________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જન સત્ય પ્રકાશ.
ફાગણ ભદ્વારાણથી સમુદ્રવિજય વગેરે ૧૦ પુત્ર તથા કુંતી અને માદ્રી એમ બે પુત્રીઓ જન્મી. વીરને પુત્ર ભેજવૃષ્ણિ થયે અને તેને પુત્ર ઉગ્રસેન થે. ઉગ્રસેનને બંધુ, સુબળ્યું, કંસ વગેરે પુત્ર થયા.” - ત્રિષષ્ટિશલાકા પુરુષચરિત્ર, શ્રીનેમિનાથચરિત્ર, પાંડવચરિત્ર (પ, ગઘ.) જૈનમતવૃક્ષ વગેરેમાં પણ રાજા શૌરિએ શૌરિપુર વસાવ્યાના ઉલ્લેખો છે. વિશેષમાં એમ પણ કહે છે કે – શૌરિપુરમાં સમુદ્રવિજય રાજા હતા અને મથુરામાં કંસ રાજા હતા. કૃષ્ણ વાસુદેવે કંસને મારી મથુરામાં ગાદીનશીન થયા હતા. ત્યારબાદ જરાસંધના ભયથી પશ્ચિમમાં જવાનું નક્કી થતાં બન્ને રાજાઓ તથા યાદવોએ સૌરાષ્ટ્ર તરફ પ્રયાણ કર્યું હતું.
- જૈન સાહિત્યમાં શૌરિપુર સંબંધી આ વિસ્તૃત વર્ણન મલવાનું મુખ્ય કારણ એ છે કે જૈને આ સ્થાનને પવિત્ર તીર્થ માને છે.
તીર્થકરોના ચવન, જન્મ, દીક્ષા, જ્ઞાનપ્રાપ્તિ તથા નિર્વાણપ્રાપ્તિનાં સ્થાને જૈન તીર્થ તરીકે પૂજાય છે. આ સ્થાન પણ બાવીસમા તીર્થંકર પ્રભુ શ્રી નેમિનાથની જન્મભૂમિરૂપે જૈન સાહિત્યમાં આલેખાયેલ છે.
શ્રી સમવાયાંગ સૂત્ર, શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર, આવશ્યક નિયુક્ત, શ્રી કલ્પસૂત્ર, ત્રિષ્ટિશલાકાપુરૂષચરિત્ર, પ્રવચનસારોદ્ધાર, પ્રકાશ, શ્રી નેમિનાથચરિત્ર, પાંડવચરિત્ર, જૈન મહાભારત, પ્રાચીન તીર્થ રાસાઓ, જૈન તીર્થ યાત્રા-પુસ્તક ઈત્યાદિ અનેક ગ્રંથના કથન પ્રમાણે બાવીસમા તીર્થંકર શ્રી નેમિનાથ ભગવાનને શૌરીપુરમાં જન્મ થયો છે. તેથી જેનો તેને પિતાના આત્મતારણ માટે પ્રવિત્ર ભૂમિ તરીકે સ્વીકારે છે, માને છે અને ભક્તિભાવે પૂજે છે.
પ્રાચીન કાળમાં આ તરફ ઘણું જૈનો હતા, પણ ઈંગ રાજા પુષ્યમિત્રની ધર્માધતાથી તથા શ્રીમત શંકરાચાર્યના હુમલાથી જેનેને પિતાને વહાલે દેશ છોડી પરદેશ ખેડવો પડશે. બૌદ્ધોની પણ આ જ વલે થઈ હતી. તેઓ તે મૂર્તિઓ છોડી ભાગી ગયા. જેનોએ મંદિર ખાલી કરી પિતાના ઈષ્ટદેવને સાથે લીધા અને મારવાડમાં જઈ નિવાસ કર્યો. શ્રીમદ્ શંકરાચાર્યે શેષ રહેલ જૈનેને ધર્મભ્રષ્ટ કર્યા (હજારીબાગ જીલ્લાની સરાક જાતિ આ ધર્મસંકરતામાંથી ઉત્પન્ન થયેલ છે), જિનાલયોમાં વેદશાળાઓ સ્થાપી તથા જિનમૂતિઓને તેડી ફેંકી દીધી.
જૈનાચાર્યોએ તુરત તે આ બધું જતું કર્યું. પણ એક-બે સદી વીત્યા પછી પુનઃ ત્યાં તીર્થસ્થાપના કરી. ત્યારથી અત્યાર સુધી, પૂર્વના દરેક તીર્થો વેતાંબર શ્રમણોપાસકના અધિકારમાં છે.
આ ધમધતાના જુવાળમાંથી શૌરીપુર પણ કઈ રીતે બચ્યું હોય? પણ શ્રી પ્રદ્યુમ્નસૂરિ, શ્રી બપ્પભદ્રિસૂરિ પ્રમુખ જૈનાચાર્યોએ પુનઃ મથુરાજી તથા શૌરિપુરની
૨. પ્રસિદ્ધ આચાર્ય બમ્પટ્ટિસૂરિએ ગ્વાલિયરમાં અનેક ચોમાસાં કરેલ છે, તથા આમરાજાને પ્રતિબધેલ છે. તેમનું સ્વર્ગગમન વિ. સ. ૮૯૫ માં થએલ છે.
For Private And Personal Use Only