________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
હસ્તલિખિત પ્રતિઓ અને સૂચીપ હસ્તલિખિત પ્રતિઓન વ્યવહાર શરૂ થઈ ગયો હતો એમ એમની રચેલી ટીકાની પ્રશસ્તિતા નિમ્ન લિખિત –
" यत्र स्थितं प्रवचनं पुस्तकनिरपेक्षमक्षतं विमलम् ।
शिष्यगणसम्प्रदेयं जिनेन्द्रवक्त्रा विनिष्क्रान्तम् ॥२॥" પદ્ય ઉપરથી અનુમનાય છે.
પ્રતિમાં સુધારા વધારા કરવાની શૈલી – લખતાં લખતાં કોઈ નકામે અક્ષર શબ્દ લખાઈ જાય તે પછી તે છેકી નાખવા માટે મોટે ભાગે પીળા રંગની હડતાલ વાપરવામાં આવે છે. કેઈક વાર સફેદ રંગની પણ કોઈ ચીજ વાપરેલી જોવાય છે. આ પ્રમાણે હડતાલ વગેરે ન વાપરતાં કેટલીક વાર જે અક્ષર ન જોઈતા હોય તેને માથે મીડું મૂકવામાં આવે છે અને એ દ્વારા એ નિરર્થક છે એમ સૂચવાય છે. અક્ષરને નિરર્થક સૂચવવા એની આસપાસ ગોળ કુંડાળું પણ કરાતું હોય એમ નિષધચરિત (સ. ૧, . ૧૪) માં વપરાયેલ “કુંડલના” શબ્દની નોંધ ઉપરથી જણાય છે, પરંતુ આ વિશિષ્ટતાવાળી કેાઈ જૈન પ્રતિ હજી સુધી મારા જોવા-જાણવામાં આવી નથી. અક્ષરને વિનિમય સૂચવવા ૧ ને ૨ એવા અંક એના ઉપર લખાય છે.
લિપિ – ઘણાખરા જૈન ગ્રંથ જૈન લિપિમાં લખાયેલા જોવાય છે. એ લિપિ દેવનાગરીને મોટા ભાગે મળતી આવે છે, પરંતુ કેટલાક અક્ષરો-ખાસ કરીને જોડાક્ષરે લખવાની જ પદ્ધતિ જુદી છે. એથી તે કઈક વાર વિદ્વાનોની ભૂલ થઈ છે. દાખલા તરીકે ડો. વેબરે એને સમજી લીધે. જુઓ બર્લિન રાજકીય પુસ્તકાલયની હસ્તલિખિત પ્રતિઓનું એમણે તૈયાર કરેલું વિસ્તૃત અને વર્ણનાત્મક સૂચીપત્ર (પૃ. ૫૭૭, પંક્તિ ૨૪).
- બાબુ રાજેન્દ્રલાલ મિત્ર ૪ ને વ સમજી તે પ્રમાણે તેમણે એમના સુચીપત્રમાં ઉલ્લેખ કર્યો છે. જુઓy ૭૦૨ (ક્રમાંક ૧૫૩૭) અને પૃ. ૭૧૯ (ક્રમાંક ૧૭૮૧). જૈન પ્રતિઓમાં જે લખાય છે તે જ સમજવાનો હોય છે એ વાત ડૉ. વેબરને ધ્યાનમાં નહિ હોવાથી તેમને હાથે સ્કૂલના થઈ છે. જુઓ પૃ. ૫૭૬, પંક્તિ ૧૪; પૃ પરપ વગેરે. હાલમાં ઘણુંખરા જૈન ગ્રંથ દેવનાગરી લિપિમાં જ છપાઈને બહાર પડે છે. એથી ભય રહે છે કે ધીરે ધીરે જૈન લિપિ લુપ્ત થઈ જશે. જન તાદશ, ભીમસી માણેક તરફથી બહાર પડેલ પંચપ્રતિક્રમણુસૂત્ર, પં. હીરાલાલ હંસરાજ તરફથી બહાર પડેલાં કેટલાંક પુસ્તકો, અને “જૈન ધર્મ પ્રસારક સભાનાં કેટલાંક પુસ્તકે જૈન લિપિમાં બહાર પડેલાં છે. જયારે એક બાજુ જૈને મોટે ભાગે પોતાની લિપિ તરફ ઉપેક્ષા કરતા જોવાય છે, ત્યારે બીજી બાજુ પ્રો. કથદ્વારા સંપાદિત “ઈન્ડિયા ઓફીસના પુસ્તકાલયગત સંસ્કૃત અને પ્રાકૃત હસ્તલિખિત પ્રતિઓના વર્ણનાત્મક સૂચીપત્ર”માં જૈન લિપિને સ્થાન અપાયેલું છે.
સાચવણી - હસ્તલિખિત પ્રતિઓ કેટલી બધી ઉપયોગી છે તે વિષે વિવેચન કરવાની જરૂર નથી. મહત્તવ શાળી પ્રતિઓ બરાબર સચવાઈ રહે તે માટે યોગ્ય
For Private And Personal Use Only