________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિવરણાત્મક સાહિત્ય ઉપરાંત આ સંબંધમાં કોઈ પ્રાચીન વિવરણાત્મક સાહિત્ય નથી. એમણે દ્વાદશાંગીરૂપ બારે અંગ પર નિયુક્તિ રચી હોય તો તે આજે ઉપલબ્ધ નથી. આ ઉપરાંતના ઉપાંગાદિ બીજા આગમો ઉપર પણ એમણે નિયુક્તિ રચી છે. એ બધામાંથી આજે નીચે મુજબની આગમોની નિર્યુક્તિ મળી આવે છે –
૧. આયાર (આચાર), ૨. સૂયગડ (સૂત્રકૃત), ૩. દસાસુયાબંધ (દશાશ્રુતસ્કંધ)
આવર્સયસુત્ત (આવશ્યકસૂત્ર), ૫. દસયાલિયસુત્ત (દશવૈકાલિકસૂત્ર), ૬. ઉત્તરજઝયણસુત્ત (ઉત્તરાધ્યયનસૂત્ર), ૭. ક૫સુત્ત (બૃહત કલ્પસૂત્ર) અને ૮. વવહારસુત્ત (વ્યવહારસૂત્ર),
સરિયપણત્તિ (સૂર્યપ્રાપ્તિ) અને ઈતિભાસિય (ષિભાષિત) ઉપર એમણે રચેલી નિયુક્તિઓ મળતી નથી. હનિજજુત્તિ (ઓઘનિયંતિ), પિંડનિજ જુત્તિ (પિડનિર્યુક્તિ) અને સંસત્તનિજજુત્તિ (સંસક્તનિર્યુક્તિ) એ સ્વતંત્ર ગ્રંથ ગણાય છે.
આ બધી નિર્યુક્તિઓ પ્રાકૃતભાષામાં પદ્મમાં “આ છંદમાં રચાયેલી છે. નિર્યુક્તિ એટલે શું તે સંબંધમાં શ્રીજિનભદ્રગણિ ક્ષમાશ્રમણ, યાકિનીમહારાસનું શ્રીહરિભદ્રસૂરીશ્વર વગેરે મહર્ષિઓએ પ્રકાશ પાડ્યો છે.'
ભાષ્ય-નિયુક્તિ પછીના વિવરણાત્મક સાહિત્ય તરીકે ભાષ્ય અને ચૂણિને ઉલ્લેખ થઈ શકે તેમ છે. ભાષ્ય પણ નિર્યુક્તિની પેઠે પ્રાકૃત ભાષામાં પદ્યરૂપે આર્યાછંદમાં ગાથારૂપે રચાયેલું સાહિત્ય છે. એમાં નિર્યુક્તિ કરતાં વિશેષ સ્પષ્ટીકરણ નજરે પડે છે ખરું, પરંતુ એથી એમ કહી શકાય તેમ નથી કે દરેક ભાષ્ય એની પૂર્વેની નિર્યુક્તિનું વિવરણ જ છે. નીચે મુજબનાં આગમને લગતાં ભાષ્ય આજે પ્રાયઃ મળી શકે છે –
૧, નિસીહસુત્ત (નિશીથસૂત્ત), ૨. કમ્પસુત્ત, ૩. વવહારસુત્ત ૪. દસયાલિયસુત્ત, ૫. પંચકપ્પ (પંચક૯૫), ૬. આવસ્મયસુત્ત ૭. એહનિજજુતિ:૮. જયકપ (છતકલ્પ ) અને ૯. પકિખસુત્ત (પાક્ષિક સૂત્ર). આ આગમો ઉપરાંત ૧. કમ્મપયડ (કર્મપ્રકૃતિ), ૨. કમ્મસ્થય (કર્મસ્તવ), ૩. સડસીઈ (ષડશીતિ), ૪. સયગ (શતક) ૫. સાહસયગ (સાર્ધશતક) અને ૬. સત્તરિયા (સપ્તતિકા) ઉપર ભાષ્ય રચાયેલાં છે, પરંતુ તે અત્રે પ્રસ્તુત નથી.
ચૂર્ણિ–ચૂણિરૂપ વિવરણાત્મક સાહિત્ય નિર્યુક્તિ અને ભાષ્ય કરતાં ખાસ કરીને બે બાબતમાં જુદું પડે છે. એક તે એની ભાષા કેવળ પ્રાકૃત જ નથી, પરંતુ તેમાં સંસ્કૃત ભાષાનો પણ અંશ છે. કોઈ કોઈ વાર એક જ વાક્યમાં કેટલાક ભાગ પ્રાકૃતમાં
૧. આને લગતાં અવતરણ માટે જુઓ મારે લેખ “ The Jaina commentaries * (ભાંડારકર પ્રાચ્યવિદ્યા સંશોધન મંદિરનું સૈમાસિક ૧. ૧૬, અં. ૩-૪, પૃ. ૨૯૫-૨૯૬).
૨ આથી ભાષ્યને “ગાથા” પણ કહેવામાં આવે છે. જુઓ નિશીથસૂત્રચૂર્ણિના વીસમાં ઉદ્દેશકની શ્રી શીલભદ્રસૂરિના શિષ્ય શ્રી શ્રીચંદ્રસૂરિકૃત વ્યાખ્યાનો અંતિમ ભાગ. (“ભાંડારકર પ્રાચ્યવિદ્યા સંશોધન મંદિર” તરફથી છપાવેલું જૈન હસ્તલિખિત પ્રતિઓનું વર્ણનાત્મક રમૂજીપત્ર ક્રમાંક ૪૫૦, ભા. ૧, પૃ. ૨૪.).
For Private And Personal Use Only