________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈન સત્ય પ્રકાશ
કાતિક પરંતુ “જેનું છેવટ સારું એનું સૌ સારું” એ માટે તીર્થકર પહેલાંને ત્રીજો ભવ – નંદનમુનિનો ભવ જુઓ. એમાં જે મહત્તા, જે મહાનુભાવતા, જે સાધુચરિતા, ઉદારતા, ક્ષમા, વીરતા, ધીરતા, ઉજવલ જ્ઞાન-દર્શન-ચારિત્રની આરાધના અને મહાન તપશ્ચર્યા મળે છે તે આપણને મુગ્ધ કરે છે. જે દિવસે આપણી આ દશા આવશે ત્યારે આપણું કલ્યાણ દૂર નથી, એ જ પ્રભુ મહાવીરદેવના પૂર્વ જીવનને સાર છે. દરેક આવું આદર્શ જીવન ઘડવા પ્રયત્ન કરે એ જ શુભેચ્છા !
પરમાત્મા મહાવીરદેવના પૂર્વજીવનનું આવું વર્ણન વાંચતાં આપણને જૈન શાસ્ત્રકારની સત્યપ્રિયતા બરાબર જણાઈ આવે છે. સ્વધર્મના ઈષ્ટ દેવાધિદેવના ચરિત્રચિત્રણમાં પણ તેમણે ક્યાંય અત્યુક્તિ, મિથ્યા કલ્પના કે સત્યનું ગોપન નથી કર્યું. મરીચિના ભવની અસત્યવાદીતા જાહેર કરી, સાતમી નરકે, ચોથી નરકે તથા અન્યાન્ય તુરછ યોનિમાં જન્મ બેધડક જાહેર કર્યા. આ જીવે કરેલાં અઘોર પાપ નિર્ભીકતાથી બતાવ્યાં. સાથે એવી દશાવાળો જીવે પણ સાધક બની, વિકાસ પામી સાધ્યસિદ્ધિ પામે છે, એમ બતાવી આપણને શીખવ્યું કે દરેક પ્રાણી સાધક બનીને વિકાસ-માર્ગનું દર્શન કરી શકે છે અને પિતાના અંતિમ સાધ્યને જલદી પ્રાપ્ત કરી શકે છે. આપણે પણ આત્મસિદ્ધિના એ માર્ગે પીએ એ જ ભાવના :
કલ્યાણની સાધના नालं ते तव ताणाए वा सरणाए वा, तुमंपि तेसिं नालं ताणाए वा सरणाए वा । जाणित्तु दुखं पत्तेयसायं अणभिकन्तं च खलु वयं संपेहाए खणं जाणाहि पंडिए जाव सोत्तपरिन्नाणेहिं अपरिहायमाणेहिं आयलै सम्मं समणुवासेज्जासि-त्ति बेमि ।
(૨ : ૬૮-૭૧) તારાં સગાંસંબંધી, વિષયાગ કે દ્રવ્યસંપત્તિ તારું રક્ષણ કરી શકતાં નથી, કે તને બચાવી શકતાં નથી; તેમજ, તું પણ તેમનું રક્ષણ કરી શકતો નથી, કે તેમને બચાવી શકતો નથી. દરેકને પિતાનાં સુખ દુઃખ જાતે જ ભોગવવાં પડે છે. માટે, જ્યાં સુધી પિતાની ઉંમર હજુ મૃત્યુથી ઘેરાઈ નથી, તથા શ્રોત્રાદિ ઇનુિં બળ તેમજ પ્રજ્ઞા સ્મૃતિ મેધા વગેરે કાયમ છે, ત્યાંસુધી, અવસર ઓળખી, શાણા પુરુષે પોતાનું કલ્યાણ સાધી લેવું જોઈએ.
–શ્રી આચારાંગસૂત્ર [[“મહાવીરસ્વામીને આચારઘમ ” માંથી ]
For Private And Personal Use Only