________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહાવીર-જીવન-જ્યોતિ
પરમાત્મા મહાવીરસ્વામીના જીવનના વિશિષ્ટ પ્રસ ંગા
લેખક~~ મુનિરાજ શ્રી વિજયજી
પરમ પવિંત્ર વિશ્વવંદ્ય શ્રમણ ભગવાન મહાવીર પ્રભુની જીવન યેતિની આછી રૂપરેખા પણ જગતના જન્તુમાત્રને અદ્યાવધિ આહ્લાદ આપી રહી છે; એટલું જ નહિ પરંતુ પ્રાણી માત્રનાં આધિ, વ્યાધિ અને ઉપાધિરૂપ અનેક સતાપતાના પ્રચંડ તાપથી શુષ્કપ્રાય : બની ગયેલાં જીવન–વૃક્ષને નવપલ્લવિત કરવા માટે અમીધારાને નિરંતર વર્ષાવનારી છે.
યદ્યપિ આ નિબંધને ઉદ્દેશ પ્રભુ શ્રી માહાવીરદેવનું સમસ્ત જીવન-ચરિત્ર લખવાતા નથી કારણ કે તેમાં તે વાલ્યુમનાં વાલ્યુમ ભરાય, છતાં શ્રી મહાવીર પ્રભુની જીવનપ્રભામાંથી કેટલીક વિશેષ ઘટના વાનકી તરીકે રજુ કરવાને આ પ્રયત્ન છે ક જેથી આપણને આછે. ખ્યાલ આવે કે-પ્રભુશ્રીએ કેવી રીતે પોતાનું જીવન વિકસિત બનાવ્યું, કેવી રીતે તે જગદુદ્ધારક બતી જગતને આદરૂપ થયા અને કેવી રીતે કઠીન કર્મોના મર્મોને હણી અવ્યાબાધ શાશ્વતું સુખ પ્રાપ્ત કર્યું` વગેરે વગેરે. વળી તે પ્રભુના સંતાનીઆ તરીકેનું આપણું શું કલ્ય છે, તેનું આપણને ભાન થાય.
દરેક તીર્થંકરની જેમ પ્રભુ શ્રી મહાવીરદેવનાં પણ પાંચ કલ્યાણકા થયાં છે, તેમાં પહેલું ચ્યવન કલ્યાણક, ખીજી જન્મ કલ્યાણક, ત્રીજી દીક્ષા કલ્યાણુક, ચોથુ` કેવળજ્ઞાન કલ્યાણક અને પાંચમું નિર્વાણ કલ્યાણક, ઉપયુકત પાંચે કલ્યાણકામાં શક્રેન્દ્ર મહારાજાનુ અચળ સિંહાસન કે જે અસંખ્યાતા યાજન દૂર છે, તેનું ચલાયમાન થવું, પ્રભુશ્રીના અલૌકિક પુણ્ય પુજની આકર્ષક શક્તિ જ કહી શકાય. ત્રણ જગતના નાથ, સફળ જીવાને અભયદાતા પરમાત્માઓના જ્યારે જન્મ થાય છે ત્યારે તેઓને અનેક ભવસંચિત પુણ્ય પ્રકાશને એટલેા બધા ઉત્કર્ષ હાય છે કે જેને લઇને સમગ્ર ત્રણે ભુવનમાં પ્રકાશ પ્રકાશ ફેલાઈ જાય છે; એટલું જ નહિં પર`તુ નરકમાં કે જ્યાં ધાર અધકાર નારકીના જીવાને નિરંતર સતાવી રહ્યો હાય છે, ત્યાં પણ ઘડીભર વિદ્યુતના ચમકારાની જેમ પ્રકાશ થઈ જાય છે, અને દુઃખની ખાણમાં પડેલા નરકના જીવાને પણ ક્ષણ માત્ર સુખને અનુભવ થાય છે. તે લેાકેાત્તર પુરુષાનાં પુણ્યપુંજના પરમાણુનાં આન્દોલન એટલાં તા પ્રબળ હાય છે કે જે અતિ તીવ્ર ગતિએ ચારે તરફ ફેલાઈ સમસ્ત જગતને પ્રકાશમય અનાવી દે છે, તેમજ પ્રાણીમાત્ર ઉપર શાંતિનું સામ્રાજ્ય સ્થાપી પૃથ્વી માંડળને આનંદના
For Private And Personal Use Only