________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભગવાન મહાવીરસ્વામીના પૂર્વભવ
યાને ક્રમિક વિકાસ
લેખક – મુનિરાજ શ્રી ન્યાયવિજયજી ઉપરનું મથાળું વાંચી કાઈ એમ ન સમજે કે આ લેખમાં ભગવાન મહાવીર સ્વામીના પૂર્વના સત્યાવશે ભવેનું વર્ણન આવશે. અહીં તે માત્ર પૂર્વના થોડા ભવાની કાર્યવાહીનું ટૂંકું નિરીક્ષણ જ આપ્યું છે.
આ છવ, સંગોને વશ થઈ કઈ સ્થિતિએ પહોંચે છે, કેવાં કેવાં સુખ અને દુઃખ ભોગવે છે, ઉન્નતિ –જીવન વિકાસના માર્ગમાં આવ્યા છતાંય કેવી રીતે અધપાતના ઉંડા ખાડામાં પટકાઈ પડે છે અને પછી કેટલો પુરૂષાર્થ અને કેવું અપૂર્વ વીર્ય ફેરવી પુનઃ સંપૂર્ણ ઉન્નતિના શિખરે પહોંચે છે એનાં દષ્ટાંતિ જગતમાં બહુ જ વીરલ હોય છે. એ દષ્ટાંતમાં શ્રમણ ભગવાન મહાવીરદેવનું જીવન મુગુટમણિસમું શેભે છે.
ભગવાન મહાવીર દેવને જીવ એક વખત સામાન્ય સ્થિતિએથી અસામાન્ય સ્થિતિએ પહોંચે છે. જે ત્યાં અમુક પ્રસંગે ન બન્યા હોત તો તે એ જ ભવમાં સંપૂર્ણ દશાને પ્રાપ્ત કરવા સમર્થ બનત. કિન્તુ વિધિનું વિધાન કે તીર્થકર દેવનું વચન કેણ મિથ્યા કરી શકે? એટલે ત્યાંથી પતનની શરૂઆત થાય છે. એ પતન એવું આકરું, એવું ભારણ છે કે એ વાંચતાં કેઈનું પણ હૈયું દ્રવ્યા વગર ન રહે !
સંસારમાં અનેક જીવો જન્મે છે અને મૃત્યુ પામે છે. એની કેઈને ગણના નથી. પરંતુ વિપત્તિના પહાડ તુટી પડ્યા હોય, એક વખત ઉન્નતિના માર્ગે ચઢવા છતાં અધઃપતના ઉંડા ગર્તામાં પડવું પડ્યું હોય અને છતાંય હિમ્મતભેર, ગૌરવભેર, કેઈનીચે દયાની ભીક્ષા કર્યા સિવાય, લેશ પણ આર્તધ્યાન કે રૌદ્રધ્યાન કર્યા સિવાય, પોતે કરેલાં કર્મોના ફળમાં બીજાને ભાગ લેવાની ઇચ્છા કર્યા સિવાય, એ કર્મનાં ફળોને બહાદુરીથી ભોગવી. તેને તેડી ફેડી, બાળી, ભસ્મ કરી; ઉન્નત દૈવી જીવન જીવી, સંસારભરના પ્રાણીઓનું કલ્યાણ કરી અને આત્માનો સંપૂર્ણ વિકાસ સાધી ઉન્નતિના શિખરે ચઢનાર છ જ મહાપુરુષ તરીકે જગવંદનીય બને છે. સંસારના પુણ્યશ્લોક ઇતિહાસમાં એવા મહાપુરુષોની યશોગાથા મુક્ત કંઠે ગવાય છે. ભગવાન મહાવીર સ્વામી એ જ કાટીના મહાપુરુષ છે. આપણે એ મહાન પુરુષના પૂર્વ જીવન તરફ દષ્ટિ નાંખીએ –
For Private And Personal Use Only