________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હ ભગવાન મહાવીરસ્વામીના પૂર્વભવ
૧૭૧ ધર્મમાં પરાયણ હતા. અને ચાર પ્રકારના ઉપસર્ગોથી પણ તેમને ઉદ્યમ અખલિત હતિ. પંચ વિધ મહાવ્રતમાં સદા ઉઘોગી હતા; અને પંચ વિધ કામના સદા દ્વેષી હતા. પ્રતિદિન પાંચ પ્રકારના સ્વાધ્યાયમાં આસક્ત હતા. પંચ પ્રકારની સંમત્તિને ધારણ કરતા હતા; અને પાંચે ઈન્દ્રિયોને જીતનારા હતા. જીવનિકાયના રક્ષક હતા. સાત ભયના સ્થાનથી વર્જિત હતા. આઠ મદના સ્થાનેથી વિમુકત હતા. નવવિધ બ્રહ્મચર્યની ગુખને પાળતા હતા. એ દશ પ્રકારના યતિધર્મને ધારણ કરતા હતા. સમ્યક પ્રકારે એકાદશાંગનું અધ્યયન કરતા હતા. બાર પ્રકારની યતિ પ્રતિમાને વહન કરવાની રચિવાળા હતા. દુઃસહ એવી પરીષહની પરંપરાને તેઓ સહન કરતા હતા. તેઓને કઈ પણ પ્રકારની સ્પૃહા ન હતી. આવા તે નંદનમુનિએ એક લાખ વર્ષ પર્યત તપ કર્યું. એ મહાતપસ્વી, મહામુનિએ અહંત ભકિત વગેરે ના સ્થાનકે ના આરાધનથી દુ:ખે મેળવી શકાય એવું તીર્થકરનામકર્મ ઉપામ્યું.''
આ ભવની આ ઉગ્ર તપશ્ચર્યા અને પરીષહસનના પ્રતાપે જ હોય તેમ વીર પ્રભુના ભવમાં તેઓ મહાતપસ્વી બને છે અને વર વોરં ત નું ગૌરવવતુ બિરૂદ પામે છે. તેમજ પરીષહસનની પણ અભૂત, અદ્વિતીય અને અલૌકિક શક્તિ પામે છે અને અન્તમાં ભાવના ભાવે છે :
પ્રાણી એક જ જન્મે છે, એકલો જ મૃત્યુ પામે છે, એટલે જ સુખ અને દુ:ખને અનુભવે છે x x x ધીર કે કાયર સર્વ પ્રાણીઓ અવશ્ય ભરવાનું તો છે જ, પરન્તુ બુદ્ધિમાન પુરુષે એવી રીતે કરવું કે પુનઃ પુનઃ મરવું ન પડે ! મારે અહંત પ્રભુનું શરણુ હો, સિદ્ધ ભગવંતનું શરણું હજ, સાધુઓનું શરણ હો અને કેવળી ભગવંતે કહેલા ધર્મનું શરણુ હ! જિનધર્મ મારી માતા છે. ગુરુઓ પિતા છે. સાધુઓ અને સ્વધર્મીઓ મારા બધુઓ છે. એ સિવાય આ સંસારમાં સર્વ જાળવત્ છે.”
આ જ શુભ ભાવના અને શુભ પુરુષાર્થ જે તેમણે મરીચિના ભવમાં કર્યો હોત તે એ જીવને આટલું રખડવું ન પડત. અન્તમાં સમસ્ત ભાનાં પાપોની આલોચના કરતા, તીર્થકરોને વંદન કરતા, પંચ પરમેષ્ટિને નમતા, સર્વ જી સાથે ક્ષમા યાચના કરતા “ સાવદ્ય બાહ્ય તથા આત્યંતર ઉપાધિને હું માવજીવ મન વચન કાયાથી વિસરાવું છું. હું યાજજીવ ચતુવિધિ આહારનો ત્યાગ કરું છું અને ચરમ ઉછવાસ સમયે દેહને પણ વિસરાવું છું. એમ વિચારવા પૂર્વક દુષ્કર્મની ગઈણ, પ્રાણીઓની સામણ, શુભ ભાવના, ચતુ શરણું, નમસ્કાર-મરણ અને અનશન આ જ પ્રકારની આરાધના કરી નંદનમુનિ ધર્માચાર્યને, સાધુઓને, સાધ્વીઓને ખમાવવા લાગ્યા. અનુક્રમે સાઠ દિવસનું અનશન કરી, પચીશ લાખ વર્ષનું કુલ આયુષ્ય પાળી, કાળધર્મ પામી નંદનમુનિ પ્રાણુત દેવલોકમાં ઉત્પન્ન થાય છે. અંતિમ ભાવ - શ્રી મહાવીર સ્વામી : - દેવલોકમાં પણ સમ્યગદષ્ટિ દેચિત કાર્યક્રમ કરી તીર્થકર દેવોના કલ્યાણકોત્સવ આદિમાં ભક્તિ અને શ્રદ્ધાપૂર્વક ભાગ લઈ નિમેહપણે એવી મનુષ્ય લોકમાં જન્મે છે
For Private And Personal Use Only