સર્વે રિપટ, ૦ ૪, પૃ. ૨૦૦ ). શ્રી હીરસૌભાગ્ય કાવ્ય સ્વોપત્તિ, વિજયપ્રશસ્તિ કાવ્યવૃત્તિ, તપાગચ્છ પટ્ટાવલીઓ (પટ્ટાવલી સમુચ્ચય ), શ્રી હીરસૂરિરાસ, કૃપારસોશ, વિજયદેવમાહામ્ય તથા સૂરીશ્વર અને સમ્રાટ્ર વગેરેમાં ઉલ્લેખ છે કે – જગદગુરુ શ્રી હીરવિજયસૂરિએ સં. ૧૬૩૯ માં મેગલ સમ્રાષ્ટ્ર અકબરને પ્રતિબધી આગ્રામાં ચોમાસું કર્યું હતું. ૪. આગ્રામાં સં. ૧૬૪૦ માં શા માનસિંઘ અને કલ્યાણમલે (બે ભાઈઓએ) શ્રી ચિન્તામણિ પાર્શ્વનાથનું મંદિર બનાવી શ્રી હીરવિજયસૂરિના હાથે તેની પ્રતિષ્ઠા કરાવી હતી. આ સ્થાન તીર્થ તરીકે પ્રખ્યાત છે. આ સાથે શ્રીવાસુપૂજ્ય સ્વામીનું મંદિર પણ પ્રાચીન છે. પરંતુ તે સંબંધી શિલાલેખી પ્રમાણે ઉપલબ્ધ થયાં નથી. નદી પાર બે મંદિર હતાં, જે જીર્ણ થવાથી તેની મૂર્તિઓ શ્રી ચિન્તામણિજીના મંદિરમાં આવી ગયેલ છે. તેમાંનું એક મંદિર સં. ૧૬૬૭માં ઉ૦ વિવેકહર્ષગણિના ઉપદેશથી સં૦ ચંદ્રપાલે કરાવ્યું હતું. સં. ૧૬૪૧ માં શા થાનસિંઘે ફત્તેપુર (સિક્રી ) માં જગદગુરુ શ્રી હીરવિજયસૂરિના હાથે મંદિરની પ્રતિષ્ઠા કરી હતી. આ મંદિર પણ હાલ ત્યાં નથી રહ્યું. એની પ્રતિમાઓ શ્રી ચિન્તામણિજીના મંદિરમાં આવી ગયેલ છે. કેટલીક ખંડિત મૂર્તિઓ ફતેપુર, ગુડમંડી વગેરે સ્થાનમાંથી મળી આવે છે. એક કાઉસગ્ગીયાની પાંચ ફૂટ ઉંચી મૂર્તિ આગ્રા ફતેપુરની મોટર સડક પર ગુડમંડીથી દૂર નહેર પાસે જ ઉભી રાખેલ દૃષ્ટિગોચર થાય છે. સં. ૧૬૬૪ કે ૧૬૬૮ માં શા હિરાચંદ નિહાલચંદે સિમંધર સ્વામીનું મંદિર બનાવ્યું હતું, અને તેની શ્રી જિનચંદ્રસૂરિએ પ્રતિષ્ઠા કરી હતી. તથા હીરાનંદબાગ બનાવ્યો હતો, જેમાં હાલ ઉ૦ શ્રી વીરવિજયજી પ્રતિષ્ઠિત જિનકુશલસૂરિજીની પાદુકા છે. ત્યાં શા હીરાનંદજીએ પુષ્કરણ કરાવી હતી એમ શ્રી ચિન્તામણિજીના મંદિરમાં સુરક્ષિત શિલાલેખથી સાબીત થાય છે. આ બાગ બેપરવાઈને કારણે જૈનોના કબજામાંથી જ રહ્યો છે. દીલ્હીમાં પણ તેમના નામની હીરાનંદગલ્લી મોજુદ છે. આ બાગની પાસે જ શેઠને બાગ છે. અહીં વચમાં સરિ–મંદિર છે. જેમાં સામે દિવાલના ગેખમાં પં. શ્રી કુશલવિજય ગણું પ્રતિષ્ઠિત પ્રાચીન તથા સ્તૂપર અર્વાચીન જગદ્ગુરૂ શ્રી હીરવિજયસૂરિની ચરણ પાદુકાઓ છે. મણિભદ્રનું શ્રીમહાવીરસ્વામીનું જિનાલય છે. આગ્રામાં સં. ૧૬૭૧ માં સંઘપતિ કુરપાલ સેનપાલે મોટી પ્રતિષ્ઠા કરાવી હતી. તેનું મંદિર પણ નદી પાર હશે એમ સંભવે છે. તેની મૂર્તિઓ હાલ આગ્રામાં ચિન્તામણિજીના મંદિરમાં છે. લખનૌમાં તપગચ્છના મોટા મંદિરમાં, સિમંધરસ્વામીના મંદિરમાં તથા સુબાહુ ભગવાનના મંદિરમાં પણ તેમની પ્રતિષ્ઠિત પ્રતિમાઓ છે. For Private And Personal Use Only
SR No.521519
Book TitleJain Satyaprakash 1937 03 SrNo 20
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1937
Total Pages46
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy