________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
४४३
શ્રી જૈન સત્ય પ્રકાશ
ફાગણ
પ્રબંધ થવો ઘટે. પ્રતિના માપનાં બે જાડાં પૂઠાં (કાર્ડ બોર્ડ) કાપી એ બેની વચ્ચે પ્રતિ રાખી એની આસપાસ માપસરનું મજબૂત કપડું વીંટાળવું. પછી એ કપડાને બે કસ રાખી તે બરાબર બાંધવી. કપડાના મધ્ય ભાગના ઉપર એક કાગળ ચટાડી તેમાં ગ્રંથનું નામ, તેના કર્તાનું નામ, વિષય, રચના સંવત્ અને લેખનવર્ષ ઈત્યાદિ મુખ્ય મુખ્ય વિગતને ટુંકમાં ઉલ્લેખ કરવો.
પ્રતિનું કઈ પાનું ફાટી ગયું હોય તે Adhesive tape paper and linen કે એના જે પાતળો કાગળ ચટાડે. એટલે એ ચોંટાડવા છતાં એમાંથી અક્ષર દેખી શકાશે. પ્રતિની કોર ઘસાઈ જતી હોય તે ત્યાં કાગળની નાની નાની પટીઓ લગાડવી, પરંતુ આવું કાર્ય કરતાં લખાણને જરાયે ભાગ સદાને માટે ઢંકાઈ ન જાય તે તરફ પૂરતું લક્ષ્ય આપવું.
તાડપત્રની પ્રતિ સચવાઈ રહે તે માટે આસપાસ એને માપના બે લાકડાનાં પાટિયાં – ચીપે રાખવી. એ પાટિયામાં પ્રતિ મૂકી તેની આસપાસ કાગળ લપેટવો, અને એની આસપાસ કાગળ ન કપાઈ જાય તેવી રીતે દોરી બાંધવી. પછી એ રીતે તૈયાર કરેલી પ્રતિ એના માપના અને મજબૂત એવા ડબ્બામાં મૂકવી. એમાં મૂકતાં પહેલાં ડબ્બાના લગભગ બને છેડા આગળ એકેક લેધર કલાસની પટી રાખવી. એ બંને પટીઓના બંને છેડા બરાબર બહાર રહે એવી રીતે પ્રતિ ડબામાં મૂકવી જેથી પ્રતિ કાઢવી હોય તે પટીના છેડા પકડીને પ્રતિ બહાર કાઢી શકાય.
કોઈ પ્રતિ સચિત્ર હોય અને જે તેમનું ચિત્ર ઐતિહાસિકાદિ દષ્ટિએ મહત્વનું હોય તે એ ચિત્ર નષ્ટ થઈ જાય એ પૂવે એને પ્રતિકૃતિ (ફેટ) કરાવી લેવી જોઈએ. એ જ પ્રમાણે બીજા કોઈ મહત્ત્વશાળી ગ્રંથની વિરલ પ્રતિ નાશ પામી જાય તે પૂર્વે તેની પણ પ્રતિકૃતિ કરાવી લેવાવી જોઈએ.
પ્રતિઓ રાખવાનું સ્થળ – હસ્તલિખિત પતિઓ એ આપણા પૂર્વજો તરફથી આપણને મળેલ અમૂલ્ય વારસો હે તે જળવાઈ રહે અને આગ વગેરેથી તેને નાશ ન થાય તે માટે એ પ્રતિઓને fire-proof મકાનમાં જ્ઞાનમંદિરમાં વ્યવસ્થિત રીતે કબાટમાં રાખવી જોઈએ. એ મંદિરના જે ભાગમાં પ્રતિ હોય ત્યાં બીડી પીવાની કે ઉઘાડે દીવો રાખવાની સખત મનાઈ હોવી જોઈએ. છેડે થડે દિવસે કબાટમાંથી પ્રતિઓ કાઢી તેનું સમુચિત રીતે પ્રતિલેખન થવું ઘટે, નહિ તે ઉધઈ વગેરેથી પ્રતિઓને નાહક નાશ થાય. અત્રે એ ઉમેરવું અનાવશ્યક નહિ ગણાય કે છતી શકિતએ દેવદ્રવ્યને ખવાઈ જતું ન બચાવનાર દેશને પાત્ર ઠરે છે તેમ આ જ્ઞાનરૂપ દ્રવ્યની ઉપેક્ષા કરનાર પણ પાપને ભાગી બને છે.
૧. સરખા “કંબિકા અને અર્થ
૨. દાખલા તરીકે ભાંડારકર પ્રામ્ય વિદ્યા સંશોધન મંદિર તરફથી જેનિપાહુડની પ્રતિકૃતિ તૈયાર કરાવાઈ છે.
૩. મને યાદ છે ત્યાં સુધી ભાંડારકર પ્રામ્ય વિદ્યા સંશોધન મંદિરમાં જે વિશાલકાય એરડામાં પ્રતિ ઓ રાખી છે ત્યાં વીજળીની બત્તી પણ નહિ રાખવાની સરકારની ભલામણું છે,
For Private And Personal Use Only