________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૦૧
પ્રભુ શ્રી મહાવીરનું તત્ત્વજ્ઞાન સંપૂર્ણ જગત અને ત્રણે કાલનો જ્ઞાતા છે, તે પછી તે જ સર્વજ્ઞ સિદ્ધ થયો. પછી તે માટે વિશેષ મહેનત નથી કરતી રહેતી. જે તે જગત્રયના ભાવને જાણી શકતા નથી, તો પછી તેને “સર્વજ્ઞ નથી,' એમ બેલવાને પણ અધિકાર નથી. વળી વકતૃત્વ આદિ હેતુઓથી અને રયા-પુરુષ આદિ દષ્ટાંતથી કેટલાકેએ સર્વજ્ઞાના નિષેધનાં અનુમાને કયાં છે, પરંતુ તે હેતુઓ અનેકન્તિક, વ્યભિચારી, વિરૂદ્ધ, અસિદ્ધ અને બાધિત હોવાથી હેત્વાભાસ–બેટા હેતુઓ છે. મતલબ કે સર્વજ્ઞનું ખંડન કરી શકે એવો અવ્યભિચારીઅચૂક હેતુ જ નથી મળતો, એટલે અનુમાનથી તેનું ખંડન થવું અસંભવ છે. ઉપમાન પણ અસર્વજ્ઞને સિદ્ધ કરી શકે તેમ નથી, કારણ કે તે સદશતાના બલથી પ્રવર્તે છે, અને સર્વજ્ઞતાના અભાવને સિદ્ધ કરનાર એવું કેઇ પણ સાદસ્ય બેલ નથી, કે જેથી સર્વજ્ઞનું ખંડન કરી શકાય. અર્થાપત્તિ નામનું પ્રમાણ પણ તે કાર્ય કરી શકતું નથી. અર્થપત્તિ પ્રમાણ નીચે મુજબ છે –
“જન સેવવત્તા તિવા ન મુર” અર્થાત પુષ્ટ એવો દેવદત્ત દિવસે નથી ખાતે, એમ કહેવામાં ત્યાં દેવદત્તનું પુષ્ટ એવું વિશેષણ તે રાત્રે ખાય છે, એમ સિદ્ધ કરે છે, કેમકે તે દિવસે તો ખાતે જ નથી અને છતાં પુષ્ટ છે, એથી તેનું રાત્રિભજન સિદ્ધ થાય છે. જે રાત્રે પણ ન ખાતા હોય તે તે પુષ્ટ ન હોઈ શકે, એટલે પુષ્ટત્વ રાત્રિએ ખાધા સિવાય સિદ્ધ થઈ શકતું નથી. આનું નામ અથંપત્તિ છે, કેમકે પુષ્ટત્વના અર્થથી રાત્રે ખાવાની આપત્તિ આવે છે, માટે એ અર્થાપતિ કહેવાય છે. અહીં પુષ્ટત્વની પ્રત્યક્ષતાથી રાત્રિભજન સિદ્ધ કરી શકાય છે, તેમ સર્વજ્ઞમાં પ્રત્યક્ષ પૂર્વક સિદ્ધ થનાર અર્થપત્તિ પ્રમાણુ સર્વજ્ઞનો નિષેધ કેવી રીતે કરી શકે તે પણ ખાસ વિચારવા જેવી બીના છે. આગમ પ્રમાણથી સર્વજ્ઞનો નિષેધ પણ થઈ શકતો નથી, કારણ કે સર્વે ને સિદ્ધ કરનાર આગમ પ્રમાણ મોજુદ છે. વળી ‘પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન, આગમ અને અર્થપત્તિ એ પાંચે પ્રમાણેને સર્વાની સિદ્ધિમાં અભાવ છે–અર્થાત્ એક પણ પ્રમાણથી સર્વસ સિદ્ધ થઈ શકતો નથી, એટલે પ્રમાણુ પંચકના અભાવરૂપ અભાવ પ્રમાણ સર્વસના અભાવને સિદ્ધ કરે છે,” એમ પણ નહીં કહી શકાય, કારણ કે સર્વ ઠેકાણે અને સર્વ કાલમાં સર્વાને ગ્રહણ કરનાર પ્રમાણ નથી એમ સાધારણ બુદ્ધિવાળો કહી શકે જ નહી, કેમકે તેવા પુરુષને સર્વ દેશ અને કાળનું વિજ્ઞાન હોય એમ કો સજન માની શકે? વળી તેવા પુરુષમાં સર્વ દેશ અને સર્વ કાળનું વિજ્ઞાન માનવામાં આવે તો તો તે પુરૂષ જ સર્વજ્ઞ સિદ્ધ થશે કે જેને નિખિલ દેશ અને નિખિલ કાળનું જ્ઞાન છે, એ આપણે પહેલાં જ જોઈ ગયા. એટલે સર્વજ્ઞ નિષેધ કઈ રીતે શક્ય નથી થતું.
(અપૂર્ણ)
સૂચના: પરમપૂજ્ય આચાર્ય મહારાજ શ્રીમદ્ વિજયલાવણ્યસૂરિજીને “રક્ષામવિશ્વા”ને ચાલુ લેખ આ અંકમાં આપી શકાયું નથી.
For Private And Personal Use Only