________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મંખલિપુત્ર ગોશાલ
લેખક– મુનિરાજ શ્રી વિદ્યાવિજયજી
અઢી હજાર વર્ષ ઉપરની વાત છે. જે વખતે ભારતવર્ષમાં યજ્ઞયાગાદિ નિમિત્તે પશુહિંસાને ઘોર આતંક ફેલાયો હતો, જે વખતે અજ્ઞાનજન્ય રૂઢીઓએ પોતાનું સામ્રાજ્ય ફેલાવ્યું હતું, જે વખતે સ્વાથ ઉપદેશકોની વાઉજાળમાં ભદ્રિક જીવો ફસાઈ રહ્યા હતા, તે વખતે જૈનેના અંતિમ તીર્થકર ભગવાન મહાવીર અને મહાત્મા બુદ્ધ અહિંસાને સંદેશ ઘેરઘેર પહોંચાડવાનો પ્રબળ પુરૂષાર્થ કર્યો હતો. સાચો ધર્મ કહે હોઈ શકે ? તેમજ અહિંસા, સંયમ અને તપ એ જ ધર્મનું સાચું સ્વરૂપ છે, એ વાતનું ભગવાન મહાવીરસ્વામીએ ન કેવળ પ્રતિપાદન જ કર્યું–બક બાર વર્ષ સુધી ઘેર તપસ્યા કરીને, પિતાના જીવનની સાથે એને સાક્ષાત્કાર કરીને, જનતાને બતાવી પણ આપ્યું હતું.
આ વખતે બીજા પણ કેટલાંક ધર્મોપદેશકે ભારતવર્ષમાં વિચરતા હતા. જેને ઉલ્લેખ બૌદ્ધોના પિટકગ્રંથમાં ઠેકાણે ઠેકાણે પ્રાપ્ત થાય છે. પૂરણ કાશ્યપ, મંખલિ ગોશાલ, અજિત કેશકુંબલ, કકૂદકાત્યાયન અને સંજયલસ્થિ પુગ; આ પાંચ ધર્મોપદેશકેન નામ વિશેષ રીતે ઉલ્લિખિત છે. આમાં મંખલિ ગોશાલનું પણ
મજ “શારદા અભિનંદન ગ્રંથ' માટે લખેલા હિંદી લેખને અનુવાદ. લેખક
૧. બૌદ્ધગ્રંમાં પૂરણ કાશ્યપ, મખલિ ગોશાલ, અજિતકેશકુંબલ, કકૂદકાત્યાયન, સંજયલાષ્ટ્રપુત્ર અને નિગ્રંથ જ્ઞાતપુત્ર (ભ. મહાવીર) આ છનાં નામ ઠેકાણે ઠેકાણે આવે છે. આ ને બુદ્ધે પોતાના વિરોધી, પાખંડી અને જુઠી પ્રરૂપણું કરવાવાળા સમજ્યા હતા. આમાંથી કોઈ પણ એકના નામને જ્યાં કયાંય ઉલ્લેખ કરવાનો પ્રસંગ આવ્યો, ત્યાં પ્રાયઃ છનાં નામનો ઉલ્લેખ કર્યો છે. અને તે બધાં સ્થાનમાં, તેઓની અપકૃષ્ટતા અને પિતાની ઉત્કૃષ્ટતા બતાવવાના ઉદ્દેશ સિવાય બીજે કંઈ ઉદ્દેશ જેવામાં નથી આવતો. જૂઓ : (૧) બુદ્ધચર્યા (રાહુલ સાંકૃત્યાયન લિખિત) નાં આ પ્રકરણ :
૧. દિવ્ય શક્તિ પ્રદર્શન ૨. છ શાસ્તાઓની સર્વજ્ઞતા
,, ૯૧-૯૨ ૩. મહાસકુલુદાયિનસુરા ૪, સામઝઝલ-સુર ૫, પાવામાં
, ૫૪૦
For Private And Personal Use Only