SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ३१२ શ્રી જન સત્ય પ્રકાશ કાર્તિક કર્મનાશા ઉતરવી જ પડે તેવું હોવાથી, છોકરાને હાઉ કહીને ડરાવાય તેની માફક, સાંપ્રદાયિક મોહથી જાહેર કરાયું કે કર્મનાશા નદીને જલનો સ્પર્શ થાય તે ચાવજ જીવન કરેલા પુણ્યને સર્વથા નાશ થાય છે. ગંગાજી અને કર્મનાશામાં ફરક કેમ : આ બધી હકીકત માત્ર તૈયાયિક અને વૈશેષિકેએ પુણ્યના નાશને જ અનિષ્ટ પ્રસંગ તરીક ગયું છે, એટલું જ જણાવવા માટે જણાવેલી છે અને તેથી એટલું જ સિદ્ધ કરવાનું છે કે જે તે નિયાચિક અને વૈશેષિકે સુખના નાશને પણ સાધ્ય તરીકે માની, સુખના અભાવરૂપ મોક્ષને સાધવામાં યઃ ગણે છે, તો પછી ગંગાજીની માફક સાંપ્રદાયિક મેહને અનુસારે પણ જણાવેલા વાક્ય પ્રમાણે કર્મનાશામાં સ્નાન વગેરેને ઉપદેશ કેમ કરતા નથી ? સુખ એ આત્મસ્વભાવ કે પુદગલ સ્વભાવ: પ્રથમ તે આ સ્થાને એ વિચારવાની જરુર છે કે જગતમાં ઈષ્ટ અને અનિષ્ટ ગણાતા પદાર્થો સુખદુ:ખનાં સાધન છે ? કે સુખદુ:ખને પેદા કરનાર છે ? તાત્વિક દષ્ટિએ વિચારીએ તે તે ઇષ્ટ પદાર્થોમાં અંશે પણ સુખ નથી, તેમ અનિષ્ટ પદાર્થોમાં અંશે પણ દુઃખ નથી. સુખ અગર દુઃખ વેદવું તે આત્માને સ્વભાવ છે. માત્ર બાહ્ય અનુકૂળ પદાર્થો સુખનાં સાધન તરીકે ઉપયોગમાં આવે છે અને પ્રતિકૂળ પદાર્થો દુઃખ તરીકે આત્માના વદન સ્વભાવને પલટાવવાના ઉપયોગમાં આવે છે જેમ ફાનસમાં ધરેલા દીવાની ચારે બાજુ સફેદ કાચ હોય તે તે દીવાનું સ્વાભાવિક અજવાળું બહાર કાચની શક્તિના પ્રમાણમાં જાય છે, પણ જે તે દીવાની ચારે બાજુ કોઈ બીજા રંગને કાચ ગોઠવવામાં આવેલ હોય, તો તે દીવાની જે બહાર નીકળતાં જુદું જ રૂપ ધારણ કરે છે, તેવી રીતે અહીં પણ સુખનાં સાધનો સફેદ કાચ જેવાં છે, અને દુઃખનાં સાધને રંગવાળા કાચની માફક પટાવવાવાળાં છે. દીવો સ્વાભાવિક રીતે જ્યોતિસ્વરૂપ છે, તેવી રીતે આત્મા સુખસ્વરૂપ છે, અને મોક્ષની પ્રાપ્તિ થતાં તે સ્વભાવ નિષ્પતિબંધ હોવાથી કે નિઃસહાયપણે જળહળતો હોવાથી મોક્ષપદને પ્રાપ્ત થનાર આત્મા અનંત સુખસ્વરૂપમાં હોય છે એમ માનવાની આ નૈયાયિક અને વૈશેષિકે ને પાડીને દુઃખના નાશની સાથે સુખના નાશને પણ મેક્ષ માને છે. મોક્ષ-પ્રાપ્તિ માટે જ્ઞાનને નાશ કેમ : જેવી રીતે આ તૈયાયિક વૈશેષિકાએ સર્વ જગતને ઈષ્ટ એવા સુખના નાશને મોક્ષ માને છે તેવી જ રીતે જ્ઞાન સરખા આત્માના સ્વભાવભૂત પદાર્થને પણ તેઓએ મોક્ષને અંગે નાશ જ થવા ઈષ્ટ ગણ્યો છે. જ્ઞાન અને આત્માના વિષયને અંગે શ્રમણ ભગવાન મહાવીર મહારાજાનું મંતવ્ય અને પ્રચાર કેવો હતો તે વિચારીએ તે આપણને સહેજે માલમ પડશે કે શ્રમણ ભગવાન મહાવીર મહારાજે મોક્ષતત્વના વિજ્ઞાનને પ્રચાર પણ અલૌકિક રીતે જ કરેલો છે. પરમેશ્વરને વ્યાપક માનવાની જરુર કેમ પડી : વાચકદે એ જાણવાની જરૂર છે કે અન્ય આસ્તિક દર્શનકારાએ મુખ્યનાએ પિતાનાં શાસ્ત્રોમાં પરમેશ્વરને ઉપકાર માનવામાં આધિભૌતિક પદાર્થોનું જ સામ્રા જય For Private And Personal Use Only
SR No.521516
Book TitleJain Satyaprakash 1936 11 12 SrNo 16 17
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1936
Total Pages231
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size102 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy