________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આપણા વિવરણાત્મક સાહિત્યનું
સંક્ષિપ્ત અવલોકન
લેખક –. હીરાલાલ રસિકદાસ કાપડિયા, એમ. એ.
સાહિત્યની ઉત્પત્તિની કે વ્યાખ્યાની ચર્ચા કરવા માટે આ લેખમાં સ્થાન નથી. અહીં તે સાહિત્યના મૂળ અને વિવરણ એમ જે બે મુખ્ય વિભાગે પડે છે તેમાંના બીજા વિભાગને ઉદ્દેશીને થોડોક ઊહાપોહ કરવા વિચાર છે. તેમાં પણ વળી જે વિવિધ કેમ, પ્રજા કે સંપ્રદાયને આશ્રીને વિચાર કરવામાં આવે છે એનું ક્ષેત્ર ઘણું વિશાળ બની જાય અને વિશેષમાં તેમ કરવા માટે પૂરતાં સાધન વગેરે પણ જોઈએ. એથી અહીં તે મુખ્યતઃ જૈન અને તે પણ શ્વેતાંબર વિવરણાત્મક સાહિત્યને જ લક્ષ્મીને આ લેખ લખાય છે.
જેનોને એ યાદ કરાવવું પડે તેમ નથી કે અરિહંત અર્થ કરે છે અને ગણધરો તેને સૂત્રરૂપે ગુંથે છે, એટલે ગ્રંથ રચવાનું કાર્ય ગણધરને હાથે થાય છે. દરેક ગણધર તીર્થંકરની પાસેથી ત્રિપદીર સાંભળીને બાર અંગે રચે છે. બાર અંગના સમૂહરૂપ દ્વાદશાંગીની રચના થયા બાદ તીર્થકરના બીજા પણ શિષ્યો પ્રકીર્ણક રચે છે. આ બધા ગ્રંથ શિષ્યોને બરાબર સમજાય તે માટે તેનું વિવરણ આવશ્યક છે. ખુદ ગણધરો દ્વાદશાંગીને લગતું વિવરણ રચે છે કે કેમ અને જો રચતા હોય તો તે કઈ જાતનું હોય છે એ વિષે નિશ્ચયાત્મક ઉત્તર આપવાનું આપણી પાસે અત્યારે સાધન જણાતું નથી. આપણી પાસે તે શ્રીભદ્રબાહુસ્વામીએ રેલી નિજજુત્તિ (નિયુક્તિ)
૧. કહ્યું પણ છે કેઃ–‘બરથે મારૂં રિા કુત્ત થતિ ના નિર’
આવશ્યક નિયુક્તિ. (ગા. ૬૬૧). “સ્નાતસ્યા” સ્તુતિના ત્રીજા પદ્યના પ્રથમ ચરણુમાં પણ એવો જ ભાવ છે. શ્રીકુન્દકુન્દ્રાચાર્ય કૃત સુપાહુડની પહેલી ગાથામાં પણ આ જ હકીકત નજરે પડે છે.
" अरहंतभासियत्थं गणहरदेवे हैं गंथिय सम् ।
सुत्तत्थमगाणत्थं सवणा साहंति परमत्थं ॥१॥" ભાવપાહુડના હર મા પદ્યની પૂર્વાર્ધમાં પણ આ જ ભાવ જોવાય છે. આ રહ્યું એ પદ્ય
" तित्थयरभासियत्थं गणहरदेवेहिं गंथिय सम्म ।
भावहि अणुदिणु अतुलं विसुद्भभावेण सुयणाणं ॥ ९२ ॥" ૨. ૩૫ગેર વા, વિજમેર વા, પુર વા, આ ત્રણ તીર્થકર ભાષિત વાકયોને ત્રિપદી કહે છે, ૩આ નામનો કતએ પિતે ઉલ્લેખ કર્યો છે,
For Private And Personal Use Only