________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિવરણાત્મક સાહિત્ય નિરયાવલિકા શ્રુતસ્કંધરૂપે પાંચ ઉપાંગ ઉપર શ્રી શ્રીચંદ્રસૂરિકૃત ટીકાથી પ્રાચીન કઈ સંસ્કૃત ટીકા મળી આવતી હોય એમ જણાતું નથી.
આગમ સિવાયના ગ્રંથને વિચાર કરીએ તો શ્રીઉમાસ્વાતિત તત્વાર્થધિગમસૂત્ર ઉપર એમણે પિતે રચેલું ભાષ્ય તમામ જૈન સંસ્કૃત વિવરણમાં પહેલું જણાય છે અને
પત્ત ભાષ્ય તરીકે તો સમગ્ર ભારતવર્ષીય વિવરણોમાં પણ એ પ્રથમ સ્થાન ભોગવતું હેય એમ લાગે છે.
ટીકા અને તેના પર્યાય – સંસ્કૃતમાં સ્પષ્ટીકરણરૂપે લખાયેલું સાહિત્ય સામાન્ય રીતે ટીકાના નામથી ઓળખાય છે. બાકી એનાં પર્યાયવાચક બીજા નામે છે. જેમકે ૧. અક્ષરાર્થ, ૨. અર્થાલવ ૩. અત્રશૂરિ, ૪. અવચૂર્ણિ, ૫. છાયા, ૬. ટિપ્પણક, ૭. પર્યાય, ૮. પંજિકા, ૯. કિકકા, ૧૦. બાલાવબોધ ૧૧. વાર્તિક, ૧૨. વિવરણ, ૧૩. વિકૃતિ કે વિવૃત્તિ, ૧૪. વૃત્તિ અને ૧૫. વ્યાખ્યા.
બાલાવબેધર અને વાર્તિક ગુજરાતીમાં પણ રચાયેલાં જોવાય છે. આ ઉપરાંત જેમ ગુજરાતીમાં લખાયેલા વિવરણને ટઓ (સંસ્કૃત “સ્તબુકાÉ') કહેવામાં આવે છે તેમ હિંદીમાં લખાયેલા વિવરણને “વચનિકા' કહેવામાં આવે છે. આ બધા વિવરણસૂચક શબ્દો ક્યારથી પ્રચારમાં આવ્યા તેનો ઇતિહાસ આવશ્યક અને આનંદજનક હોવા છતાં આ લેખનું કલેવર વધી જવાના ભયથી તે અત્ર રજુ ન કરતાં અન્ય કોઈ પ્રસંગે રજુ કરવા વિચાર છે.
ટીકાનાં નામો – કેટલીકવાર ટીકાનાં ખાસ નામો જોવાય છે. એમાંનાં કેટલાંક ગ્રંથના નામ ઉપરથી પડેલાં હોય એમ લાગે છે અને કેટલાંક સ્વતંત્ર જોવાય છે. ઉદાહરણ તરીકે ઉપદેશમાલા ઉપરની કર્ણિકાનો અને અન્ય વ્યવચ્છેદકાત્રિશિકા ઉપરની સ્યાદ્વાદમંજરીનો નિર્દેશ કરે બસ થશે. કેટલીક ટીકા સામાન્ય અભ્યાસીને ઉદ્દેશીને લખાયેલી છે એટલે એવી વેળાએ ઉદ્દેશને અનુરૂપ સુખાવધ, સુબોધ, સુબાધિકા, દીપિકા, પ્રદીપિકા ઇત્યાદિ નામો જોવાય છે.
જેમ અષ્ટક, બેડશક, ધાત્રિશિકા, ષડશીતિ, શતક વગેરે ગ્રંથનાં નામ તેની લોક સંખ્યા ઉપરથી પાડવામાં આવેલાં છે તેમ ટીકાના પ્રમાણે ઉપરથી પણ તેનાં નામ પડેલાં છે. જેમકે બાવીસ હજારી, અદૃશતી, અષ્ટસહસ્ત્રી વગેરે.
ટીકા ઉપર ટીકા-જેમ અજૈન સાહિત્યમાં મહર્ષિ પતંજલિનું મહાભાષ્ય, શ્રી શંકરાચાર્યનું શાંકરાભાષ્ય વગેરે વિવરણાત્મક સાહિત્ય ઉપર ટીકા અને તેની ઉપર ટીકા
૧. સ્વપજ્ઞ ટીકાએ જે ગ્રંથ પર લખાયેલી છે તેમાંના મુખ્ય ત્ર નીચે મુજબ છે:
(૧) વિસાવસ્મય, (૨) અનેકાંત જયપતાકા, (૩) તવાર્થરાજવાતિક (દિગંબરીય), () તાર્થપ્લેકવાતિક (દિગબરીય, (૫) કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રસૂરિની સિદ્ધહેમ વગેરે કેટલીક કૃતિઓ, (૧) ગુરુતત્તવિણિ૭ય (ગુરુતત્વવિનિશ્ચય) ઈત્યાદિ.
૨. બાલાવબોધના અર્થ સાથે સામ્ય ધરાવતાં ના તરીકે સુખાધ, સુબોધ, સુબેધિકા ઈયાદિને હલેખ થઈ શકે તેમ છે. દીપિકા અને પ્રદીપિકા એવાં પણ ટીકાનાં નામ જણાય છે.
૩. હિંદીમાં મૂળ સૂવને “કાફી' કહેતાં હોય એમ જણાય છે.
For Private And Personal Use Only