________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દિગંબરની ઉત્પત્તિ વિભાગોમાં દારિકાદિ જ વિભાગો બને મતવાળાઓએ માન્ય કરેલા છે. તેમાં કઈ પણ વિભાગ પરમ દારિકના નામ છે જ નહિ. વળી,
દારિકની જઘન્ય વર્ગણાથી ઉત્કૃષ્ટ વગણું સુધીમાં અને વૈકિયની અગ્રહણ વર્ગણાથી પહેલાં, પરમ ઔદારિકની વર્ગણા જેવી કેઈ વર્ગણું વેતામ્બર કે દિગમ્બર શાસ્ત્રોમાં ગણવામાં આવતી જ નથી. વળી એ વાત પણ ધ્યાનમાં રાખવાની છે કે શરીર માત્ર શરીરનામકર્મના ઉદયથી છે અને શરીરનામકર્મના પાંચ જ પ્રકાર અને મતવાળાઓએ માનેલા છે. વળી તે શરીરના કારણભૂત બંધન અને સંઘાતન જેવાં કર્મો પણ કોઈ પણ દિગમ્બર ગ્રંથકારે જુદા રૂપે વર્ણવ્યા જ નથી. તેમ જ દારિક શરીરને ક્ષય કરવાનું અને પરમ દારિકને લેવાનું કર્મ કયા કારણથી બંધાય તે કારણ પણ કઈ પણ દિગમ્બર શાસ્ત્રકારે જણાવ્યું જ નથી. યાદ રાખવાની જરૂર છે કે પૃથ્વીકાય, અપકાય અને વનસ્પતીકાયમાંથી આવેલે જીવ પણ કેવલજ્ઞાન પામી ક્ષે જવાને માટે અનંતર ભવમાં જ લાયક થાય છે તે પૃથ્વીકાયાદિ દશામાં પણ, કેવલીમહારાજને પરમ ઔદારિક નામનું શરીર જુદું માનવામાં આવે તે, તે પરમ ઔદારિકના કારણભૂત કર્મ બાંધવાને અને તે કર્મ બાંધવાનાં કારણે નિર્દેશ શાસ્ત્રકારોએ કરવો જ જોઈએ, પરન્તુ તે નિદેશ કેઈ પણ દિગમ્બર શાસ્ત્રોમાં નથી.
(અપૂર્ણ) શ્રી મહાવીર નિર્વાણ વિકા” માટે “સત્ય પ્રકાશ અને સ્વદેશ” નામક સાપ્તાહિક પત્ર અભિપ્રાય શ્રી મહાવીરના સંપૂર્ણ ચરિત્ર પ્રકાશન અને એમની અવતાર લીલાની પ્રમાણસરની વિગતવાર ધેને એક પ્રામાણિક અને દળદાર ગ્રન્થ હાર પડવાની અત્યંત આવશ્યકતા હતી. આ જરૂરને લક્ષમાં લઈને “શ્રી જૈન સત્ય પ્રકાશે' મહાવીર નિર્વાણ વિશેષ અંકની યોજના કરી હતી, અને આ પ્રગટ થયેલા વિશ્વસનીય દળદાર અંકને જોતા એ જરૂર વિશેષ ભાગે પૂરી થઈ છે, એમ કહ્યા વિના ચાલે તેમ નથી. આ અંકમાં હિંદી-અંગ્રેજી તેમજ ગુજરાતીમાં પ્રભુ મહાવીરના અનેક દષ્ટિબિન્દુથી લખાયેલા લગભગ ૩૦ ઉપરાંતના લેખોને સમાવેશ થાય છે. એ વિવિધ લેખિનીમાંથી પ્રભુ મહાવીરની અનેક શક્તિઓ અને અનેક વિષયનું તેમનું હેલું જ્ઞાન વિશિષ્ટ રીતે પ્રકટ થઈ આવે છે. એ અંકમાં સ્થાન પામેલા લેખકે પણ સાધારણ કેટિના ન હતા, જૈન આલમના પ્રખર વિદ્વાને, મુનિઓ અને આચાર્યોએ પોતાની મહામૂલી સેવાઓ એ અંકને ચરણે ધરી છે. અત્યંત મહત્વની વાત તો એ છે કે જાણીતા સમર્થ ઈતિહાસ વેત્તા શ્રી ઓઝા મહેદર્યજીને સહકાર પણ આ અંકમાં મેળવી શકાય છે, એ આ અંકની વિશેષતા છે. આ અક આજની તેમજ આવતી કાલની પ્રજા સમક્ષ પ્રભુ મહાવીરના જીવન, કવન અને આદર્શને જેવાને તેવા સવરૂપમાં ધરી રાખવા માટે આધારભૂત થઈ પડશે એ કેવળ નિઃશંક છે.
તા. ૨૮-૧-૧૭
For Private And Personal Use Only