________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૯૩
શેરિપુર તીર્થ એ તીર્થ ભૂમિઓને ઉદ્ધાર કર્યો. ૩
આ આચાર્યના સમય સુધી જિનમૂતિઓમાં નગ્નતા કે વસ્ત્રોને ભેદ ન હતો. શ્રી વિમલચંદ્રસૂરિની પ્રતિષ્ઠિત મૂતિઓ પૈકીની શ્રી શીતલનાથજીની પ્રતિમા હાલ પણ આગરાના-જૈન વેતાંબર મંદિરમાં બિરાજમાન છે, અને તે વેતાંબર વિધિથી પૂજાય છે. તેને
તાંબર, દિગંબર, સ્થાનકવાસી જૈન એવં જૈનેતર લોકસમુહ સપ્રેમ ઉપાસે છે. એની સ્થાન-પ્રતિષ્ઠા વિ. સં. ૧૮૧૦માં જગદ્ગુરુ શ્રી હીરવિજયસૂરિજીના સંતાનીય પં. કુશલવિજયગણીએ કરેલ છે. એને શિલાલેખ પણ ત્યાં લગાવેલ છે.
- સં સેહિલે શરિપુરનો સંઘ કાઢયો હતો, જેની સાથે અનેક સાધુ-સાધ્વીઓ પણ હશે, તેમણે ભ. નેમિનાથજીની પ્રતિમા ભરાવી રાખી હતી. સંભવ છે કે કોઈ આકસ્મિક કારણે તેની અંજનશલાકા થઈ નહીં હોય. તેમને સમય સં. ૧૬૧૩ ને કલ્પી શકાય છે. (હીરસૌભાગ્યવૃત્તિ )
સલક્ષણ મંત્રીને શિવાલય પહેલાં અહીં જિનાલય હતાં. કાર્લાઇલની શોધ પ્રમાણે અહીં વિ. સં. ૧૦૮૪ વગેરેની જિનમૂર્તિઓ હેવાનું સિદ્ધ થાય છે. અલ્લાઉદ્દીન
૩. A પ્રાચીન પદાવલીઓના આધારે પૂર્વ દેશમાં તથા સૂરશેનમાં અનેક આચાર્યો યાત્રાએ આવ્યાના ઉલ્લેખ મળે છે.
શ્રીયશોદેવસૂરિ–પ્રદ્યુમ્નસૂરિએ પૂર્વ દેશમાં વિચરી સાતવાર શ્રી સમ્મતશિખરજીની યાત્રા કરી છે. તથા ૧૧ જ્ઞાનભંડારો કરેલ છે, તેમને સત્તાસમય વિક્રમની નવમી સદીને પૂર્વાર્ધ છે.
શ્રી વિમલચંદ્રસૂરિએ પૂર્વે દેશમાં પધારી મથુરાની યાત્રા કરી ગ્વાલીયરમાં વાદમાં જય પામી નૃપસત્કાર પ્રાપ્ત કરેલ છે. તેઓ વિ. સં. ૯૯૧ માં સ્વર્ગે પધાર્યા.
તેમના જ શ્રીઉદ્યોતનસૂરિ પૂર્વદેશમાં ઘણું વિચાર્યા હતા. તેમણે શ્રી શિખરજીની પાંચ યાત્રાઓ કરી હતી, અને વિ૦ ૦ ૯૯૪માં આઠ મુનિવરોને સૂરિપદ સમપ બૃહગચ્છની સ્થાપના કરી હતી. - B. બદીયા જ્ઞાતિના ઈતિહાસ પત્રમાં પાઠ છે કે – શ્રીયશોભદ્રસૂરિના ગુબધુ શ્રીનેમિચંદ્રસૂરિજીએ પણ સ. ૧૧૦૨માં પૂર્વ તરફ વિચરી મથુરા વગેરે તીર્થોની યાત્રા કરી હતી.
c. શ્રી દેવેન્દ્રસૂરિમહારાજ વૃન્દાવૃત્તિની એક કથામાં શ્રી શિખરજી પર જિનાલય અને જિનમતિ હોવાનું પ્રમાણ આપે છે. એટલે ત્યાના જળમંદિર વગેરેની સ્થાપના અતિ પ્રાચીન સિદ્ધ થાય છે.
D. આત્માનંદ ( હીંદી), મે, સન્ ૧૯૩૩ના અંકમાં કુંભારિયા યાત્રા શિલાલેખ શીર્ષક લેખમાં એક દેવકુલિકાના દરવાજાને લેખ આપે છે. તે પરથી ઈતિહાસ મળે છે કે-શરણદેવના પુત્ર વીરચંદ્ર સ્વભ્રાતા, પુત્ર, પૌત્ર આદિ પરિવાર સાથે સં. ૧૩૪૫માં શ્રી પરમાણંદસૂરિના ઉપદેશથી શ્રી સમેતશિખર તીર્થ પર મુખ્ય પ્રતિષ્ઠા કરી હતી.
E. શ્રી સોમસુંદરસૂરિ પૂર્વમાં પધાર્યા હતા. તેમનું સં. ૧૫૯૧માં વાલિયરમાં સ્વર્ગગમન થએલ છે. (પદ્દાવલી)
For Private And Personal Use Only