________________
Shri Mahavir Jain Aradhana Kendra
યુગમૂતિ મહાવીર
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લેખક
શ્રીયુત રતાજી એમ. હાકેર,
અનુભવ કહે છે કે-ભગવતી ઉષા ધરતી પર પોતાની રમ્ય પ્રભા પાડે તે સમય પહેલાંનું, પરાઢનું સ્નિગ્ધ વાતાવરણ વધુ ગાઢ અંધકારમય હાય છે.
‘ શ્રી મહાવીર ’ યુગની ઉષા પહેલાં, જગતમાં ગાઢ અંધકાર વ્યાપી રહ્યા હતા. ભૂત માત્ર પ્રત્યેની કલ્યાણ–ભાવના ઝાંખી થઈ હતી. ધર્મને નામે હત્યાકાંડ રચાતા હતા. સ્વાર્થીની મલિન ભાવના એ શ્યામલ અચલાનું સ્વરૂપ ધારી જગતને આવયું હતું.
તેવા કટોકટીના સમયે સમ કચેાગી ‘ શ્રી મહાવીર પ્રભુ' ના પ્રાદુભાવ થયેા.
આજથી અઢી હજાર વર્ષ પૂર્વે તે યુગવિધાયકે—તે નરપુંગવે સત્ય અને અહિંસાના, આ પવિત્ર આર્યાવર્તીમાં ટંકાર કર્યાં. જૈનધર્મની જય-ઘાષણાથી તેણે દિગ'ત ગજાવ્યું. જગતના સ'તુપ્ત લેાકેા પર વિશ્વબંધુત્વ, સમાનતા અને શાંતિનાં અમી-સિંચન કયા ! વન, ઉપવન, ગિરિકંદરા અને નગરીમાં વસતી આ–પ્રજા આ પ્રકાશથી સુમહાજ્જવલ બની ! ભૂત માત્રનાં ભાગ્ય, ત્યારે સંપૂર્ણ કલાએ વિકસ્યાં મને સમસ્ત આય્વમાં અહિંસાના અમર આદેશ સ્થાપિત થયા.
વિશ્વકુંજોમાં જીવદયાના પરિમલ વેરનાર ‘ પ્રભુ મહાવીરે ’ મહાન વીરતાથી—અજોડ પરાક્રમથી કમ-સમુચ્ચયનાં બંધન વિદારી આત્મલક્ષ્મીના સાક્ષાત્કાર કર્યાં ! તે પરમ-યેાતિ– સ્વરૂપની વાણીથી નીઝ રેલા સ્યાપ્નાદના અમૂલા સિદ્ધાંતની જગતને પ્રાપ્તિ થઈ, અને વિખવાદના વિષભર્યાં વાતાવરણમાંથી જગતને છુટકારાના માર્ગ લાયે !
For Private And Personal Use Only