________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૯૩
૪૦
મખલિપુત્ર શાલ ભગવાન મહાવીરનું સત્ય-પ્રકાશન:
લેકેની શંકા દૂર કરવાને માટે, કોઈ વખતે શ્રાવસ્તિ નગરીમાં એક મોટી સભા સમક્ષ ભગવાન મહાવીરે ગોશાળાનું વાસ્તવિક સ્વરૂપ પ્રકટ કર્યું. તેથી ઘરે ઘરે
એ વાત પ્રચલિત થઈ કે ગોશાળ “જિન” નથી, પરંતુ ખોટી રીતે “જિન” તરીકે પિતાની પ્રસિદ્ધિ કરી રહ્યો છે. લંકાની આ વાતો સાંભળીને ગોશાળ વધારે ગુસ્સે થયો, અને ભગવાન મહાવીરને કટ્ટર વિરોધી બને
હાલાહલા કુંભારણ:
ગોશાળાના આજીવિકમતમાં “હાલાહલા' નામની એક કુંભારણ પ્રધાન સ્થાન રાખતી હતી. તે શ્રાવતિ નગરીની રહેવાવાળી હતી, ધનાઢય હતી, બુદ્ધિમતી હતી અને સૌંદર્યવાળી હતી. તેણીએ આજીવિકમતને સ્વીકાર કર્યો હતો–તે સિદ્ધાતમાં તે પૂરું આસ્તિથ રાખતી હતી. ગશાળા, ઘણે ભાગે શ્રાવસ્તિમાં જ્યારે આવો ત્યારે, આ જ કુભારણના સ્થાનમાં મુકામ કરતો હતો. જે છ દિશાચર-શિષ્યોની પ્રાપ્તિ ગોશાળાને થઈ હતી, તેઓ અહીં જ–આ કુંભારણને ત્યાં ગોશાળાને આવી મળ્યા હતા.
(અપૂર્ણ)
કુંભારણ ઉપર અંજલિ દેતે રહેતો હતો. પિતાની આ સાવધ પ્રવૃત્તિને ઢાંકવાને માટે આ “ચરમવાદ તથા તે સિવાય ચાર પ્રકારનાં પાતક અને ચાર પ્રકારનાં અપાતક પણ બતાવ્યાં હતાં.
ગોશાળાના આ “આજીવિક” મત સંબંધી તો ઘણાય વિદ્વાનોએ લખ્યું છે, અને તેમાંના થોડાક અભિપ્રાય ઉપર બતાવામાં આવ્યા છે, પરંતુ સૌથી અધિક પરામર્શ ૧ પૂર્વક લખવાવાળાઓમાં મુખ્ય ડો. હેઅલ્લે છે, તેમનો લેખ અતિ મહત્વપૂર્ણ છે. તેમણે કેટલાક અભિપ્રાય આપ્યા પછી લખ્યું છેઃ
એ વાત સ્પષ્ટ છે કે સિદ્ધાતની દષ્ટિથી તે એક પ્રકારનો નક્કર નિયતિવાદ હતો, કે જે મનુષ્યની સ્વતંત્ર ઇચ્છાશક્તિમાં, શુભાશુભ કર્મમાં, તેના ઉત્તરદાયિત્વમાં “નકાર' ભણતો હતો. વળી એ પણ એટલું જ સ્પષ્ટ છે કે જે આ સિદ્ધાન્ત આચારમાં ઉતારવામાં આવે, તે તે ઘણો જ ઉપદ્રવકારક થઈ જાય. બૌદ્ધ અને જૈન–બને સમ્મત છે કે ગોશાળાએ પિતાનો સિદ્ધાંત આચારમાં ઉતાર્યો હતો. પહેલાં લખવામાં આવ્યું છે તેમ, બુદ્ધે તેના ઉપર અબ્રહ્મચર્યને આરોપ રાખ્યો હતો. મહાવીરનું કથન પણ એટલું જ વજનદાર છે. x x x ગે શાળાએ પિતાને મુખ્ય મઠ એક સ્ત્રીના મકાનમાં રાખીને, પોતાના કૃત્યથી જ તેણે પિતા પર આરોપ ઉઠાવી લીધે હતા.”
જુઓ, જૈનસાહિત્યસંશોધક, ખ, ૩, અં. ૪, પૃ. ૩૪. આવી રીતે શાળાના “નિયતિવાદ' અથવા આજીવિકમતના સંબંધમાં અનેક વિદ્વાનોએ લખ્યું છે. તે બધાને અહીં ઉલ્લેખ કરે અસંભવિત છે,
For Private And Personal Use Only