________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કરે છે. એક
શ્રી જૈન સત્ય પ્રકાશ
કાર્તિક વાત નિર્વિવાદ છે. પ્રભુએ કરેલી છ છ મહિના સુધીની અનેક ઘોર તપશ્ચર્યાએથી આકૃષ્ટ થયેલા તે સમયના જનપદ લોકેએ પ્રભુશ્રીનું “શમણુ” એવું ગુયુક્ત નામ પાડ્યું, ત્યારથી ભગવાન મહાવીર પ્રભુ “શમણ” એવાં પુનીત નામથી ઓળખાયા જેને ઉલ્લેખ શાસ્ત્રોમાં અનેક ઠેકાણે જોવામાં આવે છે.
શ્રમણ ભગવાન મહાવીર દેવે જે ઉપસર્ગોને સહન કર્યા છે, તેના શ્રવણ માત્રથી આપણને ત્રાસ ઉપજે છે અને રોમેરોમ કાંપવા માંડે છે. તે ઘોર ભયંકર ઉપસર્ગોને પિોતે ક્ષમાથી ચકચુર કરી નાંખ્યા, અને ભવ્ય જીવોને બેધપાઠનાં અમલમાં સુભાષિત સમર્ણા કે – તમે જે તમારી આત્મોન્નતિ ઈરછા છે, તે તમારે તમારા આત્મવિકાસને આછાદિત કરનારાં અનેક સંકટને સામનો કરવો પડશે; અને તે સંકટ કે આપત્તિઓમાં મુંઝાયા સિવાય બહાદુરીથી ક્ષમા તથા સંત રાખી છતા, તો જ તમે તમારું ધ્યેયબિંદુ પામી શકશે. સંગમ ઉપસર્ગ:
એકદા મહાવીરદેવ વિહાર કરતા પેઢાલ ગામની નજીક પેઢાલ નામના ઉદ્યાનમાં, જ્યાં પિલાસ નામનું ચૈત્ય છે ત્યાં અમ (ત્રણ ઉપવાસ) તાપૂર્વક એક શિલા ઉપર અનિમેષ નયનોએ એક રૂક્ષ દ્રવ્ય ઉપર દષ્ટિ રાખી એક રાત્રિની મહાભદ્રા નામની પ્રતિમાઓ ધ્યાનારૂઢ થઈ કાઉસગ્ગ ધ્યાને પર્વતની જેમ સ્થીર રહ્યા છે. તે દરમ્યાન શકેંદ્ર મહારાજા પિતાની સુધર્મા સભામાં પ્રભુશ્રી મહાવીર દેવને ઉપર્યુક્ત સ્થિતિવાળા જાણીને શકસ્તવપૂર્વક સ્તવના વંદનાદિક કરે છે, અને સૌધર્મ લેકવાસી સર્વ દેવોને ઉદ્દેશીને પ્રશંસા કરે છે કે આ પ્રભુ શ્રી મહાવીરે દેવ પિતાને વાનમાં એટલા બધા અડગ તેમજ દઢ છે કે તેમને આ ત્રણે ભુવનમાં કોઈ પણ ચલાયમાન કરી શકવાને સમર્થ નથી, પણ શુદ્ર જીવને મહાપુરુષના ગુણે અને પરાક્રમ ઉપર ઈર્ષ્યા અને ઠેષ થાય છે. જેને લઈને તે નીચ પાપાત્માઓ ગુણગરિષ્ટ મહાતમાઓને નિકારણ અનેક ઉપદ્ર કરે છે; શદ્ર મહારાજે મહાવીરદેવના અડગ ધ્યાનની કરેલી પ્રશંસાને સહન નહિ કરનાર ગુણવિરોધી, ભવાભિનંદી સંગમ નામનો એક શુદ્ર દેવ નિકારણ જગબંધુ શ્રી મહાવીર પ્રભુને ગમે તે ભોગે ચલાયમાન કરવાની દઢ પ્રતિજ્ઞા કરી, દેવલોકમાંથી
જ્યાં પરમાત્મા કાઉસગ્મધ્યાને સ્થિત છે ત્યાં આવે છે. તે અધમ સંગમ મહાવીર દેવને ધ્યાનમાંથી ચલાયમાન કરી, શક કરેલી ભગવતપ્રશંસાને ખોટી કરાવવાની બુદ્ધિથી મહાદુઃખને ઉપજાવનારી ધૂળની વૃષ્ટિ કરે છે, કે જેથી પ્રભુને શ્વાસોશ્વાસ લેવા પણ મુશ્કેલ થઈ પડ્યા. ત્યારબાદ વજમુખી કીડીઓ, પ્રચંડ ડાં, ઘીમેલ, વીંછીઓ, નોળીઆઓ, ભયંકર ફૂંફાડા મારતા સર્પો, અતિતીકણ દાંતવાળા ઉંદર અને ગાઁદ્ર સજે છે કે જેણે પિતાની મૂશળ જેવી સુંદથી પ્રભુને આકાશમાં વારંવાર ઉછાળી પોતાના જંતુશળથી પ્રભુને મહાદના કરી. જેના પ્રતાપે પ્રભુની વમય છાતીમાંથી અગ્નિના તણખાઓ તડતડ ખરવા લાગ્યા. તીકણ દાંતવાળી હાથણીઓ, વિક્રાળ પિશાચ, અતિ ભયાનક વાઘ, વગેરે એક પછી એક અતિદુઃખદાયક, દારૂગ પ્રતિકૂળ બાર ઉપસર્ગો કર્યા. પણ ભગવાન તે પિતાના ધ્યાનમાંથી કિંચિત માત્ર ચલાયમાન ન થયા. આખરે તે દુષ્ટ દેવે અનુકૂળ ઉપસર્ગો કરવા શરૂ કર્યો. જેવા કે -- ભગવાનનાં માતપિતા ત્રિશલારાણી
For Private And Personal Use Only