SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રભુ મહાવીરની મહત્તા આધક સમય સુધીમાં માત્ર શૂલપાણિના ઉપર્સગથી અંતર મુહૂર્ત નિદ્રાનો પ્રસાદ થયે તે સિવાય કદીએ નિદ્રા તથા અન્ય પ્રમાદને તેમણે સેવ્યો નથી. સૂના મકાનમાં કુકર્મ માટે આવેલા વ્યભિચારિઓ પૂછતા કે કોણ ઉભે છે? ત્યારે પ્રભુ મૌન રહેતા તેથી ઘણી વખતે દૃષ્ટિ–મૃષ્ટિ–પાદ પ્રહારની તાડના તેઓ સમભાવે સહન કરતા. કઈ વખતે તેવું કારણ જોઈ બેલતા કે હું ભિક્ષ છું, ત્યારે તેવાઓ કહેતા કે અહીંથી ચાલ્યો જા, તે પ્રભુ, તેમને અપ્રીતિ ન થાય તે માટે ઘણી વખતે, ત્યાંથી ચાલ્યા પણ જતા ! વંદન હો ! મહાવીરની એ સમભાવી વીર-વૃત્તિને! પિતાનાં તીવ્ર કર્મ અપાવવા માટે અનાર્ય દેશમાં વિચરતા પ્રભુને કેટલાક અનાર્ય માણસે બચકાં ભરતા અને કેટલાક સળગતાં ઊંબાડીયાં ચાંપતા. વાઘ જેવા ક્રૂર કુતરાઓ પ્રભુને જોઈ. ભ ભ કરી દેડી આવતા અને દાઢેથી પ્રભુનું માંસ કાઢી ખાતા. તેવા સમયે પણ હજારો માણસે માંથી એક પણ, મહાવીરની રક્ષા કરવાને તૈયાર હેતે થતે, ઉલ્ટા તેઓ કુતરાઓને, સીત્કાર મારફતે, ઉશ્કેરીને કરડાવતા અને ખુશ થતાં. પ્રભુ મહાવીરે તેવા કર દેશમાં પણ છ છ મહીનાઓ સુધી વિહાર લંબાવ્યું, પણ ટુંકાવ્યો નહીં. જગતભરના બીજા વીરેથી પ્રભુ મહાવીરની વીરતાની આ કેવી વિશિષ્ટતા? આથી જ બીન વીર કહેવાય છે ત્યારે પ્રભુ મહાવીર કહેવાય છે. જેમ જબર હાથી સેનાના મધ્યમાં ઉભે રહી પરના સૈન્યને છતી પાર થાય છે, તેમ અનાર્ય દેશના મધ્યમાં રહી પરીષહની સેનાને છતી પ્રભુ મહાવીર પારગામી થયા. જેમ કોઈ જબ્બરદસ્ત શૂરવીર સંગ્રામમાં બરછી, ભાલા, તીર, તલવારના ઘા સહી શત્રુ–સન્યને પાછું હઠાવી વિજય મેળવે છે તેમ પ્રભુ મહાવીરે અનાર્ય દેશના દુઃસહ પરીષહને સહી જ્ઞાન-દર્શન-યારિત્રરૂપ મેક્ષમાર્ગમાં આડા આવતાં કર્મોને હટાવી પૂરું પરાક્રમ દર્શાવ્યું હતું. દુનિયામાં રોગના કારણે પણ કાણું ઉદર રાખનારા ઓછી હોય છે. પરંતુ પ્રભુ મહાવીર સર્વ રીતે નીરોગ છતાં તપના માટે ઉણાદરી કરતા હતા. શર ઋતુમાં છાયા તળે અને ગરમીમાં અગાસે ટાઢ તડકાને ઝીલતા કર્મને પીવ્રતા, ખીલતા ચહેરે સર્વ સહન કરતા હતા. પાણી પણ પ્રભુ મહાવીર, કદી પર દિવસે, કદી મહિને, કદી બે મહિના થયા પછી અને કોઈ વખતે છ છ મહિના ગયા પછી પીતા ! કેટલી ધીરતા, કેવું વીર્ય, કેવી સહનશીલતા, કેવી આત્મરણતા, કેવો પૌત્રલીક ત્યાગ કે જેમણે પાણીની પણ પરવા નથી કરી ! “અન્ન વિણ ચાલે અધઘડી જલ વિણ ચાલે ન પલ.” આવી લેકેની કહેવત પણ ખોટી ઠરાવી દીધી ! જે પ્રભુએ સાડાબાર વર્ષથી પણ અધિક સમય સુધીમાં માત્ર ૩૪૯ ( ત્રણ ઓગણપચાશ ) દિવસ, એક વર્ષ કરતાં પણ ઓછો સમય, ખાધું છે અને બાકીના સમયમાં ચારે આહારનો ત્યાગ કર્યો હતો, એવા તે આત્મ-સાધના માટે શરીરથી પણ બેદરકાર રહેનાર મહાવીર પ્રભુને હજારો નમસ્કાર હો! અનેક આફતોની વેગવતી ઝડીઓ વચ્ચે પણ આત્મ-સાધનાના મહામંત્રની સાધનાની દિવ્ય જ્યોતને સદા પ્રદીપ્ત રાખવામાં જ પ્રભુ મહાવીરના જીવનની મહત્તા સમાયેલી છે. વંદન હો એ મહાપ્રભુને અને એ મહાપ્રભુની મહત્તાને ! For Private And Personal Use Only
SR No.521516
Book TitleJain Satyaprakash 1936 11 12 SrNo 16 17
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1936
Total Pages231
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size102 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy