________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તત્વાર્થસૂત્રની પ્રસ્તાવના વાચકવંશનો સીધો કે આડકતરે કઈ સબંધ નથી. એટલે પૂર્વ-દોની અપેક્ષાએ જે વાચકવંશ મનાતા હતા તેની સમાપ્તિ પૂર્વજ્ઞાનના વિચ્છેદની સાથે જ માનવામાં આવે છે.
જેમ ગણ તથા શાખા (કુલ)ના ભેદથી ગણધરવંશો અનેક હતા તેમ વાચકવંશે પણ અનેક હતા. વાચકે પોતપોતાના ગણને શ્રત અર્પતા હતા. વાચકના સ્વર્ગગમનથી તેમને સ્થાને કોઈ પણ શાખાની યોગ્ય વાચકની સ્થાપના થતી હતી. અથવા સહકારી શાખાના યોગ્ય વાચકની સેવામાં જઈ એ ગણું શ્રુતજ્ઞાન મેળવતો હતો. આવી રીતના પરસ્પરના સહકારથી પ્રત્યેક સમુદાયમાં શ્રુતજ્ઞાનીઓ – પૂર્વધારીએ --વાચકે સારા પ્રમાણમાં હતા.
પંડિતજી આ વાચકાંશ માટે તદ્દન ભિન્ન જ વિચારણા રજૂ કરે છે?
“તે જ પ્રમાણે એ તટસ્થ વર્ગ જૈન શ્રતને કંઠસ્થ રાખી તેની વ્યાખ્યાઓ સમજતા, તેના પાઠભેદે તથા તેને લગતી કલ્પના સાંભળતો અને શબ્દ અને અર્થથી પઠન-પાઠન દ્વારા પિતાના શ્રતને વિસ્તારતો. એ જ વર્ગ વાચક તરીકે પ્રસિદ્ધ થયો” ( પરિચય, પૃ. ૨૫,૨૬ )
“એ વાચકવંશના વિદ્વાન સાધુઓને પક્ષાપક્ષી, ગભેદ અને તદ્દન તુછ જેવી કર્મકાંડ વિષયક વિરોધની વાતમાં રસ ન હતે.” (પરિચય, પૃ. ૨૭ ) ' પંડિતજીના આ ફકરાઓનો આશય એ છે કે–વાચકવંશ એ એક તટસ્થ વર્ગ હતા, જે તુચ્છ જેવા કર્મકાંડના વિષયોને મુખ્યતયા માનતે ન હતો.
પૂર્વજ્ઞાનના યુગમાં, કર્મકાંડની શિષ્ટતા હોવા છતાં, કર્મકાંડના વિષયના મતભેદ ન હોય એ તે યુગને છાજતું છે, છતાં એ યુગમાં કર્મકાંડનો સૌથી મોટો મતભેદ વેતામ્બર-દિગમ્બરને અંગે હતો. ઉમાસ્વાતિ વાચક કયા સંપ્રદાયની તરફેણમાં હતા તે તે ઈતિહાસથી જ નક્કી થઈ જાય છે.
પંડિતજી એક ખાસ વર્ગને જ વાચકવંશ તરીકે સંબોધે છે, આમાં પણ કલ્પનાની જ પ્રધાનતા હોય એમ લાગે છે, કેમકે સ્વયં વાચક ઉમાસ્વાતિજી પોતાને ઉચ્ચાનાગર શાખાના વાચક તરીકે જાહેર કરે છે; એટલે સહેજે સમજી શકાય છે કે–ઉચ્ચાનાગર શાખામાં આર્ય શ્રેણિક, આર્ય તાપસી, આય કુબેરા અને આર્ય ઋષિપાલિતા એમ ચાર વર્ગમાં વિભક્ત ગણધરવંશ હતો તેમ સ્વતંત્ર વાચકવંશ પણ હતો, જેના નાયક વાચક ઉમાસ્વાતિજી હતા. આ સિવાય નન્દીસૂત્રમાં વાચકવંશે માટે અન્ય પ્રમાણ પણ મળે છે, જેમકે –
भणगं करगं झरगं पभावगं नाणदंसणगुणाणं
___ बंदामि अज्जमगुं सुयसागरपारगं धीरं ॥ २८ ॥ અર્થ – અધ્યયનરત, ક્રિયાકારક, ધ્યાન, જ્ઞાન-દર્શનના પ્રભાવક, શ્રતસાગરના પારગામી તથા ધીર આ૦ આર્યસંગ
नाणम्मि दंसणम्मि अ तव विणए णिच्चकालमुज्जतं ॥ २२ ॥ અર્થ-જ્ઞાન, દર્શન, તપ તથા વિનયમાં નિત્ય ઉદ્યમવંત આર્યનંદીલક્ષ્મણને વાંદુ છું.
वडर वायगवंसो जसवंसो अजनागहत्थीणं ॥ ३० ॥ वउ वायगवसो रेवइनक्खत्तनामाणं ॥ ३१ ॥
For Private And Personal Use Only