SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org તત્ત્વાર્થસૂત્રની પ્રસ્તાવના ૪૩ પંડિત શ્રી સુખલાલજી પરિચયના પૃષ્ઠ ૨૦માં આ પ્રાકૃત ભાષાને ‘રૂઢિબહૂ કિલ્લા ’ તરીકે માને છે. જો પડિતજીએ તે સમયના ભાષા-સિપિ શાસ્ત્રનાં દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ, પ્રાકૃત ભાષાનું લેાકારિત અને પૂર્વજ્ઞાનની સંસ્કૃતમાં રચના; આટલી બાબતે ઉપર ધ્યાન આપ્યું હોત તો તેઓ આ પ્રમાણે લખવા ન પ્રેરાત. * Acharya Shri Kailassagarsuri Gyanmandir 將 શ્રી કલ્પસૂત્રમાં ઇતિહાસ મળે છે કે શ્વેતામ્બર આચાર્ય શ્રી દિન્નસૂરિના શિષ્ય માઢરગેાત્રીય આ. શાંતિશ્રેણિકજી લગભગ વિક્રમની પ્રથમ સદીમાં ઉચ્ચનગર (તક્ષશિલા ) ના પ્રદેશમાં વિચરતા હતા, તેનાથી ઉચ્ચાનાગરી શાખા નીકળી છે. જેની આય શ્રેણિકા, આ તાપસી, આમેરા અને આ ઋષિપાલિતા એ ચાર ઉપશાખાએ છે.” વાચક ઉમાસ્વાતિજી ઉચ્ચાનાગરી શાખાના વાચનાચાય હતા. આ વસ્તુને પણ પંડિત શ્રી સુખલાલજી ભિન્ન રીતે જ આલેખે છેઃ-~ .. એવા વાચકવ’શ કે જેને દિગબરેાની કશી પણ પડી ન હતી અગર શ્વેતામ્બર કહેવરાવવાના કે પશુ માહ ન હતા તેમાં ઉમાસ્વાતિ થયેલા હોય એમ લાગે છે” * * * “ વા. ઉમાસ્વાતિજી દિગમ્બર કે શ્વેતામ્બર એ બે વિરોધી ફાંટાથી તદ્દન તટસ્થ એવી એક પૂર્વી કાલીન જૈન પર પરામાં થયા હતા ” ( પરિચય પૃષ્ટ–રછ ). પંડિતજીના આ કથન માટે મારે કઇ પણ લખવાનું રહેતું નથી, પ્રેમક્રે સ્વયં વા. ઉમાસ્વાતિ મહારાજ જ તેના સ્પષ્ટ ઉત્તર આપે છેઃ इदमुच्चैर्नागरवाचकेन, सत्त्वानुकंपया दृब्धम् ॥ तत्वार्थाऽधिगमाख्यं, स्पष्टमुमास्वातिना शास्त्रम् ॥ ५ ॥ અર્થાત્ —“ હું શ્વેતામ્બર આશાન્તિશ્રેણિકની શિષ્યપરપરાને શ્રમણુ છું." પંડિતજી પણ પરિચયના પૃ. ૬માં લખી ચૂક્યા છે કે — “ જે ઉચ્ચાનાગર શાખાના હતા ' તદુપરાંત એ પણ ધ્યાનમાં રાખવાનું છે કે—વેતામ્બર ગમે! નદીસૂત્ર, આવશ્યકનિયુક્તિ વગેરેમાં વાચકવંશના ઉલ્લેખા છે, જ્યારે દિગમ્બર પર પરામાં એ વંશનું નામનિશાન નથી તેમજ આ વાચકવશ શ્વેતામ્બર પરપરાનું પૂર્વ સ્વરૂપ છે. ઉચ્ચનગર ( તક્ષશિલા ) સમ્રાટ્ર સંપતિના તાબામાં હતું, ત્યાંથી સમ્રાટ્ટ સંપ્રતિના, જૈનત્વના ચિહ્નવાલા, સિક્કા મળ્યા છે. એ જ ઉચ્ચનગર ઉપરથી ઉચ્ચાનાગરી નામની શ્વેતામ્બરીય શ્રમણપર પરા નીકળી છે. આ સમ્રાટ્ર કે શાખા સાથે દિગમ્બર સોંપ્રદાયને કઈ સંબંધ નથી, વા॰ ઉમાસ્વાતિકૃત ભાષ્ય, પ્રકરણ એ દરેક ગ્રન્થાને શ્વેતામ્બરસમાજ આસવચનરૂપ માને છે. જ્યારે દિગમ્બરસમાજ તેમના તત્ત્વાર્થ સૂત્ર સિવાયના કાઈ પણ ગ્રન્થને માનતા નથી, તેમજ તત્ત્વાર્થસૂત્રના ૧૨ દેવલોક વગેરે સૂત્રાને યથાર્થ સ્વીકારતા નથી. શું વા॰ ઉમાસ્વાતિજીને શ્વેતામ્બર આચાય તરીકે માનવામાં આ પણ એક પ્રબળ પુરાવા નથી ? પડિત શ્રી સુખલાલજી આ કથન ઉપર અવશ્ય વિચાર કરે; સાથે સાથે અન્ય વિદ્વાને પણુ આ વિષયમાં પ્રામાણિક વિચારણા કરવાનું નમ્ર સૂચન કરીને વિરમું છું. For Private And Personal Use Only
SR No.521518
Book TitleJain Satyaprakash 1937 02 SrNo 19
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1937
Total Pages44
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy