________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
=
=
કાતિલ
શ્રી જન સત્ય પ્રકાશ સાય તરફ પ્રગતિ:
ત્યાં ફરતાં ફરતાં પુનઃ પુણ્યોદયે અપર વિદેહમાં ચક્રવર્તિપણે જન્મે છે. અનુક્રમે છે. ખંડ ધરતીના માલિક–અધિપતિ થયા પછી ન્યાયથી પ્રજાનું પાલન કરી પ્રજાપતિ બને છે. અને એ ક્ષણિક રાજયલક્ષ્મીને તિલાંજલિ દઈ શ્રી પિટ્ટીલાચાર્ય પાસે આહુતી દીક્ષા ચે છે. એક કટિ વર્ષ સુધી ઉજજવલ ચારિત્ર પાળે છે. ઉગ્ર તપશ્ચર્યા પણ કરે છે. સુકેમલ દેહને દમે છે. અનેક પૂર્વકૃત કર્મોને બાળે છે–ખપાવે છે અને અદીન ભાવે આવતાં કષ્ટોને ભોગવે છે. આ કોટિ વર્ષના ઉજજવલ ચારિ ઘણું કામ કર્યું. એમને સાધક દશામાં લાવી મૂક્યા. આ પછી તેમને ચારિત્રને ઉદય હરેક (દેવા સિવાયના) ભામાં આવે છે. અને તેઓ સાધ્યની વધુ ને વધુ નિકટ જતા જાય છે, તીથર નામકર્મનું ઉપાર્જન:
ત્યાંથી કાળધર્મ પામી મહાશુક્રમાં દેવપણે ઉત્પન્ન થાય છે અને ત્યાંથી વી છત્રા નગરીમાં નંદ નામે રાજપુત્ર થાય છે. આ ભવે વીર પ્રભુ થવા પહેલાંને ત્રીજો ભવ છે. અનુક્રમે ચોવીશ લાખ વર્ષ રાજ્ય પાળી—ગૃહસ્થ દશામાં રહી—-પછી ભાગવતી દીક્ષા લ્યું છે. આ ભવમાં તીર્થંકરના ભવની પૂરેપૂરી તૈયારી થાય છે. જેમ બહુ દૂર દેશમાં જનાર, વચમાં આવતાં ભયંકર જંગલ, અને સમુદ્રો આદિને વટાવવા યોગ્ય સામગ્રી એકત્રિત કરીને જાય છે; એગ્ય પાથેયને સંપૂર્ણ સંગ્રહ કરે છે તેમ અહીં તીર્થકરને ભવને ચગ્ય મહાપુણ્ય રાશિ ઉપાર્જન કરે છે. સાધક દશાને પૂરેપૂરો વિકાસ અહીંથી જ શરુ થાય છે. જે મહાન ભવ્ય પદની પ્રાપ્તિ માટે જેવી યોગ્યતા જોઈએ, જે ભૂમિકા જોઈએ, સંસારભરના પુર્વક ઈતિહાસમાં અમર સ્થાનની પ્રાપ્તિનાં જે સાધન જોઈએ, મહાવીરને યોગ્ય જે પુરુષાર્થ, જે પુણ્યસંચય, જે આત્મબળ, જે ગાંભીર્ય - અગાધ ગાંભીર્ય જોઈએ તેને સંચય અહીં પૂરેપૂરો થાય છે. આપણે વર્તમાન ચોવીશીના દરેક તીર્થ કરવા કરતાં પરમાતમાં શ્રી મહાવીરદેવના ભવમાં જે વિશેઘતા, જે ક્ષમતા, જે સહનશીલતા. ઉદારતા આદિ જોઈએ છીએ એ બધું તેમના જુદા જુદા ભવાના અભ્યાસને જ પ્રતાપ છે. તેનું જેમ વધારે તપા તેમ વધુ ઉજજવલ થાય એમ વીર પ્રભુ પણ પહેલાંના ભામાં ખુબ તપ્યા છે જેથી તીર્થકરને ભવમાં વધુ આકર્ષક લાગે છે. મરીચિના ભાવમાં જે અછકલાપણું કે અધુરાપડ્યું હતું, જે યોગભ્રષ્ટતા સાંપડી હતી તે બધાને બદલે આ ભવમાં વળી જાય છે.
આ (નંદનઋષિ-મુનિ) ના ભવમાં કેવી તૈયારી કરે છે એ આપણે કલિકાલસર્વત શ્રી હેમચંદ્રાયું છે ત્રિષષ્ટિશલાકાપુરુચરિત્ર” ના દશમાં પર્ય માંના શબ્દોમાં જ વાંચીએ:
“નિરંતર માપવાસ કરવા વડે પિતાના બામણને ઉત્કૃષ્ટ સ્થિતિએ પહોંચાડતા. નંદનમુનિ ગુરુની સાથે ગ્રામ, આકર, અને પુરમાં વિહાર કરવા લાગ્યા. તે બન્ને પ્રકારના અપધ્યાનથી અને દ્વિવિધ બંધનથી વર્જિત હતા. ત્રણ પ્રકારના દંડ, ત્રણ પ્રકારના ગૌરવ અને ત્રણે જાતિના શલ્યથી રહિત હતા. ચાર કષાયને તેમણે ક્ષીણ કર્યા હતા. ચાર સંજ્ઞાથી વજિત હતા. ચાર પ્રકારની વિકથાથી રહિત હતા. ચતુર્વિધ
For Private And Personal Use Only