________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧૧
૧૯૯૩
ભગવાન મહાવીરે વિસ્તારેલું તત્વજ્ઞાન અને જૈન સાધુ પાસે વસ્ત્ર, પાત્ર, રજોહરણ, મુપત્તિ વગેરે જે જે ચીજ રાખવાનું વિધાન કરવામાં આવ્યું છે તે માત્ર દયાના પાલન અને હિંસાના દોષથી બચવાને માટે જ છે. જૈનશાસ્ત્રોમાં સેંકડે દાખલાઓ હિંસા કરનારને નુકસાન થયાના મોજુદ છે, તેવીજ રીતે હિંસાથી દૂર રહે છે. માટે જીવનના ભોગે આપીને શ્રેયઃપંથે સંચરેલા સપુરુષનાં સારાં સારાં દષ્ટાનો પણ નજરે આવે છે. આવી રીતે સર્વથા મમત્વને ત્યાગ અને દ્રોહનું દૂર કરવું જૈનધર્મમાં મનાયેલા મુનિ મહારાજાએ જાળવેલું હતું અને જાળવે છે. જગતમાં કોઈ પણ સજજનના કોઈ પણ ગુણને દુર્જનેએ દુષિત ન કર્યો હોય એમ બનતું જ નથી, તેવી રીતે કેટલાક જૈનધર્મના અંગત વિરોધીઓને, મહેર નજરથી કરાતી દયા પણ નિર્માલ્યતાના ચિહ્યું કે હેતુ તરીકે જણાય તેમાં નવાઈ નથી. પણ તેમાં તે બિચારાના સંસ્કાર-સંચારને જ દેષ છે. જેનેનાં પર્વ અને તહેવારોમાં પણ ત્યાગ:
વળી ધર્મતત્વની અપેક્ષાએ જૈનોએ પાપના પરિહારની જયપતાકા કરનારા ઉત્સ, અનુકાનો, પર્વો અને તહેવારો માનેલા છે. ડગલેને પગલે જૈને ભગવી પરમુખ રહેનારા અને ત્યાગને માર્ગે જ સંચરવાવાળા હોવાથી તેઓ જ મોક્ષમાર્ગના સાચા મુસાફર છે, એમ હરકોઈ મોક્ષના મુસાફરોને માનવું જ પડે. ભગવાન જિનેશ્વરનાં મંદિરમાં પેસવાની મનાઈ કેમ ?
આ બધી હકીકતને સાર એટલે જ છે કે અંગ, મગધ, કલિંગ વગેરે દેશોમાં જૈનધર્મ અને જેતધમીઓની આવી મોક્ષપરાયણતા દેખીને અંગ, મગધ આદિની અંદર રહેવાવાળા લાખ બ્રાહ્મ ગાદિ કુટુંબો જૈનધર્મની ઉત્તમતા સમજી તેને સ્વીકારનારાં થયાં, તે વખતે પ્રથમ તો તે અંગ, મગધાદિમાં રહેલા બ્રાહ્મણે એ જૈનધર્મને માનનારાને સમા એમ જ ન થાય અને પિતાના સંપ્રદાયવાળા મનુષ્યો સંપ્રદાયમાં જ કાયમ રહે, તેવી બુદ્ધિથી એવાં વાકયને પ્રચાર કર્યો કે હૃતિના તાપનાનો વાર નૈનમહિમ ! અર્થાત સહેજે રસ્તે ચાલતા હોઈએ, સામેથી મદોન્મત્ત હાથી આવતો હોય અને તે હાથીથી બચવા માટે જે મંદિરમાં પડવું પડતું હોય તે તે મદેન્મત્ત હાથીને માર સહન કરે, પણ જૈન મંદિરમાં જવું નહિ. આ વાક્યને વિચારનારો મનુષ્ય સહેજે સમજી શકે તેમ છે કે સંપ્રદાયના મોહનું કેટલું પ્રાબલ્ય આ વાક્યમાં રહેલું છે, કે કલાલની દુકાન, વેશ્યાનું ધામ, જુગારખાનું કે એવા કોઈ અધમ સ્થાનનો નિષેધ કરવાનું, આ વાકય કહેનારને, જરુરી ન જણાયું, પણ વીતરાગ પરમાત્માનું ધામ–તેમાં પ્રવેશ થાય તે જ અનંત અરુચિકર અને નિષેધવાલાયક જણાયું. કર્મનાશા નદીના જલને સ્પર્શ એ બીજે નંબર:
આવી રીતે સંપ્રદાયમહને જાળવવાને અનેક ઉપાયો કર્યા છતાં પણ અંગ, મગધ, કલિંગ વગેરે દેશો જ્યારે જૈનધર્મના કેન્દ્રભૂત થઈ ગયા, ત્યારે કાશી, સાકેત વગેરે દેશમાં રહેલા સ્વસંપ્રદાયના નેહવાળાને, સ્વસંપ્રદાયના મેહમાં રાચતામાચતા રાખવા અને જૈનધર્મીઓના સંસર્ગથી પણ સરકાવવા માટે કર્મનાશા નદી કે જે ઓળગ્યા સિવાય અંગ, મગધાદિ દેશોમાં જવાતું જ નથી અને અંગ, મગધાદિમાં જવાવાળાને
For Private And Personal Use Only