SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૯૯૩ મહાવીર-જીવન-યાતિ: પરમાત્મા મહાવીરદેવની પ્રગયા અને મન:પર્યાવજ્ઞાનની પ્રાપ્તિ : જ્ઞાતપુત્ર શ્રી મહાવીર દૈવ, વૃદ્ધિ પામતા યૌવન વનમાં પ્રવેશ કર્યા. જે વનની અંદર સાંસારિક અનેક માજશે ખારૂપી તરુણ તરતી સુંદર ધટ હતી. રાજવૈભવ જેવાં ભાગવિલાસનાં વિવિધ સાધનારૂપી પીકપક્ષિઓના મનોહર મધુર નાદો કામદેવને આમત્રણ કરી રહ્યાં હતાં. આવા તરૂણાવસ્થારૂપ વનમાં વિચારતા ભગવાને પૌલિક સુખાને ક્ષણિક તેમજ તૃણ સમાન તુચ્છ સમજી સદાને માટે તે બધાને તિલાંજલી આપી. અને ભર જીવાની ( Prime of Yoth) માં સર્વવિરતિરૂપ ચારિત્રનગર પ્રત્યે પ્રયાણ આદર્યું. જે ચારિત્ર નગરને દાન, શીયળ, તપ અને ભાવરૂપે ચાર વિશાળ દરવાજાએ છે, કે જેમાં પ્રવેશ કરનાર વ્યક્તિ ગમે તે દિશામાંથી આવે તેપણ તે સુખેથી પ્રવેશ કરી શકે. જે ચારિત્રનગરના પાંચ મહાવ્રતાપ પાંચ વિશાળ દિવ્ય વિભાગેા છે. માતા જેમ બાળકનું રક્ષણ કરે, તેમ અષ્ટપ્રવચનરૂપ અવણી જબરજસ્ત કિલ્લે જે ચારિત્રનગરનું નિરંતર રક્ષણ કરી રહ્યો છે. જે ચારિત્રનગરમાં ધરાન્તની મુખ્ય રાજધાની છે. જેને સમતાપી પટરાણી છે, વળી નિર્મળ અધ્યવસાયરૂપ મહામંત્રી જે ધમ રાન્તની દિવાનગીરીનું કાર્ય કરી રહ્યા છે. ક્ષમા, મૃદુતા, સરળતા અને સંતાપત્તિરૂપ જે ધર્મરાન્તના મહાબલિષ્ટ ચાર સામતા છે, કે જે મેહરાળના ક્રોધ, માન, માયા અને લાલરૂપ દુહઁર સેનાધિપતિઓને, તેમજ તેમની દુર્વાસનારૂપી દુર કાજને પણ પરાજિત કરી ધર્માંરાજાની રાજધાની ચારિત્રુનગરમાં વિજય વાવટા નિર'તર ફરકાવી રહ્યા છે. વળી જે ચારિત્રનગરમાં મૈત્રી, પ્રમાદ, કારૂણ્ય અને માધ્યસ્થરૂપ ચાર ચતુર સુત્રધારા આંધ સાંધનું કામ સદા ચલાવી રહ્યા છે. જગદુદ્વારક પરમાત્મા મહાવીરદેવે ઉપર્યુક્ત ચારિત્રનગરમાં પ્રવેશ કર્યા અર્થાત્ દીક્ષા અંગીકાર કરી એટલે તેમને ચેાથું મન:પર્યવજ્ઞાન ઉત્પન્ન થયું. આ જ્ઞાનના પ્રતાપે મનુષ્ય અઢી ટ્રીપમાં રહેલા તમામ સન્ની તિર્યંચા અને મનુષ્ય પાંચે દ્રિયના મનેાભાવ તવાને સમર્થ થાય છે. પ્રભુએ ભવાંતરમાં પાડેલા દૃઢ સંસ્કારનું જ આ ફળ છે. જેવા સસ્કાર આ આત્મા આ ભવમાં પાડે છે તેવા જ સંસ્કાર ભવાંતરમાં સાથે લઈ જાય છે. ધર્મના સંસ્કાર જેટલા દઢ પાડયા હશે તેટલા જ વહેલા ભવાંતરમાં ઉદય આવશે. દૃઢ સૌંસ્કારી આત્મા ગમે ત્યાં, ગમે તે સ્થિતિમાં હશે, તેપણ અનુકૂળ સયાગે કે સાધને મળ્યાં. કે તુરત પોતાની શ્રૃષ્ટ સાધનામાં તત્પર થઈ જશે. પ્રભુશ્રી ચારિત્રધર્મને સ્વીકારી એમ સમક્તવે છે કે ~~ આ માનવજન્મનું વાસ્તવિક સાધ્યબિંદુ કહો કે મનુષ્યત્વની સાર્થકતા કહા—ક મનુષ્યજન્મરૂપ કલ્પવૃક્ષનું ફળ કહેા, ગમે તે કહા, તે સર્વસ્વ સર્વવિરતિરૂપ ચારિધમ ની આરાધના જ છે. અનંતા તીર્થંકરા, ગણધરા, પૂધરા, યુગપ્રધાને તેમજ શાસનના મહાન ધુરંધર પૂર્વાચાર્યો તથા રાળ મહારાજા, ચક્રવતી વગેરે દરેક આ ચારિત્રધર્માંની આરાધના કરી પોતાના માનવજન્મની સફળતા મેળવી આત્મકલ્યાણ સાધ્યું છે. તપશ્ચર્યાં અને ઉપસગૅ : For Private And Personal Use Only ૧૯૭ દીક્ષા લીધા પછી પ્રભુએ છ છ મહિના સુધી ધાર તપશ્ચર્યા કરી તથા ધાર દુસહ્ય ઉપસમાં સહન કર્યા. વમાન ચાવીશીના ચેાવીશ તી કરા પૈકી ચરમ તીર્થપતિશ્રી મહાવીરદેવને જેટલા ધાર ઉપસર્ગો થયા, તેટલા કઈ પણ તીર્થપતિને થયા નથી એ
SR No.521516
Book TitleJain Satyaprakash 1936 11 12 SrNo 16 17
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1936
Total Pages231
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size102 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy