SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૯૪ શ્રી જૈન સત્ય પ્રકાશ કાતિ ક શ્રમણ ભગવાન્ મહાવીરદેવ પોતે અતીત, અનાગત અને વર્તમાન એમ ત્રણે કાળતી વસ્તુને સશે, સાક્ષાત્ હાથમાં રહેલી વસ્તુની જેમ, જાણતા તેમજ દેખતા હતા. છતાં પણ આપણા પ્રભુ કાંઈ પણ કહે તે એ પ્રમાણે કે ‘જન્નત્તમ્’ એટલે અનાદિ કાળમાં થયેલ તીર્થંકરાએ પૂર્વે જે પ્રતિપાદન કર્યું છે, તે જ હું કહું છું હું કાંઈ નવીન કહેતા નથી. આ, ભગવંતના શાસનની શુદ્ધ પ્રણાલિકા, ભગવન્તની નિરભિમાનતા તથા પૂ તીર્થંકરેાની સાથેની એકવાક્યતા સૂચિત કરે છે. તે જ શુદ્ધ પ્રણાલિકા અદ્યાવિધ અસ્ખલિત ધારાએ ગૌતમાદિક ગણધરામાં, યુગપ્રધાનેામાં, પૂર્વાચાર્યોમાં તેમજ આધુનિક ભવભીરુ વિદ્વાનામાં પણ ચાલી આવે છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir આગમ-મહિમા : પ્રભુ શ્રી મહાવીરદેવે ધકલ્પતઃ ઉપર આરૂઢ થઈ તે દેશનારૂપ સુરભિપુષ્પોની વૃષ્ટિ કરી, જે પુષ્પોને ગૌતમાદિક ગણધરાએ પોતાના બુદ્ધિરૂપી વિશાળ પટમાં ઝીલી લીધાં. અને એ સુરભિપુષ્પાને સુતરમાં ( સૂત્રરૂપે ) ગુથી તેની દ્વાદશાંગીરૂપ ખાર અપૂર્વ ફુલની માળા બનાવી. જે પુષ્પોની મઘમધાયમાન મ્હેક માત્રથી ભવ્ય જીવેાની અનાદિકાળની મિથ્યાત્વ વાસનારૂપ દુર્ગંધ સદાને માટે પલાયન થઈ જાય છે. ગૌતમાદિક ગણધરાએ રચેલ દ્વાદશાંગી રૂપ બાર માળાએ આ છે : (૧) આચારાંગ, (ર) સુયગડાંગ (સૂત્રકૃતાંગ), (૩) ઠાણાંગ, (૪) સમવાયંગ, (૫) ભગવતીજી, (૬) જ્ઞાતાધર્મ કથા, (૭) ઉપાસકદશાંગ, (૮) અંતગડ (અંતકૃશાંગ), (૯) અણુત્તરાવવાઈ દશાંગ (અનુત્તાપપાતિકદશાંગ), (૧૦) પ્રશ્ન વ્યાકરણ, (૧૧) વિપાક શ્રુત અને (૧૨) ષ્ટિવાદ. આ પ્રમાણે ખાર અંગની રચના કરી, તેમાં બારમા દષ્ટિવાદ અત્યારે વિચ્છિન્ન છે, તેમાં ચૌદ પૂર્વા સમાવેશ થાય છે. આ ઉપર્યુક્ત દ્વાદશાંગીરૂપ સૂત્રમાળાને જે આત્મા હૃદયમાં ધારણ કરશે તે જગદુલ્હારક ખેતી પરમપદ પામશે, અહિં‘સાની ઉત્કૃષ્નતા : દયાનિધિ મહાવીર દેવને એટલા જબરજસ્ત અતિશય હતા કે તેમની પાસે જન્મનાં વૈરી પ્રાણીઓ જેવાં કે — સિંહ અને બકરી, વાઘ, અને ગાય, ખિલાડી અને ઉંદર, સર્પ અને નેાળાએ વગેરે ભેગાં મળીને એક જ સ્થાનકે તિ"ચની પદામાં બેસતાં હતાં તે ખરેખર એ પરમ દયાળુ પરમાત્માની અહિંસાની ઉકતા વ્યક્ત કરે છે, ભગવાન મહાવીરદેવની અહિંસા આકાશવત્ વસ્તીણુ હતી તેમજ સુક્ષ્મતર પણ હતી. કારણુંકે તેમાં પ્રાણીમાત્ર ઉપર દયાભાવ વ્યક્ત કર્યાં હતા. જે આત્મા સ છત્રને અભયદાન આપે છે તે સર્વાથી અભય થાય છે, અર્થાત્ તેને કાષ્ઠતા ભય હાતા નથી. જેનામાં અહિંસાની પ્રતિષ્ઠા થઈ હાય તેની પાસે આવતાં પ્રાણીઓનાં વેર વિરાધ શાંત થઈ જાય છે. વિશ્વદ્ય શ્રમણ ભગવાન મહાવીર પરમાત્માની જીવનયૅાતિનાં અગણિત કિરણો પૈકી અમૂક જ કિરણેાનું અવલમ્બન લઈ આ લેખન-ભૂમિકાને પ્રકાશિત કરી છે. તેને પ્રકાશ પ્રાણીમાત્રનાં મિથ્યાતિમિર પડલ દૂર કરી આત્માના વાસ્તવિક જ્ઞાન ગુણને પ્રકટ કરનાર થાઓ અને જગતના જંતુમાત્રનું કલ્યાણું કરા એ જ અન્તિમ શુભાશયપૂર્વક આ લેખને સમાપ્ત કરૂ' છું, For Private And Personal Use Only
SR No.521516
Book TitleJain Satyaprakash 1936 11 12 SrNo 16 17
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1936
Total Pages231
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size102 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy