SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૧૦ શ્રી જૈન સત્ય પ્રકાશ કાર્તાક ભગવાન વીરના દર્શન સિવાય અન્યત્ર જમાનાનું ઝેર : જો કે અન્ય દર્શનકારોએ જમાનો જેટલી ઝડપથી વેગ કરે, તેટલી ઝડપથી પિતાના ધર્મ અને તત્ત્વને પણ ફેરવવામાં ગાઢ પ્રયત્નો કર્યા છે અને તેને જ પ્રતાપે તેઓને બુદ્ધ જેવા એક કટ્ટર શત્રુને પણ જમાનાના પ્રભાવે ઈશ્વરાવતાર તરીકે માની લેવા પડ્યો છે. જૈનોના ઋષભદેવ ભગવાનને પણ એક અવતાર તરીકે માની લેવા પડયા છે. જૈન લોકોના ધર્મને અપમાન કરવા માટે કે તેને પોતાનામાં મેલવવા માટે ગૌતમ અને શિવજીની લીલાઆદિ પણ ગોઠવવાં પડ્યાં છે, યાવત મુસલમાની જમાનાના પ્રભાવને અંગે અલોપનિષદ્ જેવા ગ્રંથ રચી યવનના પરમેશ્વરને પણ માન છે તૈયાર થવું પડયું છે. ઈતર દર્શનવાળાને હિંસાનિષેધ અને દયાને બોલવાની જરૂર : જેનું અનુકરણ કેમ તેવી જ રીતે જેની જાહોજલાલીમાં અંજાઈને જમાનાની અનુકૂળતા કરવા માટે 7 હિંવત્ ભૂતાનિ સિા પરમો ધર્મઃ | વગેરે વાક્ય પણ પોતાના શાસ્ત્રોમાં ગોઠવવાં પડ્યાં છે, પણ મેળાની વખતે વેચાતાં પિત્તળનાં ઘરેણાં અને ઈમિટેશનવાળાં દાગીના માત્ર મૂર્ખ મનુષ્યોને જ મોહ પમાડી શકે છે, પણ સેનાના સ્વરૂપને અને હીરાના હાદિક તત્ત્વને હદયથી પીછાણનારા મનુષ્યને તે પિત્તળનાં આભૂષણ કે ઈમિટેશનનાં દાગીના ખુશી કરવાને સમર્થ થતા નથી તેવી રીતે જેઓ સ્કૂલ દષ્ટિથી માત્ર દયા, દયા પિકારનારા હોય, તેઓ જ તે અન્ય આસ્તિક દર્શનકારએ કહેલાં હિંસાત્ સર્વમતાનિ | કાલિ પરમો ધર્મ જેવાં જમાનાને અનુસરીને અને દયાળુઓને પોતાનામાં દાખલ કરવાને કહેલાં વાક્યોના મેહમાં મુંઝાઈ જાય, પણ જેઓ દયાના હાર્દિક સ્વરૂપને કળી શકતા હોય, તેઓ તો જોઈ શકે કે સર્વ ભૂતોને ન હણવાનું કહેવાવાળાં શાસ્ત્રોએ ભૂતના ભેદે, ભૂતોનું સ્વરૂપ, એક એક ભૂતની હત્યાનું પ્રાયશ્ચિત કે તે ભૂતોની હત્યા કરનારને થએલા નુકસાનનાં દૃષ્ટાતો અગર તે ભૂતોની દયા પળ તારને થએલા ફાયદાના દાખલા જે શાસ્ત્રોમાં અંશે પણ કહેતા કે દેખાતા નથી, તે શાસ્ત્રો ભૂતોને નહિ હણવાની જે વાત કરે છે, એ માત્ર મેળાના વેચાતા દાગીના જ છે. તેવી રીતે જેઓ અહિંસા એ પરમ ધર્મ છે એવું કહેનારા ન તો અહિંસાને માટે વિધાન કરે, ન તે અહિંસાના ભેદો સમજાવે, ને અહિંસાનું તારતમ્ય સમજાવે એટલું જ નહિ પણ જેના શાસ્ત્રોમાં અહિસાનાં સાધનોનું નામનિશાન નથી, અહિલા પાળ સારનું એવરત્વ જણાવનાર દષ્ટાંત નથી, હિંસાથી થતા નુકસાનનું વર્ણન નથી, અહિંસાને માટે ભોગ આપનારાઓનું મહત્વ મનાયું નથી, તેવાં શાસ્ત્રો અહિંસાનું નામ લઈ જે એક વાક્ય કહે તે માત્ર લોકોને પિતાના તરફ આકર્ષિત કરવા કે જૈનદર્શનવાળા ભક્તોનું દિલ રંજન કરવા માટે જ છે એમ સહેજ કોઈ માની શકે. મહાવીરનાં મહાવત અને અહિંસાની મુખ્યતા પણ જૈનોમાં માત્ર કે જેનો ઉચ્ચાર ગુઓને પ્રથમ નંબરે કરવો પડે છે, તેમાં અહિંસાને પ્રથમ સ્થાન આપ્યું છે, એટલું જ નહિ પણ તે અહિંસાના રક્ષણને માટે જ ઇસમિતિઆદિ આચારને શાસનની માતા તરીકે ગણવામાં આવેલા છે, એટલું જ નહિ પણ હિંસાથી બચવાને માટે જ જૈનગૃહસ્થને ગ્ય સાધનને ઉપદેશ For Private And Personal Use Only
SR No.521516
Book TitleJain Satyaprakash 1936 11 12 SrNo 16 17
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1936
Total Pages231
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size102 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy