________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨.
શ્રી જૈન સત્ય પ્રકાશ
કાર્તિક શુકલ ધ્યાનમાં વર્તતા પરમાત્મા મહાવીરદેવને-સકલ કાલેલકમાં રહેલા પ્રત્યેક પદાર્થને સંપૂર્ણ રીતે દેખાડનાર એવું કેવળદર્શન અને કેવળજ્ઞાન ઉત્પન્ન થાય છે. અહીં પ્રસંગવશાત્ મારે કહેવું જોઈએ કે – પ્રભુશ્રીએ પ્રથમ નયસારના ભવમાં, અરણ્યમાં ભૂલા પડેલા સાધુઓને ભક્તિપૂર્વક આહાર પાણી વહોરાવી, રસ્તો બતાવી, જે બેધિબીજ વાવ્યું હતું, તેનું વચલા પચીશ ભ સુધી સિંચન કરતાં કરતાં, આ છેલા ભવમાં તે બોધિબીજને સ્ફટીકવત નિર્મળ આત્મલક્ષ્મીની પ્રાપ્તિરૂપ વૃક્ષરૂપે પરિણાવ્યું અને શુકલધ્યાનાદિક નિર્મળ જીવનથી તેને નવપલ્લવિત કરી સંપૂર્ણતયા વિકસાવ્યું. જેનાં અમૃતરસથી ભરપુર એવાં કેવળજ્ઞાન અને કેવળદર્શનરૂ૫ ફળ પણ પ્રાપ્ત કર્યા, કે જે ફળોના આસ્વાદનથી જીવ સદાને માટે અજર અને અમર બની જાય. પ્રથમ દેશના અફળ :
શ્રમણ ભગવાન મહાવીરદેવે અનેક પ્રકારની ઘોર તપશ્ચર્યા કરી, વિવિધ અસહ્ય ઉપસર્ગોને (નિર્માલ્યતાથી કે ગરીબાઈથી નહિ, કિંતુ) બહાદુરીપૂર્વક પર્વતની જેમ ધીર રહી સહન કર્યા, અને પ્રાન્ત જે કેવળજ્ઞાનરૂપી અમૂલ્ય રત્ન સાંપનું, તેને તે દયાળુ પ્રભુએ જગતના કલ્યાણની ખાતર, જંતુ માત્ર સંસારકૂ પમાંથી ઉદ્ધાર કરવાની ખાતર ઉપયોગ કરવા માંડયો. એ હે ! પ્રભુશ્રીની કેટલી વિશાળ અને ઉદાર મનોવૃત્તિ! કેવળજ્ઞાન ઉત્પન્ન થયા પછી દેવતાઓએ આવી, ત્રિગડારૂપ સમવસરણની રચના કરી. તેમાં બેસી પ્રભુએ પ્રથમ દેશના આપી. પણ આ વખતે કોઈને વિરતિ પરિણામ ન થયો, કારણકે તે પહેલી દેશના સમયે પર્ષદામાં દેવતાઓ જ હતા. પ્રભુની કેવળજ્ઞાન પછીની આ પ્રથમ દેશના નિષ્ફળ નીવડી, આ ઘટના એક આશ્ચર્ય (અચ્છેરા) તરીક ગણાય છે. દેવતાઓએ તે અવિરતિ અને અપચ્ચકખાણી હોય છે. આ પર્ષમાં બધા દેવતાઓ હોવાથી કોઈ જીવ પ્રતિબોધ પામવાને નથી, એ ભગવાન જાણતા હતા, છતાં પણ પોતાને કલ્પ સાચવવા પુરતી જ દેશના આપી હતી. અગીયાર ગણધરને દીક્ષા:
ત્યારપછી ભગવાન મહાવીર મહારાજા વિચરતા વિચરતા અપાપાનગરીમાં પધાર્યા, ત્યાં પણ દેવોએ ત્રિગડારૂપ સમવસરણની રચના કરી. તેમાં પૂર્વાભિમુખ પરમાત્મા દેશના દેવા બિરાજમાન થયા, બાકીની ત્રણ દિશા તરફ દેવતાઓએ પ્રભુનાં ત્રણ તાદશ પ્રતિબિંબ બનાવી પધરાવ્યાં, કે જેથી સાક્ષાત પરમાત્મા જ બેઠા છે, અને પિતે જ દેશના આપી રહ્યા છે, એમ તે તે દિશાવાળી પર્ષદાને ભાસ થાય. પ્રભુશ્રીની પાછળ એક ભામંડલ દેવતાઓ ધારણ કરે છે. તેનો ઉદ્દેશ એ હોય છે કે-પ્રભુના દર્શન માટે આવેલા ભક્તજની ચક્ષુઓ પ્રભુના તેજપુંજથી અંજાઈ ન જાય, અને સુખેથી દર્શનાદિ કરી શકે. * પ્રભુશ્રીએ સર્વ પર્ષદા પોતપોતાની ભાષામાં સમજી શકે એવી, અને યોજન સધી સંભળાય એવી મહામેઘની જેમ ગંભીર એવી અમૃતમય વાણીથી ભવ્યનું એકતિ કલ્યાણ કરનારી અમેઘ દેશના આપવી શરુ કરી. જે શાંતરસને ઝરનારી અમીવાણી પાંત્રીશ ગુણેથી અલંકૃત હોય છે. તે સાંભળવા બાર પ્રકારની પર્ષદા (બાર જાતને
For Private And Personal Use Only