SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨૯૩ દ્વેિગ અરાની ઉત્પત્તિ વળી ખીજી પણ એ વાત વિચારવાની છે કે તીર્થંકર વગે૨ે શલાકાપુરૂષના જીવાએ પણ દેવતાનું આયુષ્ય જ્યારે માંધ્યું હતું અને મનુષ્યનું અાયુષ્ય ખાંધ્યું હતું ત્યારે આહારની પર્યાપ્તિ પણ સાથે જ આંધી હતી. હવે જો આહારની સર્વથા અશુભતા જ હાત તે તેવાં ઉત્તમ કર્મ આંધતી વખતે તે આહારપર્યામિ કા અંધ થાત નહિ અને જ્યારે આહરાપર્યાપ્તિને બંધ સાતા વેઢનીચના અધની સાથે વિરેાધવાળા નથી તે પછી આહારનું કરવું એ સાતા વેદનીયની સાથે વિરોધવાળુ' હાય જ કયાંથી ? વળી દિગમ્બર ભાઈ આએ એ પણ વિચારવાની જરૂર છે કે ~~~ જો કે આહારપસિ વગરના કાઈ પણ જીવ હાતા નથી તાપણુ આહારપર્યાપ્તિનું કારણભૂત ક જે પર્યાપ્તિના નામનુ છે તેને અન્ને ફરકાવાળાએએ પુણ્ય તરીકે જ માનેલું છે. અને તે આહારાદિ પર્યાપ્તિને ન કરાવનાર એવા અથવા તે કરતાં તેમાં વિા નાખનાર એવા અપ્તિ નામક ને જ અને ફિરકાવાળાઓએ પાપરૂપે માનેલું છે. એ ઉપરથી પણ સ્પષ્ટ માનવું પડશે કે આહાર લેવાની શક્તિ કે તેને પરિણમવવાની શક્તિ જે શરીરવાળાને ન હેાય તે Y તેના પાપના ઉદય કહેવાય. દિગમ્બર ભાઈ આ કેવળજ્ઞાનીને આહાર નથી માનતા પણ આહારપર્યાપ્તિ તે કેવલીમહારાજને જીવન પર્યંત હાય છે એમ માને છે. હવે વિચાર કરવાની જરૂર છે કે આહારપર્યાપ્તિને અંગે આહારનું ગ્રહણ કે પરિણમન ન હૈાય તે તે આહારપર્યાપ્તિને અંગે પર્યાપ્તપણાના ઉદય કેવલીમહારાજના આત્મામાં નિરકપણે જ રહેશે અને કરેલાં કર્મ જરૂર ભાગવવાં પડે એ નિયમ સાચવવેકે માનવા મુશ્કેલ પડશે. જો કે-પર્યાપ્તિમાં ઇન્દ્રિયપર્યાપ્ત : પણ છે અને કેવલી મહારાજાને ઇન્દ્રિયાના વેપાર હાતા નથી, પણ કેવલી મહારાજોને જે મિ-દ્રયાના વેપારના અભાવ માનવામાં આવ્યા છે તે માત્ર ભાવ ઇન્દ્રિયના ક્ષાર્યાપશમિકના અંગે જ છે, કેમકે શરીરની સાથે ઇન્દ્રિયા પણ કાળક્રમે વધે એ સ્વાભાવિક છે અને તેથી જ કેવલીમહારાજાના શરીરમાં દ્રવ્ય થકી ઇન્દ્રિયાની વૃદ્ધિ થાય છે એમાં કાઇ પણ ના કહી શકે તેમ નથી. દિગમ્બર ભાઇએએ ખીજી પણ વાત ધ્યાનમાં રાખવાની છે કે તેઓ નવ વર્ષની ઉંમરે કાઇ પણ મહાપુરૂષને કેવળજ્ઞાન ઉત્પન્ન થાય તેમ તે કબુલ કરે છે અને તેવા નવ વર્ષે કેવળજ્ઞાનને પામનારા કેવલી મહારાજને ક્રેડ પૂર્વ સુધીનું આયુષ્ય હાય એમ પણ કબુલ કરે છે. તા હવે વિચારવાનું એ જ રહ્યું છે કે—તે નવ વર્ષની ઉંમરે કેવલજ્ઞાન પામનાર મહાત્માનું, તે વખતે જેટલી અવગાહનાવાળું શરીર હાય તેટલી જ અવગાહનાવાળું કાડ પૂર્વ સુધી રહે એમ માનવાને કાઇ સમજદાર તૈયાર નહિ જ થાય, તે પછી શું દિગમ્બર For Private And Personal Use Only ૩૯૫
SR No.521518
Book TitleJain Satyaprakash 1937 02 SrNo 19
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1937
Total Pages44
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy