________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯.
હસ્તલિખિત પ્રતિઓ અને સૂચીપ ઉપગ – હસ્તલિખિત પ્રતિએ કેવળ પ્રદર્શનરૂપે જ નથી. એ કંઈ શોભાના ગાંઠિયા નથી. સંપાદનાકિ કાર્ય માટે એ ખપમાં આવવી જોઈએ અને તેમાં જ એનું ખરેખરું ગૌરવ સમાયેલું છે. બાકી ભંડારોમાં પ્રતિઓને ગાંધી રાખવાથી ખાસ લાભ નથી, કેમકે ગમે તેટલી મહેનત લઈને સાચવી રાખેલ પ્રતિ ઉપર પણ કાળ પિતાને પંજો જમાવ્યા વિના રહેનાર નથી. તેથી એને હાથે એ નષ્ટ થઈ જાય તે પૂર્વે એ ખપમાં આવે અને જરૂર જણાય તો એની બીજી નકલ ઉતરાવી લેવાય તે વધારે ઈછવા યોગ્ય છે. રેગ્ય સંપાદકને પણ જો એ ન મળી શકે તે કહેવું પડશે કે જે વાર સાહિત્યરસિક વિદ્વાનોને માટે પૂર્વજો મૂકી ગયા છે તેમાંથી તેમને વિના કારણે વંચિત કરવામાં આવે છે. ભાંડારકર પ્રાપ્ય વિદ્યા સંશોધન મંદિરને વહીવટ માટે સોંપાયેલી અને સરકારી મિલકતરૂપ એવી પ્રતિઓ છેક યુરોપ અને અમેરિકાના વિદ્વાનોને પણું અમુક શરતોએ મળી શકે છે એટલું જ નહિ પણ, પ્રતિ બે કટકે ન આપતાં એક વખતે આખી અપાય છે. એ પ્રમાણેની ઉદારતા પૂર્વક આપણી તમામ ભંડારોના માલીકો પણ વર્તે અને જૈન સાહિત્યના પ્રચારાદિ દ્વારા ઉપાર્જિત-થતું પુણ્ય હાંસલ કરે એમ સૌ કઇ ઇચ્છે.
સચીપત્ર અત્યાર સુધીમાં વિવિધ સ્થળેથી હસ્તલિખિત પ્રતિઓનાં સૂચીપત્રો પ્રસિદ્ધ થયાં છે. એમાંનાં કેટલાંકમાં તે બહુ જ ઓછું વર્ણન છે. ભાંડારકર પ્રાશ્ય વિદ્યા સંશાધન મંદિરના પુસ્તકાલયમાં જૈનોને લગતાં નીચે મુજબનાં સૂચીપત્રો છે:--
(૧-૬) પ્રો. પિટર્સનના છ હવાલે, (૭) છે. કિલહનનો હેવાલ, (૮) ડ. વેબરનું વર્ણનાત્મક સુચીપત્ર, (૯) જન ગ્રંથાવલી, (૧૯) રાયબહાદુર હિરાલાલ કૃત : મધ્ય પ્રાંત ને બિહારને લગતું સુચી પત્ર” (૧૧) જેટલમેરીય ભાંડાગરસૂચી, (૧૨) જૈન ગુર્જર કવિઓ ભા. ૧, (૧૩) આઉકેકટકૃત સુચીપત્રોનું સૂચીપત્ર, (૧૪) “લીંમડીના જૈન જ્ઞાનભંડારની હસ્તલિખિત પ્રતિઓનું સૂચીપત્ર.”
આ પૈકી (૧) જૈન ગ્રંથાવલી, (૨) જૈન ગુર્જર કવિઓ, (૩) જેસલમેરીય ભાંડાગારીય સૂચીપત્ર, (૪) રાયબહાદુર હીરાલાલ કૃત મધ્ય પ્રાંત અને બિહારને લગતું સુચી પત્ર તેમજ (૫) લીંમડીના સૂચીપત્રમાં પ્રાયઃ જૈન હસ્તલિખિત પ્રતિઓ વિષે જ નિર્દોષ છે, પરંતુ એમાં ખુદ આપણું કોમ તરફથી જ બહાર પડેલાની સંખ્યા
અતિ અ૮૫ છે. જૈન ગ્રંથાવલી અને જૈ ગુજર કવિઓ શ્રીમતી જૈન શ્વેતાંબર કેન્ફરન્સ તરફથી પ્રસિદ્ધ થયેલ છે, જ્યારે લીંમડીના ભંડારનું સૂચીપત્ર શ્રીમતી આગમેદય સમિતિ તરફથી પ્રસિદ્ધ થયેલ છે. આ ત્રણ ગુજરાતી ભાષામાં છે. જૈન સાહિત્ય સંશાધકમાં એક જુની ટીપ છપાયેલી છે. આ ઉપરાંત કોઈ વ્યવસ્થિત સચીપત્ર હોય તો એ મારા ખાસ જાણવા કે જોવામાં આવ્યું નથી.'
અપૂર્ણ ૧ દિગંબરે તરફથી કેટલાંક સૂચીપત્રો પ્રસિદ્ધ થયેલાં યાદ છે. ઘણે ભાગે મારી પાસે એની એકેક નકલ પણ છે,
For Private And Personal Use Only