________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૦
શ્રી જૈન સત્ય પ્રકાશ
કાર્તિક આપી છે. માટે હે ચેતન, તું આ ઉપસર્ગોને શાંતિ તેમજ ક્ષમા પૂર્વક સહન કર ! તે સિવાય તારાં કઠીન કર્મનાં મર્મસ્થળો નહીં ભેદાય.
વાચક મહાશય ! એક તરફ મહાવીર પ્રભુને ઉપદ્રની પરિસીમાં અને બીજી તરફ ક્ષમાસાગર મહાવીરદેવનાં દયાભાવનાનાં અમી ઝરણાઓ, જરા જુઓ તો ખરા ? નિર્દય, અધમ સંગમે જે કાળચક્ર ફેંક્યું તેનું વર્ણન તે સાંભળો ? તે કાળચક્ર હઝારભાર વજનવાળું હતું. પર્વતને પણ તેડી નાંખવાનું તેનામાં સામર્થ હતું. આવા કાળચક્રને આકાશમાં ઘુમાવી ઘુમાવીને પ્રભુ મહાવીરદેવ ઉપર ફેંકયું હતું – જેના અભિઘાતથી પ્રભુ મહાવીરદેવ ઢીંચણ સુધી જમીનમાં ખેંચી ગયા. ભગવાનનું વજઋષભનારાચ સંધયણ હોવાથી એટલોથી સયું. આવા પ્રાણાન્ત જેવા કષ્ટને આપનાર અધમ સંગમ ઉપર પણ દયાળુ પ્રભુ વીરે દર્શાવેલાં દયામય નયને કયા માનસને દ્રવિત નથી કરતાં ? આ પ્રસંગે આવી અપૂર્વ દયાનો ઝરે મહાવીરદેવના હૃદયમાં નિરંતર વહેતા હતા, તેને પ્રકટ કરનારાં અલાં સ્પન્દને જાણે ન હોય તેમ વિરપ્રભુનાં નેત્રો દયાનાં અઓથી ભરાઈ ગયાં.
આ સંગમના પ્રસંગથી–અપકાર કરનાર ઉપર પણ ઉપકાર કરવાની પ્રભુની શુભ ભાવના તેમજ પરોપકારવૃત્તિ સ્પષ્ટ તરી આવે છે. એ જગતને બેધ આપે છે કે – “તમારે પરમાત્મા બનવું હોય તે અપકારીના ઉપર પણ ઉપકાર કરતાં શીખે, તમારું અનિષ્ટ કરનાર યા તમને દુઃખમાં નાંખનાર કોઈ પણ વ્યકિત ઉપર રોષ ન કરતાં તેના ઉપર મીઠી નજર રાખો ! આખરે તે જરૂર થાકશે. ખરી રીતે તો તમારે અપકાર કરનાર તમારા સાધ્ય બિંદુને ખરો મદદગાર છે! કર્ણકાલિકાને ઉપસગ:
આવી રીતે તે અધમ સંગમે એક રાત્રિમાં કરેલા વીસ પ્રકારના ઘેર ઉપસર્ગોમાં પણ અચલ રહેલા એવા ભગવાન મહાવીરદેવ વિચરતા વિચરતા એકદા ષણમાનિ નામના ગામમાં પધાર્યા છે. ત્યાં ગામની બહાર ધ્યાનારૂઢ થઈ ભગવાન્ કાઉસગ્ગ મુદ્રાએ રહ્યા છે. અહીંયા પ્રભુ શ્રી મહાવીરદેવને વાસુદેવના ભવમાં શયાપાલકના કાનમાં તપાવેલું સીસું રેડીને ઉપાર્જન કરેલા અસાતવેદનીય કર્મનો ઉદય થાય છે. તે શવ્યાપાલકને જીવે અહીં ગોવાળ (રૂપે ઉત્પન્ન) થયો છે. તે ગોવાળ પિતાના બળદોને ચરાવવા, જ્યાં ભગવાન કાઉસગ્મધ્યાને સ્થિત છે, ત્યાં આવે છે. પ્રભુની પાસે બળદોને ચરતા મૂકી તે ગાયોને દોહવા જાય છે. તે અરસામાં બળદે વનને દૂર પ્રદેશમાં ચરતા ચરતા ચાલ્યા જાય છે. અહીં ગોવાળીઓ ગાયો દેહીને પાછો આવે છે. બળદોને દેખતો નથી. ભગવાનને પૂછે છે કે – બળદે કયાં ગયા? ભગવાન કાંઈ જવાબ આપતા નથી. ગોવાળ બહુ આક્રોશપૂર્વક અનેકશઃ પૂછે છે, છતાં ભગવાન તો મૌન જ સેવે છે. આખરે ગોવાળીઓ થાકી બળદોની શોધખોળ શરુ કરે છે. તે ઘણું ભમ્યો પણ ક્યાંય બળદનો પત્તો લાગ્યો નહિ. અંતે થાકીને ભગવાન પાસે આવતાં ભગવાનની નજીક બળદોને ચરતા દેખે છે. અહા! આણે મને નાહક હેરાન કર્યો, એમ વિચારી ક્રોધાંધ બનેલા ગેવાળીઆએ કારાડા નામની વનસ્પતિની શલાકાઓ (સળીઓ) લાવીને કૂર ચિત્ત ભગવાનના બને કાનમાં એવી રીતે
For Private And Personal Use Only