________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
૧
ભગવાન મહાવીરસ્વામીના પૂર્વભવ સમ્યકત્વની પ્રાપ્તિનું પ્રથમ લક્ષણ જ એ છે કે એ જીવની પુદગલ રસિકતા ઘટે છે; તે વિભાવ દશામાંથી સ્વભાવ દશામાં આવે છે તેને વિષય કષાય ઉપર અરુચિ, અભાવ જાગે છે અને એ છવનો સંસાર પણ પરિમિત બને છે. પરતું સમ્યકત્વની પ્રાપ્તિ પછી કદાચ તે ઉલ્ટ માર્ગે ઉતરી જાય તો પણ એ જીવ પ્રકાશનો આનંદ, વિકાસ દર્શનને પરમ આહાદ ભૂલતો નથી અને પુનઃ સરલ માર્ગે આવી લાંબા સમયે પણ અવશ્ય આત્મકલ્યાણ મેળવે છે.
નયસારના ભવમાં એ જીવ વિકાસને માર્ગ–સમ્યગદર્શન પામે છે પરંતુ એ જ જીવ મરીચિન ભવમાં મિથ્યા–ઉસૂત્રપ્રરૂપણું દ્વારા પુનઃ અધઃપતના ઉંડા ગર્તામાં પટકાય છે. પરન્તુ સમ્યગદર્શનની ઝાંખી પુનઃ થોડા ભોમાં થાય છે અને તે આલંબન મેળવી પુનઃ વિકાસના માર્ગે પળે છે. અને છેવટે લાંબા સમયે પણ સાધ્યસિદ્ધિ કરે છે. આ દરમ્યાન આ જીવ આપણને ઘણો ઘણો ઉપદેશ આપે છેઃ પૂર્વભવની એ ઘટનાઓને ઉપદેશ:
આપણે ધર્મમાગમાં કે તત્ત્વજ્ઞાનની પ્રરૂપણામાં અસત્યને સત્ય કહીએ તે તેથી મહાઅનર્થ નીપજે. સ્યાદ્વાદનો અર્થ એવો નથી કે અસત્યને પણ સત્ય કહેવાય. મરીચિ પક્ષ-વ્યામોહમાં આવી જઈ મિથ્યા ધર્મને પણ સાચો ધર્મ કહેવાનું સાહસ ખેડે છે, પરિણામે તે ભવ-ભ્રમણ અને સંસારવૃદ્ધિ ઉપાર્જે છે.
જીવ અસાવધાનપણે કયારેક એવાં કર્મ કરી બેસે છે કે જેને ભોગવતાંઅપાવતાં ઘણો સમય જાય છે. હસતાં બાંધેલાં કર્મો રતાં પણ નથી છુટતાં એ અવશ્ય ખ્યાલ રાખવાની જરુર છે.
સાથે જ વૃથા અભિમાન કરનારા, અહંભાવ અને મમત્વ બતાવનાર મહાનુભાવો મરીચિનો ભવ તપાસે ! એમાં અહંભાવ, અભિમાન ને કુળમદ કરવાનું જે કટુ પરિણામ ભોગવવું પડયું છે એને અભ્યાસ કરે !
સત્તાને મદ કેવો અનિષ્ટ છે—કેવો ખૂર છે એ વસ્તુ ત્રિyષ્ટને ભવ આપણને બરાબર બતાવે છે. પોતાની સત્તા, નાની કે મેટી સત્તા, અને વૈભવના બળે બીજાને પીડવા, દુઃખી કરવા, ગરીબોને, અનાથ, અસહાય, નિરપરાધી જીવોને રંજાડવા, નોકરોને દબાવવા એનું ફળ કેવું મળે છે; એમાં કેટલી અનુચિતતા અને અમાનુષિકતા છે એના પાઠ માટે ત્રિપુષ્ટનો ભવ દષ્ટાન્તરૂપ છે. એ ભવન કરેલ સત્તામદ એ જીવને કઈ ગતિએ પહોંચાડે છે, તેને એ જ દુઃખે પુનઃ પુનઃ કેવી રીતે ભોગવવાં પડે છે એને અભ્યાસ કરવાની જરૂર છે. જે જીવે દ્વારપાલના કાનમાં ગરમ ગરમ સીસું રેડાવ્યું, એ જ જીવને વીરભુના ભવમાં એ જ જીવના હાથે કેવી આકરી, હૃદયભેદક વેદના સહેવી પડે છે એ સમજવા જેવું છે. ક્ષણિક ક્રોધના આવેશમાં આવી જેઓ ન કરવાનું કરી બેસે છે તેમને કેવું ફળ ભોગવવું પડે છે તે માટે તેઓ આ પાઠ જરુર ભણે, વાંચે, વિચારે અને જીવનમાં ઉતારે. તેમજ આ પહેલાં વિશ્વભૂતિને ભવ પણ આપણને મહાન બોધ આપે છે,
For Private And Personal Use Only