________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦
શ્રી જૈન સત્ય પ્રકાશ
માધ આ પ્રમાણ પણ ઉમાસ્વાતિજીને શ્રુતકેવલો એટલે પૂર્વવિત માનવાના પક્ષમાં છે.
૪-સ્વયં ઉમાસ્વાતિ મહારાજ પૂર્વવેદીને વાચક તરીકે અને એકાદશાંગવિતને સાફ એકાદશાંગધારી તરીકે ઓળખાવે છે.
ઉપર્યુકત દરેક પ્રમાણે વાચકને પૂર્વવેદી તરીકે અપનાવે છે. આના પ્રતિપક્ષમાં પંડિત શ્રી સુખલાલજીએ ઉમાસ્વાતિ મહારાજના દીક્ષાગુરુ ઘોષનંદીને વાચક તરીકે માની અર્થ-બ્રમ ઉભો કર્યો છે, (પરિચય પૃષ્ટ ૧૮,૨૭) પરંતુ પંડિતજીની એ માન્યતા આધાર વગરની લાગે છે.
તત્ત્વાર્થ ભાષ્યની પ્રથમ કારિકામાં પૂ શ્રી શેષનંદીજી માટે “શિષ્યા જોઇનંદિક્ષમાશ્ચાવિ :” એ પ્રમાણે ઉત્તરાર્ધ છે, સ્વયં પંડિતજીએ જ જેનો અર્થ “જેમના દીક્ષાગુરુ અગિયાર અંગના ધારક ઘેષનંદી ક્ષમણ હતા” કર્યો છે. ન માલુમ, પંડિતજીએ પૂ. શેષનંદી મહારાજને પણ વાચક તરીકે ઓળખાવવાનું વિધાન શા આધારે કર્યું ? જો આ વિધાન નિરાધાર છે તે તેના આધારે ઉદ્દભવેલ નિર્ણય પણ નિરાધાર છે, બીજી બાજુ વાચકને અર્થ પૂર્વવિત કરતાં, વિપક્ષમાં, ઉપર દર્શાવેલ ચારે પ્રમાણે સબળ ઉભાં જ છે.
આથી એ નિર્ણય પર આવવું સમુચિત છે કે- શ્રેતામ્બરાચાર્યોએ વાચકને અર્થ પૂર્વવત કરી વાચક ઉમાસ્વાતિજીને પૂર્વવિત તરીકે માન્યા છે તે સપ્રમાણ છે.
આવશ્યક નિર્યુક્તિ ગાથા ૮૦ તથા આવશ્યક ચૂર્ણિમાં ગણધરવંશ અને વાચકવંશનું સ્વરૂપ છે, જેમાં સામાયિક આદિ દેનાર ગુરુપરંપરા-સ્થવિરાવલીને ગણધરવંશ તરીકે અને સામાયિકાદના અર્થ તથા ગ્રંથ ભણાવનાર વિદ્યાગુરુ-પરંપરાને વાચકવંશ તરીકે સંબોધેલ છે. (પરિચય, પૃષ્ઠ ૨૬)
આનું તાત્પર્ય એ છે કે, ભગવાન મહાવીર પછી શ્રમણવર્ગમાં જે જે ગણો અને શાખાઓ ને ન્યાં છે તે દરેકમાં એક આચાર્ય ચારિત્ર તથા ધૃતરક્ષાની જવાબદારી લઈ શાસનવ્યવસ્થા ચલાવતા હતા. પરંતુ પછીના આચાર્યોમાં આ બેવડી જવાબદારીનું સામર્થ્ય ન હતું તેથી ચારિત્રવિભાગના નાયકને ગણધર અને શું નવિભાગના નાયકને વાચક તરીકે સંબોધી શાસનની વ્યવસ્થા રાખતા હતા. આમાં વાચક તે જ મનાતા કે જે પૂર્વવિત હેય. એટલે જ્યાં સુધી પૂર્વનું જ્ઞાન સુરક્ષિત હતું ત્યાં સુધી–ભગવાન મહાવીર સ્વામીના નિર્વાણથી ૧૦૦૦ વર્ષ (વિ. સં. ૫૩૦) સુધી–વાચકવંશ પણ કાયમ રહ્યો. પછી વાચકવંશનો અભાવ થયો. અહીં પંડિતજી જણાવે છે કે –
“ કાલક્રમે જ્યારે પૂર્વજ્ઞાને ઘસાઈ ગયું ત્યારે પણ એ વંશમાં થનાર વાચક જ કહેવાતા.” (પરિચય, પૃ. ૧૯ ).
પંડિતજીની આ માન્યતા “વાચક એટલે પૂર્વવિત નહિ” એ પૂર્વવર્તિ માન્યતાના માત્ર અનુસંધાનરૂપે છે, કેમકે પૂર્વજ્ઞાનના વિચ્છેદ પછી “વાચકવંશ” હોવાનું એક પણ પ્રમાણ ઇતિહાસના પૃષ્ઠોમાં અંકિત થયેલું જાણવામાં નથી.
હાં, અત્યારે આચાર્યને સહાયક “ઉપાધ્યાય” પદ છે, પરંતુ આ પદ પિતાના સમુદાયમાંથી યોગ્ય શ્રુતજ્ઞાની મુનિને અપાય છે. જેની સાથે પંડિતજીએ દર્શાવેલ
For Private And Personal Use Only