________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કાતિક
શ્રી જૈન સત્ય પ્રકાશ આ તેમને તીર્થકરને ભવ છે. અહીં પણ અવશેષ રહેલ નીચ ગોત્રકમ ઉદય આવે છે અને તેમને ભિક્ષુકુલમાં આવવું પડે છે. ૮૨ દિવસ ત્યાં રહી પછી હરિણગમેથી દેવદ્રારા ગર્ભનું હરણ થાય છે અને ત્રિશલા રાણીની કુક્ષિમાં આવે છે. કર્મરાજાના ઝપાટામાંથી કોણ છુટી શકે? એને કોઈની શરમ નથી. એક મહાન જગદુધારક, મહાપુણ્યપુંજ, મહાત્માને કર્મવશ ભિક્ષુ માતાની કુક્ષિમાં રહેવું પડે એ ઓછી દુઃખ અને શરમની વાત છે? પરંતુ કર્મરાજા આગળ કોનું ચાલે તેમ હતું ?
તેમણે ભર યુવાનીમાં દીક્ષા લીધી. ચાર જ્ઞાન પ્રગટવાં છતાં યે ઘણું કર્મો બાકી હતાં જેના પ્રતાપે તેમને સાડા બાર વર્ષ પર્યત ઘર પરીષહે, ભયંકર ઉપસર્ગો રહેવા પડ્યાં. ઘેર તપશ્ચર્યા કરી, અનાર્ય દેશમાં વિચરી અનેક અવહેલના સહી તેમના કાનમાં ખીલા ભેંકાયા; સંગમે છ મહીના સુધી કરીને ઠામ બેસવા ન દીધા; આહારપાણી લેવા ન દીધાં અને જગતમાં કોઈ પણ મહાપુરુષને સહેવા ન પડ્યાં હેય એવાં દુઃખ અને ઉપસર્ગો કર્યા. અને કર્મ ખપાવી વર્ધમાન કુમાર સાધ્ય પદને પામ્યા. કેવળજ્ઞાન, કેવળદર્શન પામ્યા અને જગદુદ્ધારક મહાવીર બન્યા.
મહાવીર બનનારે કેવી ગ્યતા મેળવવી જોઈએ, કેવી ક્ષમા, સહનશીલતા, ઉદારતા, મહાનુભાવતા કેળવવી જોઈએ એનું જીવતું જાગતું દષ્ટાંત આ જ છે. બધાએ તીર્થકરો પૂજ્ય ખસ, કર્મ શત્રુને જીતનાર પણ ખરા પરન્તુ અન્તિમ તીર્થંકરના જીવનમાં જે આદર્શ આપણને મળે છે એવા અન્ય ભાગ્યે જ જડે છે.
શ્રી વીરપરમાત્માનું જીવન, વિકાસક્રમનું એક અદભૂત દષ્ટાન્ન પૂરું પાડે છે !
અહીં આપણે થેડી વિચારણા કરી લઈએ. નયસારના ભવથી જ વીર પ્રભુના ભવોની ગણના કેમ કરી? એનું કારણ એ જ છે કે જ્યાં સુધી જીવ અપૂર્વકરણ નથી કરે અને તેને સમ્યકત્વની પ્રાપ્તિ નથી થતી ત્યાં સુધી જીવ સુકાન વિનાના નાવની માફક સંસારસાગરમાં અનિયંત્રિતપણે – આમ તેમ ડાવ્યા કરે છે. એને સાધ્યનું લક્ષ નથી રહેતું. તેમ સમ્યકત્વ વિનાનો જીવ પણ સ્વછંદપણે સંસારસમુદ્રમાં રઝળપાટ કર્યા કરે છે. સમ્યકત્વ વિનાનું જીવન જ નકામું અને લક્ષહીન મનાય છે. સમ્યકત્વ વિનાની ક્રિયા પણ એકડા વિનાના મીંડા જેવી કહી છે સમ્યકત્વ વિનાનું જ્ઞાન, ધ્યાન, તપ, સંયમ, સ્વાધ્યાય, તીર્થયાત્રા, પૂજા, પૌષધ, પ્રતિક્રમણ આદિ અજાગલસ્તનવત છે. અરે એટલું જ નહિ કિન્તુ એ બધું દુઃખપ્રદ, કષ્ટપ્રદ છે. નયસારના ભવમાં સમ્યકત્વ પ્રાપ્તિ થઈ જૈનધર્મને એ સિદ્ધાન્ત છે કે હવે એક વાર વિકાસનાં દર્શન પામ્યા પછી યદિ તે સીધે જ માર્ગે ચાલે તે તે જલદી ચિદાનંદમય બની જાય છે, શાશ્વત સુખને – મોક્ષપદને અધિકારી થાય છે. પરંતુ જૈનધર્મનો સિદ્ધાન્ત એમ પણ માને છે કે એક વાર જીવ વિકાસ સ્થાને પહોંચ્યા પછી અધ:પતના માર્ગે પણ ઉતરી જાય છે. મનુષ્ય જીવનમાં જે વિકાસદર્શન થયું અને અધઃપતન ને થયું તે એને પૂર્ણ વિકાસ ક્યારે થશે એ નિશ્ચિત ન કહેવાય પણ જલદી સાધ્ય સિદ્ધિ મળે છે, એમાં સંદેહ નથીપરંતુ વિકાસ-દર્શન પામેલા જીવન અધઃપાત થવા છતાંયે, અસલ સ્થાને, મૂળ સાધ્ય–સ્થાને આવતાં તેને વધારે સમય નથી લાગતો.
For Private And Personal Use Only