________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માઘ
૩૯૪
શ્રી જૈન સત્ય પ્રકાશ હેય તે, ઘણા લાંબા કાળથી આત્મામાં એકઠું થએલું વેદનીય કર્મ અને તે પણ ઘણું અધિક પ્રદેશવાળું હોય તેથી, તેમ જ ક્ષપકશ્રેણિમાં તે વેદનીયના નાશને મુદ્દલ ઉદ્યમ ન હોવાથી, કેવલીપણામાં તે વેદનીયકર્મને ભોગવવું પડે તે સહેજે સમજાય તેમ છે. આવી રીતે મનુષ્યના ચરમશરીરીપણાના આયુષ્ય કરતાં વેદનીયની અધિક્તા હોવાને લીધે જ કેવળીમહારાજાઓને સમુદ્દઘાત કરવું પડે છે. ખ્યાલ રાખવાની જરૂર છે કે દરેક જીવને અને તેમાં પણ કેવલજ્ઞાની મહારાજને પણ આયુષ્યકર્મ કરતાં વેદનીયકર્મ ઘણું જ હોય છે. વળી બીજી બાજુ વિચારીએ તે જેને કેવલજ્ઞાન ઉપજતી વખતે મનુષ્ય જીવનનું છ માસથી અધિક જીવન બાકી હોય એવાઓને જરૂર વેદનીયકર્મના નાશને માટે સમુદ્દઘાત કરે પડે છે. આ બધી હકીકત વિચારતાં કેવલજ્ઞાનીના આત્મામાં સાતા અને અસાતા બન્નેને ઉદય હોય એ સ્વાભાવિક છે. વળી દિગમ્બર ભાઈઓને એ વાત તે કબુલ કરવી પડે તેમ છે કે નદી, સરવર કે દરીયાના જળમાં કેઈ જ મોક્ષની પદવીને પ્રાપ્ત કરી શકે છે, તે એવી જળની પીડાના વખતે પણ કેવલીને અસાતાને ઉદય ન હોય એવું કહેવું તે શુદ્ધ શ્રદ્ધાવાળાએ ન સમજી શકે એવું છે. દિગમ્બરશાસ્ત્ર અનેક
સ્થાને એમ પ્રતિપાદન કરે છે કે ઉપસર્ગના પ્રસંગમાં આવેલા અને ઉપસર્ગોને સહનકરતા એવા પાંડવ વગેરે અનેક જીવ મેક્ષને પામેલા છે. આ સ્થળે સહેજ વિચાર કરવા જેવું છે કે જળમાં પડેલા મનુષ્યના ઉપસર્ગની માફક જમીન ઉપર પણ ઉપસર્ગને સહન કરતાં જે કેવળજ્ઞાન થાય અને સાથે મેક્ષ પણ થાય તે કેવળીને અસાતાને ઉદય હોય જ નહિ એમ કહેવા કેમ તૈયાર થવાય?
કેવલીને અસાતાને પણ ઉદય હોય છે એ વાત આહારની સિદ્ધિને અંગે, માત્ર દિગમ્બર ભાઈઓના સતેષને માટે જ જણાવવામાં આવી છે. કારણકે તેઓ એમ માને છે કે અસાતાના ઉદય વિના આહાર હોય જ નહિ. પણ ખરી રીતે તે આહારના કારણભૂત અસાતાને જ ઉદય હોય એવો નિયમ નથી. શાસ્ત્રકારોએ તેટલા જ માટે સામાન્ય વેદનીય કર્મ જણાવતાં વેદનીયના ઉદયથી આહાર જણાવ્યું છે અને તેથી જ આહાર સંજ્ઞાના સભાવ વખતે કે ઉત્પત્તિ વખતે પણ સાતવેદનીયને ઉદય માનવામાં અડચણ રહેતી નથી. દિગમ્બર ભાઈઓના મુદ્દા પ્રમાણે તે મનુષ્ય અને દેવતામાં
જ્યારે જ્યારે આહારનો સદ્ભાવ હોય ત્યારે ત્યારે અસાતાને જ ઉદય માનવો પડે અનેસાતાના ઉદયવાળા જે જે છે જ્યાં સુધી રહે ત્યાં ત્યાં સુધી તે તે જીને અણુહારી માનવા પડે. અને એ વાત સાતા પ્રચુરવાળા દેવ અને મનુષ્યમાં ખુદ દિગમ્બરોથી પણ કબુલ થઈ શકે તેમ નથી.
For Private And Personal Use Only