________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભગવાન મહાવીર સ્વામીના પૂર્વાભ વ.
છે પરંતુ છતાંય એક વાત એમના હૃદયમાં બરાબર ઠસેલી હતી કે સાચું સાધુપણું શ્રી ઋષભદેવજીના શિષ્યોમાં જ છે. એ સાધુતા પ્રત્યે મરીચિને પૂર્ણ પ્રેમ અને રુચિ હતાં. માત્ર શુદ્ધ સાધુપણું પાળવાની અશક્તિના પ્રતાપે નવીન વેશ અને નવીન આચાર વિચાર કર્યા. તેઓ પોતાની સચોટ ઉપદેશક શક્તિથી ઉપદેશ આપી પ્રતિબોધ પામનારને સત્ય ધર્મ બતાવી શ્રી ઋષભદેવજી પાસે મોકલી શુદ્ધ સાધુતા સ્વીકાર કરાવતા.
ભારતના પુરક ઇતિહાસમાં શ્રી ઋષભદેવજી ભગવાન પ્રથમ ધર્મોપદેશક થયા છે. તે વખતે બીજો કોઈ ધર્મ ન હતો, બીજી માન્યતાવાળા કોઈ સાધુ કે બીજા પ્રકારનો કઈ સાધુવેષ ન હતે. મરીચિએ સૌથી પ્રથમ નવીન સાધુપ અને નવીન આચરણ ખડી કરી હતી. એટલે ભારતમાં નવીન ધમની પ્રરૂપણ કરવાનું સૌથી પ્રથમ માન (!) મરીચિને ભાગે જાય છે.
એક વખતે ભગવાન ઋષભેદજી વિનીતા નગરીમાં પધાર્યા છે. ભરત ચક્રવતી પ્રભુજીને વંદના કરવા આવ્યા છે. તેઓ પૂછે છે કે “પ્રભુ, આ સભામાં તમારી જેમ આ ભરતક્ષેત્રમાં, આ ચોવીશીમાં તીર્થકર થનાર કઈ ભવ્ય જન છે? ” પ્રભુ મરીચિને ઉદ્દેશીને કહે છે, “આ તારો પુત્ર મરીચિ આ ચોવીશીમાં અતિમ તીર્થકર થશે. તે પ્રથમ વાસુદેવ થશે અને વિદેહમાં ચક્રવર્તિ પણ થશે.” આ સાંભળી ભરત મહારાજા ખુશી થાય છે અને મરીચિ પાસે આવે છે. ત્રણ પ્રદક્ષિણા દઈ કહે છે
તમે આ ચોવીશીના અતિમ તીર્થકર, પ્રથમ વાસુદેવ અને વિદેહના ચક્રવતી થશે. હું તમારા વાસુદેવપણાને, ચક્રીપણાને કે સન્યાસીદશાને નથી વાંદડે કિન્તુ તમે ભાવિ તીર્થકર થવાના છે માટે તમને વંદના કરું છું.”
મરીચિએ પિતાના પિતા પાસેથી ઉપર્યુક્ત શુભ અને ગૌરવાસ્પદ સમાચાર સાંભળ્યા; એ સાંભળતાં જ મરીચિ સ્વદશા – ભાન ભૂલ્યા અને અભિમાનના શિખરે ચઢી ગાત્મત્ત બની હર્ષાતિરેકથી એટલા ખુશી થયા કે ઉભા થઈ તાલી પાડી નાચવા લાગ્યા. “ મારા દાદા પ્રથમ તીર્થકર, મારા પિતા ભરત પ્રથમ ચક્રવતી અને હું પ્રથમ વાસુદેવ, ચક્રવતી અને ચોવીસ તીર્થંકર. અહા ! શું મારું કુલ ઉંચું છે, અહા ! આ જગતમાં મારી સમાન બીજો કોઈ ઉચ્ચ, કુલીન કે ખાનદાનું છે ખરો ?” આમ કહી પુનઃ પુનઃ ખુબ ઉઘા, નાચ્યા અને તાલીઓ પાડી
' બસ, કર્મરાજાએ વિકાસ દશામાં આગળ વધતા આ જીવને તમારો મારી ભે ભેગે કર્યો. મરીચિએ અહીં કલાભિમાન અને ગર્વના પ્રતાપે નિકાચિત નીચ ગોત્ર, કર્મ ઉપામ્યું. સમકિતના અને કેટાનુ કોટિ સંસારવૃદ્ધિ
આ પતન આટલેથી જ ન અટક્યું. પ્રભુ અભદેવજી નિર્વાણ પામ્યા પછી મરીચિ ત્રિદંડી વેશે જ સાધુઓ સાથે વિચરે છે. એક વખત પિતાની માંદગી પછી મરીચિને એક શિષ્ય કરવાની ભાવના જાગે છે. દેવયોગે કપિલ નામને રાજપુત્ર તેમને મળી આવે છે. પોતાના ઉપદેશથી પ્રતિબોધ પામ્યા પછી મરીસિ. કપિલને શ્રી ઋષભદેવજીનાં
+
B
+
For Private And Personal Use Only