________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈન સત્ય પ્રકાશ
કાર્તિક છે. ઉપર્યુંકત પ્રભુ શ્રી મહાવીર દેવના ચરણકમળના અંગુઠ્ઠના સ્પર્શ માત્રથી જન્ય એવા ખળભળાટણે જાણ્યા સિવાય શકેંદ્ર મહારાજા, ઉપસ્થિત ભયંકર દુષ્ય જોઈ વિચારવા લાગ્યા કે–અરે ! એ કોણ દુષ્ટ છે કે જેણે આવા માંગલિક અવસરે આ ખળભળાટ ઉઠાવ્યો છે ? અને વિચારણા બાદ શદે અવધિજ્ઞાનનો ઉપયોગ મુકી જાણ્યું કે-ઓહો ? આ તો બધું પ્રભુશ્રીએ પિોતે જ, મારા હૃદયગત સંકલ્પને દૂર કરવા સારું કર્યું છે. આ પ્રમાણે જાણ્યા પછી પશ્ચાત્તાપ પૂર્વક શદ્ર મહારાજા વારંવાર પિતાની અજ્ઞાનતાનું (ઉપગ્ય-શૂન્યતાનું) પ્રદર્શન કરતા થકા, બાળ છતાં અતુલ પરાક્રમશાળી પ્રભુશ્રીને પુનઃ પુનઃ નમીને અનેક: ક્ષમા માંગે છે.
દેવની પરીક્ષા અને “મહાવીર” નામ કરણ:
પ્રભુ જ્યારથી ત્રિશલા માતાના ગર્ભમાં પધાર્યા ત્યારથી ભગવાનનાં માતપિતા અનેક રીતે વૃદ્ધિ પામતાં હતાં. માટે ગુણનિષ્પન્ન અને “ચા નામ તથા જુનr:' એ યુકિતને અનુસરનારૂં “વર્ધમાનએવું નામ ભગવાનનાં માતપિતાએ પાડયું હતું. એકદા તે વર્ધમાન કુમાર પિતાના બાળમિત્રો સાથે આમલકી ક્રીડા કરવા, પોતાની કલાની અભિલાષા નહિ છતાં, મિત્રોની પ્રેરણાથી નગર બહાર પધાર્યા. પોતાના બાળ મિત્રો સાથે વર્ધમાન કુમાર કોમાર અવસ્થાની વાસ્તવિક મોજમજા ઉઠાવી રહ્યા હતા. તે દરમ્યાન કેંદ્ર મહારાજે પોતાની સુધમાં સભામાં પ્રભુશ્રીના અનુપમ પરાક્રમની પુનઃ પુનઃ પ્રશંસા કરી. જેથી એક દેવ કે જેને ઇદ્ર મહારાજાના વચનમાં અતિશયોકિત ભાસી, તેણે વર્ધમાન કુમારના પરાક્રમની પરીક્ષા કરવા માટે જે વૃક્ષ નીચે પ્રભુ મિત્રો સાથે રમત કરી રહ્યા હતા, તે વૃક્ષને અતિ ભયાનક સપનું રૂપ ધારણ કરી વીંટી લીધું,
આ ભયંકર ફંફાડા મારતા સર્ષને બધાં બાળક ત્યાંથી ડરીને દુર ભાગી ગયા, પરંતુ મહાપરાક્રમી વર્ધમાન કુમારે તે અતિ ભયાવહ સર્પને પોતાને હાથ વડે પકડીને દેરડીની જેમ દૂર ફેંકી દીધો. અને પાછાં બાળકે એકત્ર થઇ રમવા લાગ્યાં. ત્યારબાદ તે દેવ બાળકનું રૂપ ધારણ કરી બાળક સાથે રમવા માંડે. રમતની શરત એવી હતી કે જે હારી જાય તે જીતનારને પોતાના ખભા ઉપવે બેસાડે. આવી શરતે રમવાનું શરૂ થયું. થોડી વારે તે દેવ “હું હારી ગયા અને વર્ધમાન જીતી ગયા ' એ પ્રમાણે પિકારવા લાગ્યો. વર્ધમાન કુમાર તે દેવના ખભા ઉપર ચઢી બેઠા. દેવે શ્રી વર્ધમાન કુમારને બીવડાવવા સારુ મેટું સાત તાડ જેટલું ઉંચુ શરીર બનાવ્યું. તરત લાગવાન વર્ધમાન કુમાર ચેતી ગયા, અને પોતાની વછે સમાન મુષ્ટિથી તે દેવ ઉપર એ પ્રહાર કર્યો કે જેના પ્રતાપે તે દેવ બિચારો ટાંકો બની ગયો. ત્યારબાદ પિતાનું અસલી સ્વરૂપે પ્રગટ કરી, વારંવાર પ્રભુશ્રીનાં ચરગુકમળમાં પડી સમાની યાચના કરવા લાગ્યો, અને પોતાની આવી પ્રવૃત્તિને બધે વ્યતિકર કહી સંભળાવ્યો. શકેંદ્ર મહારાજાએ વર્ણવેલ અતુલ પરાક્રમને સાક્ષાત્ અનુભવ થવાથી વર્ધમાન કુમારનું નામ તે દેવે “મહાવીર' એ પ્રમાણે પાડયું, અને એ દેવ પાછો દેવલોકમાં ચાલ્યો ગયો. ત્યારથી વર્ધમાન કુમાર ‘મહાવીર’ એ નામથી પ્રસિદ્ધિમાં આવ્યા.
For Private And Personal Use Only