SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મહાવીર-જીવન-જાતિઃ કલેથી લલિત બનાવી સમગ્ર વિશ્વના ભૂષણ રૂપ પરમાત્માઓનાં જન્માદિક પ્રસંગોને વ્યકત કરે છે. ઇદની શંકા અને મેરુનું સંચાલન : - વર્તમાન શાસનાધિપતિ પ્રભુ મહાવીરદેવને ઇદ્રાદિક મેરુપર્વત ઉપર જન્માભિષેક કરવા લઈ જાય છે. ત્યાં અભિષેક સમયે શદ્રને મનમાં એક સંકલ્પ થાય છે કે, આ બાળક કે જેને જનમે હજુ ચોવીસ કલાક તે પૂરા થયા નથી તે આ લાખો કળશના લાખે અંભષે કોને કેવી રીતે સહન કરી શકશે. પ્રભુ તે બાળક છતાં મતિ, ચુત અને અવધિ એમ ત્રણે જ્ઞાનવાળા હતા, તેથી શકે કે કરેલા મનોગત સંકલ્પને જણે તેને દૂર કરવા માટે પ્રભુ દેવે મેરુ પર્વતને પોતાના ચરણ કમળને અંગુઠાથી સ્પર્શ માત્ર કર્યો. જેના પ્રતાપે મેરુપર્વત ચારો તરફથી પ્રજવા માંડયો. શિખરો ધડા ધડ પડવા માંડ્યાં, સમુદ્રો ખળભળી ઉઠ્યા અને વસુંધરા પણ મોટો જબરજસ્ત ધરતીકંપ થયો હોય તેમ ડોલવા માંડી. આ પ્રસંગને અંગે કવિ ઉસ્નેક્ષા (ઘટના ) કરે છે કે, મહપરાક્રમશાળી શ્રી મહાવીર પ્રભુએ શકેંદ્રના હૃદયના સંકલ્પને દૂર કરવા માટે જ્યારે પિતાના ચરણકમળના અંગુષ્ઠથી મેરુ પર્વતને સ્પર્શ કર્યો, ત્યારે મેરૂ મનમાં વિચારવા લાગ્યો કે, હે ! અનાદિ કાળથી અનન્તા તીર્થકરના જન્માભિષેક મારા ઉપર થયા છે. તે અનંતા તીર્થકરે પૈકી કોઈએ મારો સ્પર્શ કર્યો નથી, પરંતુ આજે આ ચરમ તીર્થંકર દયાળુ પ્રભુએ મને પિતાના ચરણ કમળથી રપર્શ કર્યો તેથી હું કુતપુર્ણ થયો છું. કૃપાસિંધુ પરમાત્માએ મારા ઉપર અનુગ્રહ કરી મને કૃતકૃત્ય કર્યો છે. અહો ! આજ મારાં અહોભાગ્ય ખીલ્યાં! આજથી આ બધા પર્વતેને હું રાજી થયો; કેમકે આ દયાળુ પ્રભુનું જન્માભિષેકનું સ્નાત્રજળ મારા ઉપર પડવાથી મારો પણ અભિષેક થયે, આ પ્રમાણે વર્ષના તરંગમાં મેરૂપર્વત નૃત્ય કરવા લાગ્યો. જે સમુદ્ર અને રાવરો પણ પિતાના જળથી પરમાત્માને જન્માભિષેક થ જાણી, પિતાને ધન્યવાદ આપતા આનંદના કલ્લેલેથી વૃદ્ધિ પામ્યા. વસુંધરા પણ પિતાની કુક્ષિમાંથી ઉત્પન્ન થયેલા બાળ નરરત્નનું અતુલ પરાક્રમ દેખી ક્ષણવાર દોડવા માંડી, અહીંયા કઈ એમ કહે –એક દિવસના બાળકમાં આટલું પરાક્રમ સંભવે કઈ રીતે? આ વાત અતિશયોક્તિયુક્ત છે. આવું કહેનારાઓ --- માનનારાઓએ સમજવું જોઈએ કે – પ્રભુ શ્રી મહાવીરદેવ એક સંકલ્પ માત્રથી જ મેરુ વગેરેને કંપાવવામાં સમર્થ હતા. ચરણ-સ્પર્શ તે વ્યવહાર માત્ર હતા. બીજું કવળી ભગવતે તથા સિદ્ધ ભગવન્તનાં પરાક્રમોનાં જ્યાં વર્ણન ચાલ્યાં છે, ત્યાં પ્રતિપાદન કરવામાં આવ્યું છે કે તેઓના એક એક આત્મપ્રદેશમાં એટલું વીર્ય (પરાક્રમ) હોય છે કે સમગ્ર લોકને અલોક રૂપે પલટાવી નાંખવા ધારે અથવા અલકને લોક બનાવવા ધારે તોપણ તેઓ બનાવી શકે. આવા અનન્ત વયના ધણી પરમાત્માઓને આપણાં દશ્ય તેમજ ક૯ય પરાક્રમને બતાવવાં એ તે લીલા માત્ર છે. આત્મામાં અનન્ત શક્તિ રહેલી છે તે સિદ્ધ થાય છે, અને તે શક્તિને પરમાત્માએ યથાર્થ રીતે વિકસાવી હતી. તે પ્રભુ પિતના ચરણું સ્પર્શથી મેરૂ વગેરેને કંપાવે–એમાં બીલકુલ અતિશયોક્તિ નથી એ તદન દીવા જેવી વાત For Private And Personal Use Only
SR No.521516
Book TitleJain Satyaprakash 1936 11 12 SrNo 16 17
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1936
Total Pages231
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size102 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy