________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મખલિપુત્ર ગોશાલ
લેખક–
મુનિરાજ શ્રી વિદ્યાવિજય
(ગતાંકથી ચાલુ) મહાવીર સ્વામી સાથે મતભેદ:
શરદઋતુને સમય હતો. વૃષ્ટિ બંધ હતી. ભગવાન મહાવીર પિતાના શિષ્ય ગશાળાની સાથે સિદ્ધાર્થ નગરથી કૂર્મગામ તરફ વિહાર કરી રહ્યા હતા. રસ્તામાં એક તલને છોડ, કે જે પત્ર–પુષ્પાથી ખીલેલે હતો, નજરે પડયો. ગોશાળાએ મહાવીરસ્વામીને પૂછયું, “ભગવન, આ છોડનાં સાત પુષ્યના જીવ મરીને માં ઉત્પન્ન થશે?” ભગવાને કહ્યું: “ગશાળ, એ સાતે પુષ્યના જીવ મરીને આ જ છોડની શિંગમાં સાત તલના રૂપમાં ઉત્પન્ન થશે.”
ગશાળાએ વિચાર્યું. “જુઓ, ભગવાનનું વચન મિથ્યા કરું છું કે નહિ?” એમ વિચારી ધીરે ધીરે ભગવાનની પાસેથી તે સરક્યો અને તે છોડની પાસે જઈને. તે છોડને માટીની સાથે મૂળથી ઉખાડી એક સ્થાનમાં મૂકી દીધું. બનવા-કાળ હતું કે, તે વખતે આકાશમાં વાદળો ચઢી આવ્યાં, વીજળી ચમકવા લાગી અને વરસાદ થયો. તકાળ વરસાદ પડવાના કારણે પેલો છોડ સૂકાયો નહિ, બલકે તે સ્થિર થઈ ગયો. અને એ મૂળ માટી સાથે મજબૂત થઈ તે છોડ ફલિત થશે. તે ફૂલના સાતે જીવ તેની એક શીંગમાં સાત તલરૂપે ઉત્પન્ન થયા. તલના છેડની પરીક્ષા અને પરિવર્તાવાદની પ્રરૂપણા
કોઇ વખતે ભગવાન મહાવીરસ્વામી, ગે શાળાની સાથે કૂર્મગ્રામથી સિદ્ધાર્થ નગર તરફ પધારી રહ્યા હતા. રસ્તામાં તલના છોડની વાત નીકળી. ભગવાન મહાવીરે કહ્યું: “તે સાત ફૂલના જીવો જરૂર તેની શીંગમાં ઉત્પન્ન થયા છે. ગોશાળે તે છોડની પાસે ગયો, અને તેની શીંગને ખોલીને જોવા લાગ્યો, તો તેમાંથી બરાબર સાત તલના દાણા નીકળ્યા. શાળાએ તેની ઉપરથી પિતાના મનમાં એ નિશ્ચય કર્યો કે “પ્રત્યેક જીવ મરીને તે જ શરીરમાં ઉત્પન્ન થાય છે!” મંલિ ગોશાળનો આ પ્રમાણેના સિદ્ધાંતનો સ્વીકાર તે તેને પરિવર્તવાદ છે. તેજલેશ્યાની પ્રાપ્તિ
મંલિપુત્ર ગોશાળે વેશ્યાયન નામના એક બાલતપસ્વીનું અપમાન કર્યું હતું. વૈશ્યાયન મુનિએ પહેલાં તે અપમાન સહન કર્યું, પરંતુ જ્યારે ગોશાળાએ તેનું બહુ અપમાન કર્યું, ત્યારે તે તપસ્વીએ ગશાળા ઉ૫૨ તેજલેયા નામની શક્તિ છોડી.. ભગવાન મહાવીરને ગોશાળા ઉપર અનુકંપા આવી. તેમણે તેજલેશ્યાના પ્રતિકારરૂપે શીતલેશ્યા ફેંકી. પરિણામે ગોશાળો બચ્યો. તે પછી ગોશાળાએ ભગવાનને પ્રાર્થના
For Private And Personal Use Only