SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ Acharya Shri Kailassagarsuri Gyanmandir Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org શ્રી જૈન સત્ય પ્રકાશ કાતિક સમ્યકત્વની પ્રાપ્તિઃ નયસાર નામનો ગામેતિ, રાજાના હુકમથી જંગલમાં લાકડાં કાપવા ગયા છે. મધ્યાન્હ થયો છે. સવિતા નારાયણ પિતાના પૂરેપૂરા આકરા સ્વરૂપમાં તપી રહેલ છે, અને પેટમાં પણ જઠરાગ્નિ પ્રદીપ્ત થયેલ છે. એક સુંદર ઘટાદાર વૃક્ષની છાયામાં નયસારને નોકરો રસોઈ હાજર કરે છે. ભુખ્યાડાંસ જેવા નયસારને તે વખતે પણ એમ થાય છે કે આજે અતિથિને દાન આપ્યા સિવાય વાંઝીયું અનાજ ખાવું પડશે. જો આવા ભીષણ જંગલમાં આ મધ્યાહ્ન સમયે કઈ સાધુ, સંત કે અતિથિ આવે, અને તેમને હું દાન આપી ભોજન કરું તો કેવું અહોભાગ્ય ! આ વિચારથી તે તરફ દૃષ્ટિ ફેરવે છે. ખરેખર, જાણે નયસારને પુણ્ય પુંજ જ જાગી ઉઠયો હોય એમ એક સાર્થવાહ સાથે જતા કેટલાક મુનિરાજો ભૂલા પડી એ જંગલમાં આવી ચડે છે. ઉપરની સૂર્યની ગરમી અને નીચેની ધોમ તપી રહેલી ધરતીએ મુનિરાજેનાં શરીર રેબઝેબ કરી મૂક્યાં છે. આવા મહાત્યાગી મુનિવરેને દૂરથી આવતા જોઈ નયસાર ઘણો પ્રસન્ન થાય છે. નયસાર વિચારે છેઃ આ સાધુઓ મારા અતિથિ થયા એ બહુ સારું થયું. પછી નયસાર મુનિરાજને બધા વર્તમાન પૂછે છે. મુનિરાજ આપવીતી કથે છે એ વૃત્તાંત સાંભળી નયસારનું હદય દ્રવે છે અને સાર્થવાહ પ્રત્યે એ વિષયનો પોતાનો રોષ ઠાલવે છે. પછી મુનિજનોને પિતાના ભજન સ્થાનમાં લઈ જઈ અન્નપાણી વહેરાવે છે. મુનિરાજેએ આહારપાણ કર્યા પછી નયસાર તેમની પાસે આવે છે અને તેમને નગરનો સીધો રસ્તો બતાવે છે; અને પિતે ત્યાંસુધી મુનિરાજેની સાથે જાય છે. સીધે રસ્તે આવ્યા પછી મુનિરાજ, પિતાને દ્રવ્યમાર્ગ બતાવનાર નયસારને ભાવમાર્ગને ઉપદેશ આપે છે. સ્વાતિનું જ છીપમાં પડે અને મહામૂલું મોતિ નીપજે તેમ મુનિરાજને ઉપદેશ નયસારના હદયમાં પરિણમે છે અને એ જીવને સમ્યકત્વની પ્રાપ્તિ થાય છે. ત્યારપછી મોટા મનવાળે નયસાર સદા ધર્મને અભ્યાસ કરતો, સાત તત્વને ચિંતવતા અને સમકિતને પાળતો કાળ નિર્ગમન કરે છે. એ પ્રમાણે આરાધના કરતો નયસાર નમસ્કાર મંત્રનું સ્મરણ કરતે મૃત્યુ પામી સૌધર્મ દેવલે કમાં ઉત્પન્ન થાય છે. આ નયસાર એ જ વીર પ્રભુને સમ્યકત્વ પ્રાપ્તિને શરૂઆતને ભવ! નિકાચિત નીચ નેત્રકમનું ઉપાર્જને - નયસાર દેવલોકમાંથી એવી આ ચોવીશીના આદિ તીર્થકર શ્રી આદીશ્વર ભગવાનના પૌત્રરૂપે એટલે ચક્રવર્તી ભરતના પુત્રરૂપે ઉત્પન્ન થાય છે. અહીં શ્રી ઋષભદેવજી ભગવાનને કેવળજ્ઞાન થયા પછી એ બીજાઓની સાથે સાધુપણું સ્વીકારે છે. એમનું નામ મરીચિ હતું. મરીચિ સાધુપણુમાં રહી સુંદર શાસ્ત્રાભ્યાસ કરે છે, સચોટ વકતૃત્વશકિત મેળવે છે અને જૈનશાસનના ધુરંધર પંડિત સાધુ તરીકે પૂજાય છે. ગષભદેવજીના પૌત્ર, તેમના જ શિષ્ય, અગીયાર અંગનું વિશાલ જ્ઞાન અને કોઈ પણ સાધનોની કમી નહીં, પછી શું બાકી રહે? પરંતુ સાધુપણું પાળવું એ કાંઈ બચ્ચાના ખેલ નથી. એ તે મીણના દાંતે લોઢાના ચણા ચાવવા જેવું આકરું છે, મરીચિથી શુદ્ધ સાધુપણું નથી પાળી શકાતું એટલે તે ત્રિદંડીનો એક ન જ વેશ કલ્પી કાઢે For Private And Personal Use Only
SR No.521516
Book TitleJain Satyaprakash 1936 11 12 SrNo 16 17
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1936
Total Pages231
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size102 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy