________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તcવાર્થ સૂત્રની પ્રસ્તાવના દાદાગુરુજી વાચક હતા, પરંતુ ગુરુજી તે અગિયાર અંગના જ્ઞાતા હતા. ઉમાસ્વાતિ મહારાજે દાદાગુરુજીના અભાવમાં વાચક મૂલ પાસે પૂર્વનું જ્ઞાન મેળવ્યું અને વિદ્યાગુરુ તરીકે તેમનું નામ જાહેર કર્યું. આ સંબંધ પણ ઠીક બંધ બેસતો આવે છે. એટલે ઉમાસ્વાતિ મહારાજ પૂર્વાવિત હોવાથી વાચક તરીકે વિખ્યાત હતા, અને તેમના ગુરુજી પૂર્વ ધારી ન હોવાથી વાચક તરીકે પ્રસિદ્ધ ન હતા, એ વાત પ્રસ્તુત કારિકાઓથી સમજી શકાય છે. સારાંશ એ છે કે તે વખતે વાચક શબ્દ પૂર્વના જ્ઞાનવાલા માટે જ વપરાતે હતે.
આ આટલું સ્પષ્ટ છતાં પંડિતજી “પરિચય” ના પૃષ્ઠ – ૧૮, ૧૯ માં લખે છે કે –
ઉમાસ્વાતિ પિતાને વાચક કહે છે એનો અર્થ “પૂર્વવત' કરી પ્રથમથી જ તારાચાર્યો ઉમાસ્વાતિને “પૂર્વ વિત’ તરીકે ઓળખતા આવ્યા છે, પરંતુ એ વાત ખાસ વિચારવા જેવી લાગે છે, કારણ કે ઉમાસ્વાતિ પિોતે જ પોતાના દીક્ષાગુરુને વાચક તરીકે ઓળખાવવા સાથે અગિયાર અંગના ધારક પણ કહે છે. હવે જે વાચકને અર્થ ભાષ્યના ટીકાકારોના કહેવા મુજબ “ પૂર્વવત થતો હોય તે ઉમાસ્વાતિ પિતાના ગુરુને પૂર્વવિત કહેત પણ માત્ર એકાદશાંગધારક ન કહેત.”
ઉમાસ્વાતિ પિતાના દીક્ષાગુરુ, વિદ્યાગુરુ, ને દીક્ષા તથા વિદ્યાના પ્રગુરુ એ બધાને વાચક તરીકે ઓળખાવે છે.” (“પરિચય” પૃ. ૨૭)”
પંડિતજી આ લખાણથી એવું સમજાવવા ઈચ્છતા હોય એમ લાગે છે કે પૂર્વ વિત હેાય તે વાચક કહેવાય એટલે કે વાચક પૂર્વવત હોય, એ માન્યતા ઠીક નથી. વળી વાચકજીના ગુરુ પણ વાચક તેમ જ અગિયાર અંગના ધારક હતા એટલે કે તે પૂર્વવિત ન હોવા છતાં વાચક હતા. પરિણામે ભાષ્ય અને ટીકાકારોએ વાચકનો અર્થ જે પૂર્વાવિત કર્યો છે તે માન્યતા નબળી બની જાય છે.
હવે પંડિતજીની આ સમજાવટને આપણે સપ્રમાણુ તપાસીએઃ ૧.– વાચક પૂર્વવિત હોય તેનું શ્વેતામ્બરીય પ્રમાણ આ રીતે છે –
वाई य खमासणे, दिवायरे वायगत्ति एगट्ठा ।
पुठ्धगयम्मि सुत्ते, ए ए सदा पउंति ॥ १ ॥ –જનધર્મ પ્રસારક સભા – ભાવનગર મુદ્રિત બૃહત્ ક્ષેત્રસમાસની પ્રસ્તાવના, વિ.સં. ૧૯૭,
આ પ્રમાણ વાદી, ક્ષમાશ્રમણ, દિવાકર તથા વાચકને પૂર્વાવિત તરીકે સ્વીકારે છે. એટલે વાચક ઉમાસ્વાતિ પૂર્વવિદ્ હતા.
૨-પંડિતજી આચાર્ય કુંદકુંદના અસ્તિત્વ માટે વિક્રમની પહેલી–બીજી સદી (પરિચય, પૃષ્ટ ૧૧,) તથા વા. ઉમાસ્વાતિજની વિદ્યમાનતા માટે વિક્રમની ત્રીજી ચેથી સદી (પરિચય પૃષ્ટ ૯) નક્કી કરે છે. આ યુગમાં પૂર્વવિદે હતા. શ્વેતામ્બર–આગમને ઇતિહાસ સ્વીકારે છે કે વિ. સં. ૫૩૦ સુધી પૂર્વવિદે હૈયાત હતા. આ રીતે ઉમાસ્વાતિજી મહારાજ પૂર્વવિત હેવાથી વાયક માનવામાં આવે છે.
૩-દિગમ્બર સમાજ માને છે કે
तत्वार्थसूत्रकार-मुमास्वातिमुनीश्वरस्। wત્તરટિશર્ષ, હું ગુમતિ / ૨ / --નરસજૂનો શિલાલેખ .
(એપિઝાફિકા કટિકા, પરતક ૮. અનેકાંત પણ ૨૭૦, ૫)
For Private And Personal Use Only