________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૫૯
૧૯૯૩
શેરિપુર તીર્થ ત્યારબાદ શ્રી શૌરિપુરની યાત્રા કરી ભગવાન શ્રી નેમિનાથના જન્મસ્થાનના મંદિરમાં શ્રી હીર-સિંહ વિમલ ગણિના પિતામહ સંધપતિ સોહિલે કરાવેલ પુરાણું બે જિન મૂર્તિઓ તથા જિન પાદુકાની અંજનશલાકા અને પ્રતિષ્ઠા કરી હતી તથા પશ્ચિમ તરફ વિહાર કરતાં મથુરાના પર૭ સ્તૂપની પણ યાત્રા કરી હતી.
શ્રી હીરવિજયસૂરીશ્વરજીએ આ વિહારમાં બે વાર નદી પાર કરી શાડીપુરને રસ્તે જન્મ ભૂમિમાં જઈ ભ૦ નેમિનાથજીની યાત્રા કરી મૂલ શૌરિપુરમાં વાસ કરી ત્યાંના ક્ષત્રિયોને પ્રતિબોધ્યા હતા. ત્યારબાદ રાજા બદનસિંહે યમુના ઘાટ તથા શિવાલય બંધાવ્યાં હતાં, (તથા બટેશ્વર વસાવ્યું હતું). પછી તે અહીં સેંકડો શિવાલય બની ચૂક્યાં છે. વચમાં એક જિનાલય પણ ઉભું છે.
સં. ૧૬૬૭ લગભગમાં શ્રી વિજયસેનસૂરિના શિષ્ય ઉ૦ શ્રી વિવેકહર્ષગણી વગેરે શૌરિપુરની યાત્રાએ પધાર્યા હતા. (જેની પ્રતિષ્ઠિત જિનમતિઓ આગ્રા, મથુરા, તથા કલકત્તામાં બિરાજમાન છે.)
સં. ૧૬૭૧ પછી એટલે કે શ્રી વિજયદેવસૂરિના શાસનકાળમાં ઉ૦ વિદ્યાસાગરના શિષ્ય પં. સહજસાગરજીએ શિષ્ય પં. વિજયસાગરજીપ તથા પ્રશિષ્ય પં. હેતુસાગર વગેરે પરિવાર સાથે આગ્રાના સંધમાં શ્રી શૌરિપુરની યાત્રા કરી હતી. તેઓ આગ્રાથી યમુના નદી પાર કરી શ્રી કુંથુનાથ તથા પાર્શ્વનાથના દર્શન કરી ફીરોજાબાદમાં તીર્થકરોને વાદી સીધા પૂર્વ દેશ તરફ વિચર્યા હતા, અને પાછા વળતાં શૌરિપુરમાં કૃષ્ણવર્ણવાળા ભ૦ તેમનાથ, ચંદાવાડીમાં ચંદ્રપ્રભુ તથા રૂપડીમાં જિનેશ્વરની યાત્રાએ પધાર્યા હતા.
જગદગુરુ શ્રી હીરવિજયસૂરિજી આગે આવ્યા ત્યારે ઉ૦ શ્રી કલ્યાણવિજ્યજી પણ સાથે આવેલ. તેમણે સં૦ ૧૬ ૬૨માં પુનઃ આગ્રે આવી આગ્રાના સંઘપતિ બીબુ તથા કુંઅરજી સાથે પૂર્વદેશનાં તીર્થોની યાત્રા કરી છે. તેઓ આગ્રેથી નીકળી નદી પાર બે જિનાલયને વાંદી ફરાબાદ, ચાંદવડ તથા રાપડી થઈ૩ કોશ દૂર શૌરિપુર ગયા હતા. દરેક ગામમાં ભવ્ય જિનાલય હતાં. શૌરિપુરમાં ૭ જિનાલય તથા ૧૪ જિનબિબો હતાં.
અહીં કિલ્લા પાસેની સડક બદતાં શ્રી વિમલચંદ્રગણિ (સૂરિ)એ ભરાવેલ શ્રી શીતલનાથની ભવ્ય મૂર્તિ નીકળી હતી. પં. કુશલવિજયજી ગણિએ સં. ૧૮૧૦માં તેની તથા ઉ૦ શ્રી વિવેકહર્ષગણિએ ભરાવેલ શ્રી મુનિસુવ્રતસ્વામી વગેરે મુખની શ્રી ચિંતામણિજીના મંદિરમાં પ્રતિષ્ઠા કરેલ છે. જેમાં શ્રાવક ભવાનીદાસજી વગેરેએ ઉત્સવ કર્યો હોય એમ સંભવે છે. આ સિવાયનાં આગ્રાનાં મંદિરો છેલ્લા સે વર્ષમાં બનેલ છે.
૫. ઉ૦ શ્રી ધર્મવિજયજીની પરંપરામાં થએલ પં. વિજયસાગર જુદા છે, જેની પરંપરા વીર સં૦ ૨૪ મીના જૈન વેતાંબર કેન્ફિરન્સ હેરલ્ડના ખાસ સાહિત્ય – અંકમાં ૫૦ ૫૧૪ માં છપાએલ છે.
For Private And Personal Use Only