________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૦૦
શ્રી જૈન સત્ય પ્રકાશ
માધ સાધનથી વિપરીત વચન કાઢે તે થાય, અને પ્રતિવાદી તેમાં જ દેષભાવન કરતો રહે, અને તેના અસાધનને સમજે નહિ, તે પ્રતિવાદીનો નિગ્રહ કહેવાય. આ સિવાય બીજા નિગ્રહસ્થાને પ્રલાપ માત્ર છે. આમાં વક્તાઓનો અપરાધ છે એટલે તે તત્ત્વજ્ઞાન નથી. એટલે આ પદાર્થ પણ ઉડી જાય છે.
આ રીતે અતાત્ત્વિક તત્ત્વમાળાને માનનાર તૈયાચિકે મુક્તિમાં પણ સમજ્યા નથી; કેમકે તેઓ મુક્તિનું લક્ષણ નીચે મુજબ બાંધે છે –
તમાનrfપણgણામવાસવૃત્તિગુણવંત ”િ
અર્થ –એક જ અધિકરણમાં દુઃખના પ્રાગભાવની સાથે નહિ વર્તનાર એવો જે દુખના વંસ, તેનું નામ મુક્તિ છે. આ સૂત્રની રીતિએ મુક્તિ માનવામાં કેવો જબર વીધા આવે છે, તે સુંદર રીતે જાણવું હોય તે, પૂજ્ય ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી મહારાજનો ન્યાયાલોક જોઈ લેવો. તેના ઉપર આચાર્ય શ્રીમદ્ વિજયનેમિસુરીશ્વરજી કૃત સરસ ટીકા છે કે, જે નવ્ય ન્યાય અને દાર્શનિક પુરાવાથી ભરપુર છે. કેટલેક સ્થળે મૂળ ઉપરાંતની વાતને લાંબા લાંબા પરિષ્કારથી સ્ફોટ કરેલ છે. આપણે તે અહીં એટલું જ કહેવાનું છે કે, તે લેકે મુક્તિમાં જ્ઞાન, સુખ વગેરે નથી માનતા, તે પછી એવી જ્ઞાનહીન, સુખહીન પત્થર જેવી મુક્તિ માટે કોણ પુરુષાર્થ કરવા તૈયાર થઈ શકે? મીમાંસક દશનની માન્યતાએ સર્વજ્ઞ સંબંધી વિચાર?
કેટલાક મીમાંસક આદિ મતવાદીઓ છવ સર્વર થઈ શકે જ નહી, એવી માન્યતાવાળા છે. પરંતુ તેમની એ માન્યતા વાસ્તવિક નથી, કારણ કે તેઓ, પ્રત્યક્ષથી સર્વજ્ઞ નથી દેખાતે એટલે તે નથી, એમ માનતા હોય છે, તેમની મોટી ભૂલ છે. પિતાના ગર્ભમાં આવ્યા પછી તુરત મરી જનાર પિતા અને પહેલાં થઈ જનાર પૂર્વજો નજરે નથી દેખાતાં છતાંય માનવાં પડે છે, ત્યાં જેમ અનુમાન પ્રવર્તે છે, તેમ સર્વજ્ઞમાં પણ સંભવ અનુમાન છે, અને બાધક પ્રમાણેને અભાવ છે, એટલે જીવનું સર્વજ્ઞપણું અનિવાર્ય છે. સંભવ અનુમાન નીચે પ્રમાણે છે –
વ્યાકરણ આદિ શાસ્ત્રો વડે ય પદાર્થો પ્રતિ પ્રજ્ઞાનો અતિશય વધતો જાય છે, અને તે કઈ સીમા સુધી વધી શકે છે, એકથી એક આગળ વધતા પુરૂષોને જોઈ મર્યાદા બાંધી શકાય તેમ નથી. તેથી જેમ અણુ, ચણુક, ચણુક. એમ ક્રમે ક્રમે વધતું જતું પરિમાણ અનંત પરિમાણ ગગનમાં જઈ નિરતિશય બને છે, તેમ જ્ઞાનનો પ્રકર્ષ વધતે વધતે અનંતજ્ઞાની સર્વજ્ઞ ભગવાનમાં વિશ્રાન્તિ લે છે. અર્થાત જીવનું જ્ઞાન વધતું વધતું સર્વજ્ઞ સિદ્ધાન્ત પ્રમાણે રત્નત્રયીની પ્રાપ્તિના પૂર્ણ અભ્યાસથી છેવટે કેવલજ્ઞાનમાં નિષ્ટ થાય છે; અને તે અનંતજ્ઞાનને ધારણ કરનાર સર્વજ્ઞ કહેવાય છે. શ્રી મહાવીર સ્વામી પણ આમ રત્નત્રયીના અભ્યાસથી, સર્વજ્ઞ થયા હતા. આમાં કોઈ પણ બાધક પ્રમાણ નથી, કારણ કે અલ્પજ્ઞ તે વાતને જાણી શકતો નથી, કે દુનિયાના સર્વ વિભાગોમાં અને ત્રણે કાલમાં સર્વજ્ઞ થઈ શકે જ નહિ. કારણ કે સર્વ જગત અને ત્રણે કાલને જેનાર જ વદી શકે કે, સર્વ જગતમાં અને ત્રણે કાલમાં સર્વજ્ઞ નથી. જે એ જેનાર
For Private And Personal Use Only